જીવનને સતત હસતું અને ખીલતું રાખવા આ ઉંમરે પણ ડાન્સની લઈ રહ્યા છે ટ્રેનિંગ, દાદીને ડાન્સ પસંદ છે!

|

Nov 19, 2019 | 11:32 AM

આજના સમયમાં ડાન્સ પ્રત્યે યુવાનોનું વળગણ વધતું જોવા મળે છે. પણ શું તમે એ માની શકો છો કે, 50 પાર ઉંમરની મહિલાઓ પણ ડાન્સ શીખી રહી છે. જી હાં, સુરતમાં એક ડાન્સ એકેડમીમાં આ રોકસ્ટાર દાદીઓનું સ્પેશ્યલ ગ્રુપ બન્યું છે. જેઓ બીજી મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. આ પણ વાંચોઃ બોરસદના NRI પરિવારને અમદાવાદ […]

જીવનને સતત હસતું અને ખીલતું રાખવા આ ઉંમરે પણ ડાન્સની લઈ રહ્યા છે ટ્રેનિંગ, દાદીને ડાન્સ પસંદ છે!

Follow us on

આજના સમયમાં ડાન્સ પ્રત્યે યુવાનોનું વળગણ વધતું જોવા મળે છે. પણ શું તમે એ માની શકો છો કે, 50 પાર ઉંમરની મહિલાઓ પણ ડાન્સ શીખી રહી છે. જી હાં, સુરતમાં એક ડાન્સ એકેડમીમાં આ રોકસ્ટાર દાદીઓનું સ્પેશ્યલ ગ્રુપ બન્યું છે. જેઓ બીજી મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.

આ પણ વાંચોઃ બોરસદના NRI પરિવારને અમદાવાદ એરપોર્ટની બહાર પોલીસનો કડવો અનુભવ

સુરતમાં ડાન્સ ક્લાસમાં ધુમ મચાવતી આ બધી મહિલાઓની ઉંમર 55 વર્ષથી વધુ છે. પણ તેમનો જુસ્સો અને ઉત્સાહ 20 વર્ષના નવયુવાનને પણ શરમાવે તેવો છે. આમાંથી મોટા ભાગની મહિલાઓ તો દાદી છે. ઉંમર કરતાં તેમના ઉત્સાહ અને ડાન્સ પ્રત્યેની પેશનને વધુ મહત્વ આપ્યું છે. સુરતમાં ડાન્સ એકેડમી ચલાવતા મીના મોદીએ તૈયાર કર્યું છે. આ સિનિયર સિટિઝન્સ દાદીઓનું ગ્રૂપ અને જેમને નામ આપ્યું છે ‘રોકસ્ટાર ગ્રાન્ડમધર ગ્રુપ’ 50 વર્ષની ઉંમરે જ્યાં મહિલાઓ ઘરે રહેવાનું પસંદ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
ત્યાં આ મહિલાઓ રોજના પાંચથી સાત કલાક ડાન્સની પ્રેકટીસ પાછળ પસાર કરે છે. કોઇપણ જાતના થાક વિના યુવાનોને પણ શરમાવે તેવી સ્ફુર્તિથી આ મહિલાઓ બધા જ પ્રકારના ડાન્સ ફોર્મ કરી જાણે છે. આ મહિલાઓને પરિવારનો પણ તેટલો જ સહકાર મળે છે. અને જેથી તેઓએ પોતાનો ડાન્સ પ્રત્યેનો આ લગાવ મરવા નથી દીધો. તેમણે બીજી મહિલાઓને પણ આ ઉંમરે પણ પોતાની પ્રતિભા અને શોખને કઈ રીતે જાળવી રાખવો તે સંદેશો આપ્યો છે.

આજના ડાન્સ ક્લાસિસમાં જ્યાં બાળકો અને યુવાનોની ભીડ જોવા મળતી હોય છે. ત્યારે 55 વર્ષથી પણ વધુ ઉંમરની આ દાદીઓએ ડાન્સ કરીને ખરેખર એ વાતને સાબિત કરી બતાવી છે કે, એની બડી કેન ડાન્સ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article