Surendranagar: વસ્તડી પૂલ દુર્ઘટનામાં તંત્રની ઘોર બેદરકારી, લેખિતમાં ફરિયાદ અપાઈ હોવા છતા નિષ્ક્રિય બેસી રહ્યુ તંત્ર

|

Sep 26, 2023 | 9:09 PM

Surendranagar: સુરેન્દ્રનગરમાં વસ્તડી-ચુડાને જોડતો પૂલ રવિવારે સાંજે તૂટી પડ્યો હતો. આ પૂલ દુર્ઘટનામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.  દુર્ઘટનાના 14 કલાક બાદ તંત્ર હરકતમાં આવ્યુ હતુ. જ્યારે અગાઉ પૂલ તૂટવા અંગે લેખિતમાં ફરિયાદ આપી ભીતિ વ્યક્ત કરાઈ હોવા છતા તંત્ર દ્વારા તેને ગંભીરતાથી લેવામાં ન આવી અને તંત્ર જાણે મોટી દુર્ઘટનાની રાહે બેસી રહ્યુ. સ્થાનિકોનો સીધો આક્ષેપ છે માત્રને માત્ર તંત્રની બેદરકારીના પાપે જ પૂલ દુર્ઘટના સર્જાઈ છે.

Surendranagar: વસ્તડી પૂલ દુર્ઘટનામાં તંત્રની ઘોર બેદરકારી, લેખિતમાં ફરિયાદ અપાઈ હોવા છતા નિષ્ક્રિય બેસી રહ્યુ તંત્ર

Follow us on

Surendranagar: સુરેન્દ્રનગરમાં પ્રશાસનની બેદરકારીના કારણે વસ્તડી-ચુડા ગામને જોડતો પુલ રવિવારે તૂટી પડ્યો. પુલ પરથી ડમ્પર અને બાઇક ચાલક સહિત 4 લોકો નીચે પટકાયા હતા. સદનસીબે કોઈને ગંભીર ઇજા પહોંચી નથી પરતું આ દુર્ઘટનાના  14 કલાક બાદ તંત્ર હરકતમાં આવ્યું. પણ પુલ દુર્ઘટના પાછળ આ બેદરકારી કોની તેવા સવાલના જવાબમાં તંત્ર એકબીજા પર ઠીકરું ફોડતા સાંભળવા મળ્યા. ત્યારે ગામના સરપંચે પુલ જર્જરિત હોવાથી ગમે ત્યારે પુલ તૂટી શકે છે. જેની લેખિતમાં ફરિયાદ કરી હતી છતાં પણ તંત્ર જાણેમોટી દુર્ઘટનાની રાહે હતુ.

4 મહિના પહેલા જ માર્ગ મકાન વિભાગને લેખિતમાં કરાઈ હતી ફરિયાદ

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી અને ચુડાને જોડતો ભોગાવો નદી પર વસ્તડી ગામ પાસેનો પુલ રવિવારે સાંજે 6 વાગ્યાના અરસામાં તૂટી પડ્યો. આ પુલ ગમે તે ઘડીએ તૂટશે તેવી જાણ સુરેન્દ્રનગરના પ્રશાસનને પહેલેથી જ ખબર હતી. કેમકે વસ્તડી ગામના સરપંચ ઘનશ્યામ ગોહિલે બે વખત આ પુલ જર્જરિત છે અને ગમે ત્યારે તૂટશે તેવી લેખિતમાં જાણ કરેલી હતી.

