તાપીના નિઝર તાલુકાના વેલદા ગામે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ,તબીબની લાપરવાહીથી મહિલાનાં મોત બાદ લોકોએ દવાખાનું સળગાવી દીધુ,બે પોલીસ કર્મી ઈજાગ્રસ્ત
તાપીના નિઝર તાલુકાના વેલદા ગામે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના બની. ગત મોડી રાતે એક મહિલાનું સારવારને અભાવે મોત નિપજ્યું સ્થાનિકોનો આરોપ છે કે, ખાનગી તબીબને ઘરના દરવાજા વારંવાર ખખડાવ્યા છતાં, તબીબે સારવાર ન કરતાં મહિલા મોતને ભેટી. આ જ બાબતનો રોષ રાખી ગામલોકોએ તબીબ જયેશ એકનાથ પાટીલનું દવાખાનું સળગાવી દીધું જે બાદ પોલીસ […]

http://tv9gujarati.in/tapi-na-nizar-ta…vakhanu-sadgavyu/
તાપીના નિઝર તાલુકાના વેલદા ગામે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના બની. ગત મોડી રાતે એક મહિલાનું સારવારને અભાવે મોત નિપજ્યું સ્થાનિકોનો આરોપ છે કે, ખાનગી તબીબને ઘરના દરવાજા વારંવાર ખખડાવ્યા છતાં, તબીબે સારવાર ન કરતાં મહિલા મોતને ભેટી. આ જ બાબતનો રોષ રાખી ગામલોકોએ તબીબ જયેશ એકનાથ પાટીલનું દવાખાનું સળગાવી દીધું જે બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડવા પ્રયાસો હાથ ધર્યા હતા.. પરંતુ રોષે ભરાયેલા સ્થાનિકો સાથે પોલીસની ચકમક ઝરી, એટલે સુધી કે, પોલીસને જ ધક્કે ચઢાવી દીધી.. જેમાં એક PSI અને અન્ય પોલીસ કર્મચારીને ઈજાઓ પણ પહોંચી. મામલો વધુ બિચકતા જિલ્લા LCB સહિતનો પોલીસ સ્ટાફ વેદલા ગામે પહોંચ્યો છે.
