બાળકોના આરોગ્ય સાથે ઘોર ચેડા, મધ્યાહન ભોજન માટે સડેલા અનાજનો ઉપયોગ, શું આવી રીતે બનશે સમૃદ્ધ ગુજરાત? જુઓ Video

સુરેન્દ્રનગરના દૂધરેજમાં બાળકોના આરોગ્ય સાથે ઘોર ચેડા થતા હોવાનું સામે આવ્યુ છે. બાળકોને શાળામાં અપાતા મધ્યાહન ભોજનમાં સડેલા અનાજનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

બાળકોના આરોગ્ય સાથે ઘોર ચેડા, મધ્યાહન ભોજન માટે સડેલા અનાજનો ઉપયોગ, શું આવી રીતે બનશે સમૃદ્ધ ગુજરાત? જુઓ Video
| Edited By: | Updated on: Sep 24, 2026 | 7:38 PM

સુરેન્દ્રનગરના દૂધરેજથી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક તરફ ગુજરાત સરકાર પોષણ યુક્ત ગુજરાતના દાવા કરે છે. બીજી તરફ બાળકોને મધ્યાહન ભોજનમાં સડેલા અનાજમાંથી બનાવેલુ ભોજન અપાતુ હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા સુપોષિત ગુજરાત સમૃદ્ધ ગુજરાત અભિયાન ચલાવવામાં આવે છે. જેની અંદર શાળાનો બાળકો, ધાત્રી મહિલાઓ અને સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહાર પુરો પાડવાના દાવા કરવામાં આવે છે પરંતુ શું ખરેખર પોષણયુક્ત આહાર બાળકો સુધી પહોંચે છે ખરા? દૂધરેજથી સામે આવેલા દૃશ્યોમાં સુપોષિત ગુજરાતને કઈ હદે મજાક બનાવી દેવાયુ છે તે જોઈ શકાય છે.

દૂધરેજમાં બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાં સડેલા અનાજનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમા સડીને ભૂકો થઈ ગયેલા ઘઉં, સડેલા ચણા, જીવાતવાળુ અનાજ ઉપયોગમાં લેવાતુ હતુ. તો અહીં સીધો સવાલ એ છે કે શું આવા સડેલા અનાજનું ખાઈને બાળકો સુપોષિત થશે? શું આવી રીતે ગુજરાત સમૃદ્ધ થશે ?

જુઓ સડેલા અનાજનો વીડિયો

હાલ સડેલા અનાજના દૃશ્યો સમે આવ્યા બાદ જિલ્લા પુરવઠા અધિકારીએ નોટિસ ફટકારી જવાબ માગ્યો છે. મધ્યાહન ભોજન સંચાલિકા, શાળાના આચાર્ય સહિતના કસુરવારોને નોટીસ ફટકારવામાં આવી છે. જિલ્લા પૂરવઠા અધિકારીએ તપાસ ટીમની રચના કરી છે. તપાસ કરી અહેવાલ સોંપ્યા બાદ અનાજના જથ્થા અંગે તપાસ કરવામાં આવશે. તપાસ સોંપ્યા બાદ પગલા ભરવામાં આવશે. શાળામાં સ્થાનિક આગેવાનોએ તપાસ કરતા સડેલા અનાજનો ખૂલાસો થયો છે.

મધ્યાહન ભોજન માટે અપાતા અનાજમાં જીવડા જ જીવડા જોવા મળ્યા. ચણાનો જથ્થો સડેલો, ઘઉં પણ સડીને ભૂકો થયા હતા. તેલમાં પણ ફીણ જોવા મળતા ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે. આને અનાજ પણ કેમ કહેવુ તે મોટો સવાલ છે. એક દાણો પણ સારો જડવો મુશ્કેલ હોય તે હદનું અનાજ સડી ચુક્યુ છે. ઢોરને પણ ન આપી શકાય તેવુ અનાજ બાળકો માટે મોકલાઈ રહ્યુ છે. શું આવા અનાજનું ભોજન ખાઈને બાળકો માંદા ન પડે? પાપ પકડાઈ જતા શાળાના આચાર્ય બચાવમાં આવ્યા છે. તેમનું કહેવું છે કે બાળકોને બીજું અનાજ લાવી ભોજન કરાવવામાં આવ્યું હતું.

મધ્યાહન ભોજન બનાવતા મહિલા કાર્યકરે પણ બળાપો કાઢ્યો કે કાયમ આવું જ અનાજ આવે છે. આમાંથી ભોજન કેવી રીતે બનાવવું ? તે ગાંઠના રૂપિયા ખર્ચી બાળકોને બટેટાનું શાક ખવડાવે છે. અલબત્ મધ્યાહન ભોજન સંચાલિકાએ આગળ આ અંગે જાણ કરી. પરંતુ આચાર્ય દ્વારા અહીં આગળ રજૂઆત કેમ ન કરવામાં આવી તે મોટો સવાલ છે. શું આચાર્યની પણ મિલિભગત હતી કે? જો ઉપરથી સડેલુ અનાજ આવતુ હતુ તો રજૂઆત કેમ કરવામાં ન આવી? હાલ જિલ્લાની તમામ શાળાઓમાં મધ્યાહન ભોજનની ગુણવત્તાની તપાસની માગ ઉઠી છે.

ક્યા સમયે કરવુ જોઈએ પિતૃઓનું શ્રાદ્ધ? ખોટા મુહૂર્તમાં કરશો તો પૂર્વજો નહીં સ્વીકારે- જાણો પિતૃ તર્પણનો યોગ્ય સમય અને મુહૂર્ત

Follow Us
Loading...
Unable to load recommendations.