સુરેન્દ્રનગરના થાનગઢ વિસ્તારમાં દોઢ વર્ષની મૃત બાળકી પર દુષ્કર્મ થયું હોવાનો આક્ષેપ થયો છે. દફનવિધિ બાદ બાળકીનો મૃતદેહ અસ્તવ્યસ્ત હાલતમાં મળી આવતા દુષ્કર્મની આશંકા છે. બાળકીનો મૃતદેહ અસ્તવ્યસ્ત મળી આવતા પરિવારજનો રોષે ભરાયા હતા અને મૃતદેહને લઇ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરે તપાસમાં મૃત બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કર્યું હતું. જેને લઇ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ લઇ જવાયો હતો.
પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડશે કે બાળકી સાથે દુષ્કર્મ થયું છે કે નહીં. હાલ તો રોષે ભરાયેલા પરિવારજનોએ મૃત બાળકી સાથે આવું કૃત્યુ કરનાર સામે કડક કાર્યવાહીની માગ કરી છે. મહત્વનું છે કે જન્મથી બીમાર બાળકીની સારવાર ચાલું હતું. આ દરમિયાન 25 ફેબ્રુઆરીએ સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું.
સુરેન્દ્રનગરના થાનગઢમાં દોઢ વર્ષની મૃત બાળકી પર દુષ્કર્મ થયું હોવાનો આક્ષેપ; દુષ્કર્મ કરનાર સામે કડક કાર્યવાહીની પરિવારજનોની માગ#Surendranagar #Gujarat #TV9News pic.twitter.com/sWt6XAP5Xl
— Tv9 Gujarati (@tv9gujarati) February 27, 2023
આ અગાઉ પણ રાજકોટમા પણ દુષ્કર્મની ઘટના જોવા મળી હતી. શહેરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક આવેલા પામ યુનિવર્સ એપાર્ટમેન્ટમાં ઘરકામ માટે આવતી 17 વર્ષીય સગીરાને આ જ એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતા હિતેષ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિએ ત્રણ ત્રણ વખત દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવ્યાની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સગીરાની માતાની ફરિયાદના આધારે પોલીસે હિતેષ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો કલમ હેઠળ ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. પિડીતાની માતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી છે.પરિવારને મદદ કરવા માટે તેની દિકરી તેની સાથે પામ યુનિવર્સ એપાર્ટમેન્ટના કેટલાક ફ્લેટમાં ઘરકામ કરતી હતી.