Surendranagar : સુરેન્દ્રનગર અને વઢવાણમાં રસી લેવા લોકોની ભીડ ઉમટી, પરંતુ રસીની અછત

|

Jun 29, 2021 | 1:56 PM

Surendranagar : કોરોના વેક્સિનને (Vaccine) લઈને લોકો જાગૃત થઇ રહ્યા છે. પરંતુ વેક્સિનનો સ્ટોક ન હોય લોકોને મુશ્કેલી પડી રહ્યી છે. સુરેન્દ્રનગરમાં પણ વેક્સિન ન હોવાને લઈને કેન્દ્રો બંધ કરવામાં આવ્યા હતા.

Surendranagar : સુરેન્દ્રનગર અને વઢવાણમાં રસી લેવા લોકોની ભીડ ઉમટી, પરંતુ રસીની અછત
સુરેન્દ્રનગરમાં રસીનો સ્ટોક જ નથી

Follow us on

Surendranagar : ઝાલાવાડમાં રસી (Vaccine) લેવાનો ઉત્સાહ લોકોમાં છે, પરંતુ રસીની અછતને કારણે લોકોએ પાછું ફરવું પડે છે. રસીકરણ મહાભિયાન અંતર્ગત જિલ્લામાં 70 જેટલા કેન્દ્ર પર રસી આપવાનું ચાલુ કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરવાસીઓ રસીને લઈને જાગૃત થયા હોય વેક્સિનેશન સેન્ટરની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી.

સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં કોરોના વેક્સિન લેવા લોકોની ભીડ ઉમટી હતી. અર્બન હેલ્થ સેન્ટરમાં લોકોની વધતી ભીડને ધ્યાને લઈ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. કોરોના વેક્સિનનો જથ્થો પુરતો ઉપલબ્ધ ન હોવાથી અમુક રસિકરણ કેન્દ્ર બંધ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 15 હજાર ડોઝની સામે 5,000 રસીના ડોઝ આવતા હોવાનું કહેવામાં આવ્યું હતું. રસીકરણ મહાભિયાન બાદ 37 કેન્દ્રો પર રસીકરણનું કાર્ય અટકી ગયુ હોવાનું સામે આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધી 4,82,342 લોકોનું રસીકરણ થયું છે. જે પૈકી 3,90,212 પ્રથમ ડોઝ અને તેમજ 92,130 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો. જેમાં 18-44 વયના 1,81,558, 45-60ની ઉંમરના 1,69,343 તેમજ 60 થી ઉપર વર્ષના 1,31,441 લોકોએ વેક્સીન લીધી હતી. નોંધનીય છે કે, 18 જૂનના રોજ સુરેન્દ્રનગરમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો જે રાહતના સમાચાર છે.

Next Article