ચોટીલા મંદિરમાં દર્શન માટે રસીકરણ ફરજિયાત, વેક્સિન લીધેલી વ્યક્તિને જ મળશે મંદિરમાં પ્રવેશ

ચોટીલા મંદિરમાં દર્શન માટે રસીકરણ ફરજિયાત, વેક્સિન લીધેલી વ્યક્તિને જ મળશે મંદિરમાં પ્રવેશ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 10:20 PM

ચોટીલા મંદિરે દર્શનાર્થે આવનાર ભક્તોમાં જેની પાસે રસીનું પ્રમાણપત્ર સાથે હશે તેને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

SURENDRANAGAR : સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા (Chotila)માં હવે રસીકરણ વગર માં ચામુંડાના દર્શન નહી કરી શકાય. ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા આજથી નવો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોટીલા મંદિરમાં દર્શન માટે રસીકરણ (Vaccination) ફરજિયાત કરવામાં આવ્યું છે અને વેક્સિન લીધેલી વ્યક્તિને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. ચોટીલા મંદિરે દર્શનાર્થે આવનાર ભક્તોમાં જેની પાસે રસીનું પ્રમાણપત્ર સાથે હશે તેને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. દર્શનાર્થે જતા તમામ ભાવિકોએ વેક્સિનનું પ્રમાણપત્ર ફરજીયાતપણે બતાવવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હવે વિવિધ સ્થળોની મુલાકાત માટે રસીકરણને ફરજિયાત કરવામાં આવ્યું છે. ગઈકાલે અમદાવાદ મહાનગરપાલિકા અને ભાવનગર મહાનગરપાલિકાએ પણ આ દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

અમદાવાદમાં હવે જો વેક્સિનનો એક પણ ડોઝ નહીં લીધો હોય તો AMTS-BRTS, તેમજ અમદાવદના આ સ્થળોએ પ્રવેશ નહીં આપવામાં આવે. જો વેક્સિનનો પ્રથમ ડોઝ અને બીજો ડોઝ લેવા યોગ્ય લોકોએ વેક્સિન લીધેલી હશે તો જ જાહેર સ્થળોએ તેમને એન્ટ્રી આપવામાં આવશે.

એક અથવા બંને ડોઝ (જો લેવા માટે યોગ્ય હોય તો) વેક્સિન લીધી હોય તેમને વિવિધ મ્યુનિસિપલ સેવાઓ પર એન્ટ્રી આપવામાં આવશે. પ્રવેશદ્વાર પર રસી પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવશે. 20 સપ્ટેમ્બર, સોમવારથી આ નિયમ અસરકારક બનશે.

ભાવનગર મહાનગરપાલિકાએ પણ આ દિશામાં નિર્ણય લીધો છે કે ભાવનગર શહેરમાં આગામી તા. 20-09-2021 બાદ ભાવનગર મહાનગરપાલિકા હસ્તકની તમામ મીલ્કતો અને તમામ આનંદ પ્રમોદનાં સ્થળો ઉપર કોરોના રસીનાં પ્રથમ અથવા બન્ને ડોઝ લીધેલ વ્યકિતઓને જ પ્રવેશ આપવામાં આવશે.

આ પણ વાંચો : RAJKOTની જીવાદોરી સમાન આજી-1 ડેમ ઓવરફલો થતા રાજકોટ પરથી જળસંકટના વાદળો દુર થયા

આ પણ વાંચો : ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી સામેના ચેક રીટર્ન કેસમાં પડી રહી છે તારીખ પે તારીખ ! રાજકોટમાંથી કરવામાં આવ્યો છે કેસ

g clip-path="url(#clip0_868_265)">