AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી સામેના ચેક રીટર્ન કેસમાં પડી રહી છે તારીખ પે તારીખ ! રાજકોટમાંથી કરવામાં આવ્યો છે કેસ

Rajkumar Santoshi વિરુદ્ધ રાજકોટના એક બિલ્ડરે વર્ષ 2013માં ચેક રીટર્ન થવાનો કેસ દાખલ કર્યો છે.

ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી સામેના ચેક રીટર્ન કેસમાં પડી રહી છે તારીખ પે તારીખ ! રાજકોટમાંથી કરવામાં આવ્યો છે કેસ
The cheque return case against filmmaker Rajkumar Santoshi is being delayed
Mohit Bhatt
| Edited By: | Updated on: Sep 18, 2021 | 9:33 PM
Share

RAJKOT : ‘દામિની’ ફિલ્મનો એક પ્રખ્યાત ડાયલોગ છે તારીખ પે તારીખ …તારીખ પે તારીખ..! આ ડાયલોગ અત્યારે આ ફિલ્મના નિર્માતા રાજકુમાર સંતોષી (Rajkumar Santoshi)ને જ લાગુ પડી રહ્યો છે. બોલિવુડના જાણીતા લેખક-નિર્માતા રાજકુમાર સંતોષી આજે ચેક રિર્ટન થવાના કેસમાં કોર્ટમાં હાજર રહ્યા હતા.

5 કરોડનો ચેક રીટર્ન થયો હતો વર્ષ 2013માં રાજકોટના એક બિલ્ડરે 5 કરોડ રૂપિયા જેટલી રકમ રાજકુમાર સંતોષી (Rajkumar Santoshi)ને આપી હતી બદલામાં સંતોષીએ એક ચેક તેમને આપ્યો હતો. જ્યારે બિલ્ડરે આ ચેક જમા કરાવ્યો ત્યારે તે રિટર્ન થયો હતો જેના કારણે રાજકોટની કોર્ટમાં ફરિયાદ થઇ હતી.આજે કોર્ટે મોકલેલ સમન્સને આધારે રાજકુમાર સંતોષી નેગોશિએબલ કોર્ટમાં હાજર રહ્યા હતા. જો કે ત્યાંના ન્યાયાધીશ રજા પર હોવાથી માત્ર હાજરી પુરી હતી અને કોર્ટે વધુ સૂનવણી 5 ઓક્ટોબરે હાથ ધરવાનો હુક્મ કર્યો છે.

2013 થી રાજકોટના બિલ્ડર સાથે ચાલે છે વિવાદ મળતી માહિતી પ્રમાણે ફિલ્મ જગત સાથે સંકળાયેલા રાજકોટના બિલ્ડરે વર્ષ 2013 માં હાથ ઉછીના પેટે 5 કરોડ રૂપિયા જાણીતા લેખક-નિર્માતા રાજકુમાર સંતોષી (Rajkumar Santoshi)ને આપ્યા હતા, જેના જામીન પેટે એક ચેક પણ આપ્યો હતો. ત્યાર બાદ અવારનવાર રૂપિયા પરત માંગવા છતા આપવામાં આવ્યા ન હતા અને અંતે બિલ્ડરે ચેક બેંકમાં ક્લીયરીંગ માટે આપતા તે રિટર્ન થયો હતો અને જેના આધારે બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી.

ફલાઇટ રદ્દ થતા સવારે પહોંચ્યા રાજકોટ કોર્ટ મુદ્દતે આવવા માટે રાજકુમાર સંતોષી શુક્રવારે રાત્રે મુંબઇથી નીકળ્યા હતા પરંતુ તેમની ફલાઇટ રદ્દ થઇ હતી. જે બાદ તેઓ સવારની ફલાઇટમાં રાજકોટ આવ્યા હતા અને કોર્ટમાં હાજર રહ્યા હતા.રાજકુમાર સંતોષીના વકીલ તરીકે બિનેસ પટેલ જ્યારે બિલ્ડરના વકીલ તરીકે પ્રવિણ કોટેચા રોકાયા છે.

રાજકુમાર સંતોષી (Rajkumar Santoshi)એ અનેક ફિલ્મના નિર્માતા છે. તેમણે અંદાજ અપના અપના,દામિની,ઘાયલ,ખાખી,ચાઇના ગેઇટ,અજબ પ્રેમ કી ગજબ કહાની સહિત અનેક ફિલ્મો તૈયાર કરી છે.

આ પણ વાંચો : Surat: ખાનગી હોસ્પિટલમાં જે સારવારનો ખર્ચ થાય છે લાખોમાં, તે સારવાર ફ્રીમાં કરી સુરત સિવિલના તબીબોએ બચાવ્યો બાળકનો જીવ

આ પણ વાંચો : ભારતીય વાયુસેનાના SWAC હેડક્વાર્ટર દ્વારા કુદરતી કૃષિ-ખેતીવાડીના પ્રોત્સાહન માટે પ્રદર્શન સાથે વેચાણનું આયોજન કરવામાં આવ્યું

શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
g clip-path="url(#clip0_868_265)">