
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને, સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત તારીખ 11 જાન્યુઆરીના રોજ ભવ્ય શોર્ય યાત્રા યોજાશે.

આ શોર્ય યાત્રામાં પારંપરિક વેશભૂષામાં ગુજરાત પોલીસ અશ્વદળના 108 ઘોડે સવારો ભાગ લેશે.

શક્તિના પ્રતીક સમાન અશ્વ અને સોમનાથનું સ્વાભિમાન એક કેડીએ બલિદાન અને શૌર્યતાના ઇતિહાસને પુનર્જીવિત કરશે.

વીર હમીરસિંહજી ગોહિલની પ્રતિમાથી સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત જ્યા સભાનું આયોજન કરાયું છે તે સ્થળ સુધી ભવ્ય અશ્વયાત્રા નીકળશે.

આ શોર્ય યાત્રામાં ભાગ લેવા માટે ગુજરાત પોલીસ અશ્વદળના 15 જિલ્લાના અશ્વ અને અસવાર સોમનાથ ખાતે આવી પહોંચ્યા છે.

ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાના નેતૃત્વમાં પાછલા ત્રણ દિવસથી સોમનાથ ખાતે આ અશ્વસવારો રિહર્સલ કરી રહ્યા છે.

આજે સોમનાથ ખાતે યોજાયેલા રિહર્સલમાં અશ્વસાવરોના ' જય સોમનાથ - હર હર મહાદેવ' ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.