સુરેન્દ્રનગરમાં બીજ નિગમને અલીગઢી તાળા ! ધારાસભ્યની ઓચિંતી મુલાકાતે ગુટલીબાજ કર્મચારીઓની પોલ ખોલી

|

Jun 05, 2022 | 9:52 AM

કચેરીમાં માત્ર 4 કર્મચારીઓનો જ સ્ટાફ કાર્યરત છે,પરંતુ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ (MLA Naudhad Solanki) જ્યારે કચેરીની મુલાકાત કરી ત્યારે ચાર પૈકીના એક પણ કર્મચારી કચેરીમાં હાજર હતા નહી.

સુરેન્દ્રનગરમાં બીજ નિગમને અલીગઢી તાળા ! ધારાસભ્યની ઓચિંતી મુલાકાતે ગુટલીબાજ કર્મચારીઓની પોલ ખોલી
MLA Naushad Solanki

Follow us on

સુરેન્દ્રનગરમાં(Surendranagar)  બીજ નિગમની ઓફિસે ધારાસભ્ય નૌશાદ સોલંકીએ(MLA Naushad Solanki)  મુલાકાત લેતા કચેરીનો સમગ્ર સ્ટાફ ગાયબ  જોવા મળ્યો હતો. ધારાસભ્યના જણાવ્યા પ્રમાણે કચેરી બંધ રહેતી હોવાની ખેડૂતો (Farmer) દ્વારા તેઓને અનેક ફરિયાદો મળી છે,ત્યારે શનિવારે  જાત મુલાકાત લેતા કચેરીએ તાળા મારેલા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, કચેરીમાં માત્ર 4 કર્મચારીઓનો જ સ્ટાફ (Govt Employe) કાર્યરત છે,જેમાં ચાર પૈકીના એક પણ કર્મચારી કચેરીમાં હાજર હતા નહી. આ ચારેય કર્મચારીઓેને સસ્પેન્ડ કરવા ધારાસભ્યે માગ કરી છે.તેમજ તેમની સામે ખાતાકિય પગલા લેવા પણ જણાવ્યુ છે.

 ભ્રષ્ટાચાર સામે સરકારની લાલ આંખ

લાંચ અને ખોટી રીતે લાભ (Corruption) કરાવવા મામલે CBI દ્વારા સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ (IAS K Rajesh) સામે તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા પટેલે 11 મેએ 27 મુદ્દા સાથેનો 15 પાનાંનો એક પત્ર લખી કે. રાજેશની નાણાકીય ગેરરીતિનો ઘટસ્ફોટ કર્યો હતો. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને મુખ્યમંત્રીને લખવામાં આવ્યો હતો અને કે. રાજેશ વિરુદ્ધ સીબીઆઇ તપાસની માગ કરી હતી. તેથી હવે IAS કે. રાજેશની મુશ્કેલીઓ આગામી સમયમાં વધી શકે છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

સમગ્ર કેસની તપાસમાં CBIને IAS કે. રાજેશ સામે સજ્જડ પુરાવા મળી રહ્યા છે. કે. રાજેશના 80 થી વધુ બેન્ક ખાતા તેમજ લોકરમાંથી રૂપિયા અને દાગીના ઉપરાંત કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જેના પરથી CBI આવક કરતા વધુ સંપત્તિનો ગુનો તેમની સામે નોંધી શકે છે.

Published On - 9:51 am, Sun, 5 June 22

Next Article