Tapi: લોકો ટાળી રહ્યા છે બહાર ગામ જવાનું, જિલ્લાના અંતરિયાળ ગામોના રુટ બંધ કરતું ST તંત્ર

|

Apr 26, 2021 | 7:07 PM

વધતા જતા કોરોનાને લઈ લોકોમાં એક દહેશત જોવા મળી રહી છે, લોકો બિનજરૂરી ઘરબહાર નીકળવાનું ટાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

Tapi: લોકો ટાળી રહ્યા છે બહાર ગામ જવાનું, જિલ્લાના અંતરિયાળ ગામોના રુટ બંધ કરતું ST તંત્ર
File Photo

Follow us on

વધતા જતા કોરોનાને લઈ લોકોમાં એક દહેશત જોવા મળી રહી છે, લોકો બિનજરૂરી ઘરબહાર નીકળવાનું ટાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તરોમાં કોરોના દહેશત વધુ જોવા મળી રહી હોય તેવું હાલના સંજોગો પરથી લાગી રહ્યું છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાંથી વધુ ટ્રાફિક ન મળતા તાપી જિલ્લાના અંતરિયાળ ગામોના આશરે સો જેટલા રૂટો તાપી એસટી વિભાગ દ્વારા બંધ કરાયા છે, બીજી તરફ મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવતી એસટી નિગમની બસો અને ગુજરાતથી મહારાષ્ટ્રમાં જતી બસો પણ કોરોનાને પગલે બંધ કરાઈ છે.

 

કોરોના વાઈરસે અત્ર તત્ર સર્વત્ર અરાજકતા ફેલાવી છે, જેની અર્થતંત્ર પર પણ માઠી અસર થઈ રહી છે, કોરોનાનો બીજો સ્ટ્રેન વધુ ભયાવહ હોવાની દહેશતે લોકોને ઘરમાં બંધ દીધા છે, આવુ જ કંઈક તાપી જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં જોવા મળ્યું છે, કોઈને કોઈ કામને લઈ શહેરો તરફ દરરોજ પ્રયાણ કરતા ગ્રામ્ય વિસ્તારોના લોકો હવે પોતાનું ગામ છોડી બહાર ગામ જવાનું ટાળી રહ્યા છે, જેની અસર એસટી વિભાગને પડી છે, તાપી જિલ્લામાં અંતરિયાળ ગામોમાંથી જોઈએ એવો ટ્રાફિક ન મળતા એસટી વિભાગે અંતરિયાળ ગામો અને મહારાષ્ટ્ર રાજ્યના મળીને 100 જેટલા રૂટો બંધ કર્યા છે, જેને પગલે દૈનિક તાપી એસટી વિભાગને બે લાખની સીધી ખોટનો સામનો કરવો પડી રહ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

Tv9 સાથેની વાત-ચીતમાં સોનગઢ ડેપો મેનેજર, મનોજ ચૌધરી જણાવે છે કે ‘અત્યારે હાલમાં કોરોનાની મહામારીને લઈને તાપી જિલ્લાના અંતરિયાળ ગામોના રૂટો બંધ કરવામાં આવેલા છે, મેઈન લાઈનના રૂટોની ગાડીઓ ચાલુ છે પણ અંતરિયાળ ગામોના રુટનો ટ્રાફિક ન મળવાને કારણે બંધ કરવામાં આવેલા છે, સાથે મહારાષ્ટ્રમાંથી આવતી ગાડીઓ અને ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જતી ગાડીઓ પણ બંધ કરવામાં આવેલ છે અને કારણે બે લાખ જેટલી આવક ઓછી આવે છે, હાલ જિલ્લામાં 100 જેટલા રૂટો બંધ કરેલા છે.

 

આ પણ વાંચો: IPL 2021: PM કેયર્સ ફંડમાં દાન કરીને પેટ કમિન્સે કોરોનાકાળમાં ભારતીયોને મદદની અપીલ કરી આગળ આવ્યો

Next Article