એક વર્ષ પહેલાં અને 4 મહિના પહેલા માર્ગ અને મકાન વિભાગને લેખિતમાં અને મૌખિકમાં પણ જાણ કરી હતી. જેની સામે પ્રશાસન દ્વારા માત્ર ચેતવણી આપતા બોર્ડ લગાવ્યા હતા અને પુલ પર બંને બાજુની પાળી નજીક બાંબુ લગાવી બેરિકેટિંગ કર્યું હતું. બસ આટલી કામગીરી કરી પ્રશાસને સંતોષ માની લીધો હતો અને તેના પરિણામ સ્વરૂપ આ પુલ તૂટવાની દુર્ઘટના બની. જેનો ભોગ હાલ સ્થાનિક લોકો બની રહ્યા છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

પૂલ તૂટતા 30 ગામના લોકોને ભારે હાલાકી

વઢવાણથી ચુડા તરફના 109 જેટલા ગામના લોકોનો આ મુખ્ય માર્ગ હતો જે અત્યારે તૂટી ગયો છે. પુલથી નજીકના 30 ગામના લોકો તો અત્યંત મુશ્કેલીમાં મુકાયા છે. પુલ તૂટતાં ભોગાવો ડેમના જોખમી રસ્તે પસાર થવા લોકો મજબૂર બન્યા છે. સિંગલ પટ્ટી રોડ અને કાચો રોડ હોવાના કારણે વાહનચાલક ગમે ત્યારે કંટ્રોલ ગુમાવે તેવી પરિસ્થિતિ છે. રોડની બંને તરફ ઊંડી ખાય છે. સામેથી વાહન આવે તો ક્રોસ કરવામાં મુશ્કેલી પડે છે.

બીજી તરફ આવો 9 કિલોમીટરનો ધક્કો ના ખાવો પડે માટે લોકો ભોગાવો નદીમાં સાથળ સમા પાણીમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે. જેમાં મહિલાઓ, વૃદ્ધો અને બાળકો પણ પાણીના વહેણમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. જોકે ઘટના કલાકો બાદ પણ ગામજનો અવર જવર માટેનો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી ન હતી. જેથી ગામજનોમાં રોષ હતો.

પૂલ તૂટતા બાળકોને શાળાએ જવા માટેનો એકમાત્ર માર્ગ થયો બંધ, અભ્યાસ પર માઠી અસર

વસ્તડી પુલ તૂટતાં નજીકના ગામના લોકોનું જનજીવન ખોરવાયું છે અને જોખમાયું પણ છે.  બીજી તરફ 600થી વધુ બાળકોનો અભ્યાસ પણ બગડ્યો છે અને હજુ બગડી રહ્યો છે. વસ્તડી ગામમાં હાઇવે પાસે સ્વામિનારાયણ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં અંદાજિત 650 જેટલા બાળકો અભ્યાસ કરે છે. જે પૈકી વસ્તડી ગામના 525થી વધુ બાળકો છે અને ચુડા ગામના 125થી વધુ બાળકો અભ્યાસ કરે છે.

પુલ તૂટ્યો હોવાથી આ બંને ગામના 500થી વધુ બાળકોને શાળા સુધી પહોંચવાનો રસ્તો બંધ થતાં બાળકો શાળાએ પહોંચી શકતા નથી અને હજુ કેટલા દિવસ સ્કૂલે નહિ પહોંચી શકે તે પણ નક્કી નથી. પરતું આ દુર્ઘટના રવિવારે બની હોવાથી મોટી જાનહાની ટળી છે કારણકે વસ્તડી ગામના 500 થી વધુ બાળકોને બસ મારફતે સ્કૂલમા લઈ જવામાં આવે છે.

અધિકારીઓ, ધારાસભ્ય, પ્રશાસન દ્વારા એકબીજા પર દોષારોપણ, જવાબદારીમાંથી છટકતા જોવા મળ્યા

વસ્તડીનો પુલ તૂટ્યા બાદ સુરેન્દ્રનગરના અધિકારીઓ અને વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દોડતા ઘટના સ્થળે આવ્યા હતા. તમામ લોકોએ tv9ve કેમેરા સમક્ષ કરેલા નિવેદન પરથી એવું લાગે છે કે, આ લોકો દુર્ઘટના કોની બેદરકારીથી થઈ છે તે નક્કી કરવાના બદલે જવાબદારીમાંથી છટકવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. તંત્ર દ્વારા પણ એકબીજા પર ઠીકરુ ફોડવાનો પ્રયાસ કરવાનો કરવામાં આવ્યો. કલેકટર કે સી સંપતએ દુર્ઘટના પાછળ RTO વિભાગ જવાબદાર હોવાનું જણાવ્યું.

