Surat : પુણા અને પાણીને છત્રીસનો આંકડો, બે દિવસથી પાણી ન આવતાં ગૃહિણીઓમાં આક્રોશ

|

Jul 20, 2022 | 3:49 PM

હાઈડ્રોલીક (Hydraulic )વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર છેલ્લા ત્રણેક દિવસથી વાલક ઈન્ટેક વેલમાં સમસ્યા સર્જાવા પામી હતી.

Surat : પુણા અને પાણીને છત્રીસનો આંકડો, બે દિવસથી પાણી ન આવતાં ગૃહિણીઓમાં આક્રોશ
Water Problem in Punagam (File Image )

Follow us on

શહેરના પુણા (Puna ) વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પાણીની સમસ્યાને પગલે ગૃહિણીઓનો (Housewives )આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે. આજે વહેલી સવારથી (Morning )પુણા વિસ્તારની ત્રણથી ચાર સોસાયટીની મહિલાઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે પાણીની સમસ્યા અંગે હૈયાવરાળ ઠાવલતાં નિંભર તંત્ર વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. અલબત્ત, વહીવટી તંત્ર દ્વારા પાણીની સમસ્યા અંગે અલગ – અલગ કારણો આપીને હાથ ખંખેરી લેવામાં આવતાં હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો.

પુણા વિસ્તારમાં આવેલા નારાયણ નગર અને શાંતિનિકેતન સહિત આસપાસની સોસાયટીઓમાં છેલ્લા બે મહિનાથી પાણીની સમસ્યા ઉદ્ભવી છે. આ અંગે છાશવારે સ્થાનિકો દ્વારા વહીવટી તંત્ર અને કોર્પોરેટરો સમક્ષ રજુઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કાયમી સમાધાન થવા પામ્યું નથી. બીજી તરફ છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં ખુબ જ લો-પ્રેશરથી પાણી આવતાં લોકોની હાલાકીમાં વધારો થવા પામ્યો છે. પાણીના અભાવે ગૃહિણીઓની હાલત દયનીય થવા પામી છે. આ સંદર્ભે આજે સ્થાનિક વિસ્તારની મહિલાઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે વહીવટી તંત્ર વિરૂદ્ધ આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો.

મહિલાઓએ વિરોધ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ સંદર્ભે સક્ષમ સત્તાધીશો સમક્ષ રજુઆત કરવા છતાં તેઓના પેટનું પાણી હાલતું નથી. આંખ આડા કાન કરનારા કોર્પોરેટરો પણ આ મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા હોવા છતાં સ્થાનિકોની ફરિયાદને ગંભીરતાથી ન લેવામાં આવતાં લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને આ સંદર્ભે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલનનો રસ્તો અપનાવવાની ચીમકી પણ મહિલાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

વાલક ઈન્ટેક વેલમાં સમસ્યાથી હેરાનગતિ

હાઈડ્રોલીક વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર છેલ્લા ત્રણેક દિવસથી વાલક ઈન્ટેક વેલમાં સમસ્યા સર્જાવા પામી હતી. જેને પગલે સીમાડા – પુણા અને મગોબા વિસ્તારમાં પાણી પુરવઠામાં અનિયમિતતાની આંશિક સમસ્યા ઉદ્ભવી હતી. હાલમાં તાપી નદી બન્ને કાંઠે વહેતી હોવાને કારણે મોટા ભાગના ઈન્ટેક વેલમાં જળકુંભી સહિત ઝાડી – ઝાંખરા ફસાઈ જવાની સમસ્યાને પગલે હાઈડ્રોલિક વિભાગ પણ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યો છે.

Next Article