Surat : ડીંડોલીમાં લગ્નની વર્ષગાંઠે પત્નીએ કર્યો આપઘાત, મૃતકના પિતાએ પતિ અને સાસરિયાં સામે કરી ફરિયાદ

|

Mar 16, 2023 | 1:22 PM

હીરામ વિનાયક ત્રંબક પાટીલે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં તેમની દિકરીના આપઘાત બાદ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. તેમની દીકરી નેહાના લગ્ન 14 માર્ચ 2017માં ભગવાન નથ્થુ બોરસેના દિકરા વિનોદ બોરસે સાથે થયા હતા.

Surat : ડીંડોલીમાં લગ્નની વર્ષગાંઠે પત્નીએ કર્યો આપઘાત, મૃતકના પિતાએ પતિ અને સાસરિયાં સામે કરી ફરિયાદ

Follow us on

સુરત ના ડીંડોલી વિસ્તારમાં પરિણીતાએ સાસરિયાંના ત્રાસથી ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પરિણીતાનો પતિ શિક્ષક છે. લગ્નના સમયે 10 તોલા સોનું આપ્યું હોવા છતા પતિ સહિતના સાસરિયાઓ વધુ પાંચ તોલા સોનું માંગતા હતા. જેથી પરિણીતાએ ગઈકાલે લગ્ન વર્ષગાંઠના દિવસે જ ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. મૃતકના પિતાએ ડીંડોલી પોલીસ મથકે પરિણીતાના પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ કર્યો છે.

સાસરિયાનો ત્રાસ

હીરામ વિનાયક ત્રંબક પાટીલે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં તેમની દિકરીના આપઘાત બાદ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. તેમની દીકરી નેહાના લગ્ન 14 માર્ચ 2017માં ભગવાન નથ્થુ બોરસેના દિકરા વિનોદ બોરસે સાથે થયા હતા. જે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. લગ્ન બાદ તે સુરતમાં ડીંડોલી ખાતે શ્યામવીલા રેસીડેન્સીમાં તેના પતિ, સાસુ ચમંગાબેન અને સસરા ભગવાનભાઈ સાથે રહેતી હતી.

આ પણ વાંચો :Surat : વરાછામાં લેડી ડોન ભુરીની ગેંગના સાગરીત રાહુલ બોદાનીની હત્યા, પોલીસે આરોપી કલ્પેશની કરી ધરપકડ

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

મૃતક નેહાને એક દિકરો છે. લગ્ન વખતે હીરામે તેમની દિકરીને 10 તોલા સોનું અને બીજો સરસામાન આપ્યો હતો. છતાં લગ્ન પછી નેહા જ્યારે પણ પિયરમાં જતી ત્યારે કહેતી કે તેના સાસુ-સસરા તેમજ પતિ લગ્નમાં તેના માતા પિતાએ ઓછું સોનું આપ્યુ હોવાનું કહીને ટોણા મારે છે. અને હજી પાંચ તોલા સોનુ તારા માતાપિતા પાસેથી લઇ આવવાનુ કહેતા હતા. નેહાએ તેના પિતા હવે આટલી સગવડ નહી કરી શકે તેમ કહેતા સાસરીયાં તેને શારીરીક તથા માનસિક ત્રાસ આપતા હતા.

નણંદ સાસુ, સસરા અને તેના પતિને ચઢમણી કરતી

દિકરીની ખુશી માટે દોઢેક વર્ષ પહેલા નેહાના પતિને 5 તોલા સોનુ આપ્યું હતું. મુંબઈ ખાતે રહેતી નેહાની નણંદ પણ અવાર નવાર સુરત આવતી ત્યારે નેહાના સાસુ સસરા અને તેના પતિને ચઢમણી કરતી અને કહેતી કે, ‘તું ગામડાની છે. તને કંઇ કામ કરતા કે રહેતા આવડતુ નથી’.વર્ષ 2022માં નેહા તેના ભાઈના લગ્ન માટે ગઈ હતી. ત્યારે પણ નેહાનો પતિ લગ્નના દિવસે જઈને નેહાને સાથે લઇ જવાની જીદ્દ કરી બોલાચાલી કરી હતી. ત્યારે નેહા રિશાઈને તેના પિયરમાં જ હતી. અને પછી વિનોદ તેને લઈ ગયો હતો. ત્યારબાદ નેહાને તેના કોઈ સંબંધીના ત્યાં આવવા જવા નહી દેતા હતા.

નેહાના પિતાની કાકીના અવસાન બાદ તેમની અંતિમવિધીમાં પણ જવા દીધી ન હોતી. ગઈકાલે 14 માર્ચે હીરામને ફોન પર નેહાની તબિયત સીરીયસ હોવાની જાણ થઈ હતી. નેહાના સસરાને ફોન કરતા ઉપાડ્યો નહોતો. બાદમાં નેહાએ તેના લગ્નની વર્ષગાંઠે જ આપઘાત કર્યા હતો. જેને પગલે હીરામે તેના પતિ, સાસુ-સસરા અને નણંદની સામે દુપ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Next Article