વઢવાણના ઇન્ચાર્જ પ્રાંત અધિકારી પી એચ ગળચરએ પોલીસની જવાબદારી હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે, પુલ જર્જરિત હોવાથી ભારે વાહન પસાર ન થાય તે માટે પોલીસ વિભાગને તાકીદ કરવામાં આવી હતી. જોકે વઢવાણના ધારાસભ્યએ તો પ્રજા ઉપર જ દોષારોપણ કરી નાખ્યું અને ધારાસભ્યએ જણાવ્યું કે, ચેતવણીના બોર્ડ માર્યા હતા, બેરિકેડિંગ કર્યું હોવા છતાં લોકો અહીથી પસાર થતા હતા પરિણામે આ દુર્ઘટના બની છે.

માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર પ્રકાશ બલદાણીયા કહેવું છે જર્જરિત પુલ હોવાથી સંબંધિત વિભાગને જાણ કરી હતી અને ચેતવણી બોર્ડ મૂકીને સંતોષ માન્યો હતો. તમામે એક વાત એક્સુરે કહી કે તપાસના અંતે કસૂરવાર સામે કાર્યવાહી કરાશે. આ જવાબ દરેક દુર્ઘટના બાદ ગુજરાતની જનતાને અધિકારી અને પદાધિકારી પાસેથી સાંભળવાની ટેવ પડી ગઈ છે.

આ પણ વાંચો: Breaking News : સુરેન્દ્રનગરના વસ્તડી નજીક તૂટ્યો પુલ, અંદાજીત 10થી વધુ લોકો પાણીમાં ગરકાવ, જુઓ Video

તંત્રની બેદરકારીના પાપે સ્થાનિકોને પારાવાર હાલાકી

પુલ દુર્ઘટનામાં સીધી જવાબદારી માર્ગ અને મકાન વિભાગની છે કારણકે મોરબી ઝુલતા પુલની દુર્ઘટના સમયે હાઇકોર્ટે દ્વારા જર્જરિત પુલની માહિતી મંગાવી હતી. જેમાં આ પુલ વિશે માહિતી આપી હતી. એટલું જ નહીં વસ્તડી ગામના સરપંચ અનેક વખત પુલ જર્જરિત ફરિયાદ કરી પણ તેમની રજુઆત સાંભળવાની તંત્રએ તસ્દી ના લીધી જેનું આ પરિણામ આવ્યું. જોકે એક મહિના પહેલા જ જર્જરિત પુલ નવો બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગે દરખાસ્ત મોકલાવી હતી. જેનો આશરે 15 કરોડના ખર્ચે તૈયાર કરવાની દરખાસ્ત મોકલી હતી. પરતું 40 વર્ષ જૂના પુલ પર ખનન ચોરીના ડમ્પર બેફામ ચાલતા હોવાથી પુલ નબળો પડ્યો હોવાનું સામે આવ્યું છે.

R&B ના અધિકારી કહેવું છે વર્ષ 1988-89 માં સુરેન્દ્રનગરના મહાવીર કન્સ્ટ્રક્શન નામની એજન્સી દ્વારા વસ્તડી પુલ બનાવવામાં આવ્યો હતો,જે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ પુલ બનાવવા આવ્યો હતો પણ 1998માં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતે રાજ્યના માર્ગ અને મકાન વિભાગને આ પુલ સોંપ્યો હતો. જે બાદ માર્ગ અને મકાન વિભાગે જાળવણી કરવાની હોય છે પરંતુ તંત્રની બેદરકારી કારણે પુલ ધરાશાઈ થયો.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:06 pm, Tue, 26 September 23

Next Article