વિદ્યાર્થી ભણવા જાય છે કે મજૂરી કરવા ? શાળાના આચાર્યએ બાળકી પાસે ગાડીના કાચ સાફ કરાવ્યા, જુઓ Video

છેલ્લાં થોડા સમયથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં શાળાઓમાં બાળકો પાસે મજૂરી કરાવવાની ઘટનાઓ સામે આવી રહી છે, જે સમગ્ર શિક્ષણતંત્ર માટે ચિંતાનું કારણ બની છે. આવો જ શાળામાં ભણતી બાળકી પાસે કામ કરાવવાનો એક સુરેન્દ્રનગરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વિદ્યાર્થી ભણવા જાય છે કે મજૂરી કરવા ? શાળાના આચાર્યએ બાળકી પાસે ગાડીના કાચ સાફ કરાવ્યા, જુઓ Video
| Edited By: | Updated on: Jul 15, 2025 | 2:31 PM

સુરેન્દ્રનગર:  શાળાને જ્ઞાનનું મંદિર કહેવાય છે, જ્યાં દેશના ભવિષ્યનો ઘડતર થવો જોઈએ. પરંતુ છેલ્લાં થોડા સમયથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં શાળાઓમાં બાળકો પાસે મજૂરી કરાવવાની ઘટનાઓ સામે આવી રહી છે, જે સમગ્ર શિક્ષણતંત્ર માટે ચિંતાનું કારણ બની છે. આવો જ શાળામાં ભણતી બાળકી પાસે કામ કરાવવાનો એક સુરેન્દ્રનગરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સુરેન્દ્રનગરની શાળામાં કાર સાફ કરતા વિદ્યાર્થીઓ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ઉમરડા ગામની શાળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં છાત્રા શાળાના પટાંગણમાં કાર સાફ કરતી નજરે પડે છે. દાવો કરવામાં આવ્યો છે કે આ કાર શાળાના આચાર્યની છે અને તેમણે જ આ કાર્ય કરાવ્યું છે. આ વિડિયોએ લોકોને વિચારી પડયા છે કે શાળામાં શિક્ષણ આપવામા આવે છે કે મજૂરી?

જામનગર અને દાહોદમાંથી પણ આવી ચોંકાવનારી ઘટનાઓ

આ પહેલા જામનગરના લાલપુર તાલુકાના રૂપાવટી ગામની શાળામાં વિદ્યાર્થીઓ પાસે નવા ઓરડામાં પાણી છાંટાવવાનું કામ લેવાયું હતું. આ ઘટનાનો પણ વીડિયો વાયરલ થયો હતો. દાહોદના લીમડાબરા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં તો વિદ્યાર્થીઓ પાસે ઈંટો ઊંચકાવવાનું જોખમી કામ કરાવવામાં આવ્યું હતું, જે શિક્ષણના અધિકાર અને બાળ અધિકાર બંનેના ભંગ સમાન છે.

વાલીઓમાં ઉદ્ભવ્યો રોષ, શિક્ષણ તંત્ર સામે સવાલો

આ ઘટનાઓ સામે આવતા વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વાલીઓનું કહેવું છે કે તેઓ બાળકોને ભણાવવા માટે શાળામાં મોકલે છે, મજૂરી માટે નહીં. આવા કિસ્સાઓ શિક્ષકોની અને સમગ્ર શિક્ષણ તંત્રની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા કરે છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો