સુરેન્દ્રનગર : મુળચંદ ગામ નજીકનો સુએઝ પ્લાન્ટ નકામો સાબિત થયો, કેમ પ્લાન્ટનો હેતુ થયો ફેઇલ ?

|

Nov 18, 2021 | 5:52 PM

સુરેન્દ્રનગરની દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલીકા વિસ્તારમાં સરકાર દ્વારા કરોડો રૂપીયાના ખર્ચે શહેર આખામાં ભૂગર્ભ ગટરો નાખવામાં આવી છે. અને શહેર આખાનું ગટરોનું ગંદુ પાણી શુદ્ધ કરવા માટે એકાદ વર્ષ પહેલા વઢવાણ નજીક મુળચંદ ગામ રોડ પર પાલીકા દ્વારા રૂપીયા 32 કરોડના ખર્ચે સુએઝ પ્લાન્ટ બનાવી અને આ પાણી શુદ્ધ કરવાનો પ્લાન્ટ બનાવવામાં આવેલ છે.

સુરેન્દ્રનગર : મુળચંદ ગામ નજીકનો સુએઝ પ્લાન્ટ નકામો સાબિત થયો, કેમ પ્લાન્ટનો હેતુ થયો ફેઇલ ?
મુળચંદ ગામ-સુએઝ પ્લાન્ટ

Follow us on

સુરેન્દ્રનગર નગર પાલીકા દ્વારા ગટરોના ગંદા પાણીને શુદ્ધ કરવા માટે એક વર્ષ પહેલા રૂપિયા 32 કરોડના ખર્ચે મુળચંદ ગામ નજીક સુએઝ પ્લાન્ટ બનાવાયો છે. આ પ્લાન્ટમાં ગટરોના ગંદા પાણીને શુદ્ધ કરીને કારખાનેદારોને આપવાનું આયોજન હતું. પરંતુ ઉદ્યોગકારો આ સુએઝ પ્લાન્ટનું શુદ્ધ કરેલ પાણી લેતા ન હોઇ અને આ પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન હોઇ રોજ શુદ્ધ કરેલ પાણી 3.23 લાખ લીટર ભોગાવો નદીમાં વહાવી દેવું પડતું હોઇ લોકો આ ટેક્ષના રૂપિયાનો ધુમાડો થતો જોઇ લોકોમાં રોષ ફેલાયો છે.

સુરેન્દ્રનગરની દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલીકા વિસ્તારમાં સરકાર દ્વારા કરોડો રૂપીયાના ખર્ચે શહેર આખામાં ભૂગર્ભ ગટરો નાખવામાં આવી છે. અને શહેર આખાનું ગટરોનું ગંદુ પાણી શુદ્ધ કરવા માટે એકાદ વર્ષ પહેલા વઢવાણ નજીક મુળચંદ ગામ રોડ પર પાલીકા દ્વારા રૂપીયા 32 કરોડના ખર્ચે સુએઝ પ્લાન્ટ બનાવી અને આ પાણી શુદ્ધ કરવાનો પ્લાન્ટ બનાવવામાં આવેલ છે. પાલીકા દ્વારા આ સુએઝ પ્લાન્ટનું પાણી શુદ્ધ કરીને GIDC ના ઉદ્યોગકારોને આપવાનો હેતુ હતો.

પરંતુ સુએઝ પ્લાન્ટ સરકાર દ્વારા તૈયાર થયા બાદ એક વર્ષથી પ્લાન્ટમાં ગટરોના પાણીને શુદ્ધ કરવામાં આવે છે. પરંતુ પ્લાન્ટ ચાલુ થયા સાદ ઉદ્યોગકારોએ શુદ્ધ કરેલ પાણી લેવાનો નનૈયો ભણી દેતા રોજનું 3.23 લાખ લીટર શુદ્ધ કરેલ પાણી યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોઇ ભોગાવો નંદીમાં આ પાણી છોડવામાં આવે છે. પાલીકા દ્વારા આ પ્લાન્ટ બનાવી અને ઉદ્યોગકારોને શુદ્ધ કરેલ પાણી રૂપિયા પાંચનું એક લીટર દેવાનો હેતુ હતો. પરંતુ હાલ કારખાનેદારોએ પાણી નહી લેતા જેથી પ્રજાના રૂપિયાનો ધુમાડો થયો હોઇ તેવો ઘાટ સર્જાયો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બીજી તરફ પાલીકાની અણઘડ વ્યવસ્થાને લીધે પાણી નદીમાં વહેવડાવું પડે છે. જો પાલીકા કારખાનેદારને પાણી આપવા માગતી હોઇ તો પહેલા GIDC વિસ્તારમાં પાણીની લાઇનો કારખાના સુધી બિછાવી પડે. પરંતુ સુએઝ પ્લાન્ટથી કારખાનેદારો સુધી કોઇ પાણી પહોંચાડવાની વ્યવસ્થા નથી.

બીજી તરફ જો આ શુદ્ધ કરેલ પાણી નદીમાં વહેવડાવાના બદલે ખેડુતોને આ પાણી આપવામાં આવે તો મુળચંદ આજુબાજુના ખેડુતોને લાભ મળી શકે છે. પરંતુ હાલ પાલીકા પાસે કોઇ પણ જાતની સુવિધા કે પ્લાન ન હોઇ રોજ સુએઝ પ્લાન્ટમાં ફીલ્ટર કરેલ પાણી ભોગાવો નદીમાં વહેવડાવુ પડે છે. લોકોએ પણ આ પ્લાનટનો હેતુસર અને લોકોના ટેક્ષના રૂપિયાથી થયેલ ધુમાડો થતો અટકે તેવી માંગ કરી છે.

Next Article