સુરેન્દ્રનગરના ( Surendranagar ) ચોટીલા હાઈવે પર ડમ્પરની અડફેટે 2 યુવકોના મોત થયા છે. આ અકસ્માત ડમ્પર ચાલકની બેદરકારીના કારણે સર્જાયો છે. ડમ્પરનો ડ્રાઈવર ડમ્પર મૂકીને ક્યાંક ગયો હતો તે સમયે ડમ્પર ઢાળમાં ચાલવા લાગતા બે રાહદારીઓને અડફેટે લઈ લીધા હતા. બંને યુવકોને અડફેટે લઈ ડમ્પર સીધુ જ મામલતદાર કચેરીની દિવાલ સાથે અથડાયું હતું. જોકે રવિવારની રજા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. મૃતક બંને યુવકો રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ડમ્પર રોંગ સાઈડમાંથી સીધુ જ રોડ ક્રોસ કરીને ચાલતા જઈ રહેલા બે યુવકો ઉપર ફરી વળે છે.
CCTV Footage: Two died after being hit by a dumper in #Surendranagar#Gujarat #TV9News pic.twitter.com/d6B1rGt0sI
— Tv9 Gujarati (@tv9gujarati) May 15, 2023
રાજ્યમાં બનેલી અકસ્માતની અન્ય ઘટનાઓ
તો બીજી બાજુ મહેસાણાના નંદાસણ નજીક લક્ઝરી બસ પલટી ખાતા 2 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. લક્સરી બસ સુરતથી જોધપુર તરફ જઈ રહી હતી ત્યારે અચાનક પલટી ખાધી હતી. લક્સરી બસ પલટી ખાતા 5-6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિકો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને ઈજાગ્રસ્ત લોકોને કલોલની હોસ્પિટલમા સારવાર અર્થે 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થાનિકો દ્વારા પોલીસ જાણ કરવામાં આવી હતી. તેમજ ઘટના સ્થળે 3 ક્રેન અને પોલીસ પહોંચી હતી. અને પોલીસે તપાસ હાથ ધરી હતી.
ભાવનગરમાં મહુવા નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે નેશનલ હાઈવે-8 પર મહુવાથી વડલી ગામ તરફ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. મળતી માહિતી અનુસાર રિક્ષા મહુવાની આરબીકે હનુમંત હાઈસ્કૂલ શાળાની હતી
રાજકોટના ટાગોર રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર શો રૂમમાં ઘુસી હતી અને અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ રોડ નજીક આવેલ ઇન્ટિરિયરના શો રૂમમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું.
આ અગાઉ પણ રાજકોટથી વિસાવદર જતી જાનૈયાઓની ટ્રાવેલ્સ બસ અને યુટીલિટી વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રાવેલ્સ નજીકમાં આવેલી નોનવેજની લારીને અડફેટે લઈને કારખાનાની દિવાલમાં ઘુસી ગઈ હતી. જો કે જાનૈયાઓને કોઈ ઈજા થઈ ન હતી
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…