VIDEO: પરિવારની છત્રછાયા ગુમાવનારી 45 દિવસની બાળકીને મળ્યા પાલક માતા-પિતા

|

Sep 24, 2019 | 11:26 AM

એ માત્ર 45 દિવસની હતી જ્યારે 16 જાન્યુઆરી 2019ના દિવસેએ ગોઝારો બનાવ બન્યો. સુરતના વેલંજા વિસ્તારમાં રહેતા મૂળ અમરેલીના કોલડીયા પરિવાર ગેસ લિકેજથી થયેલા બ્લાસ્ટમાં ભડથું થઈ ગયો હતો. બચી હતી તો માત્ર 45 દિવસની હેની. પરિવારની છત્રછાયા ગુમાવનાર હેની માટે કોઈ બચ્યું ન હતું પણ તેની વ્હારે આવ્યા એવા પાલક મા-બાપ જેણે હેનીની જિંદગીમાં […]

VIDEO: પરિવારની છત્રછાયા ગુમાવનારી 45 દિવસની બાળકીને મળ્યા પાલક માતા-પિતા

Follow us on

એ માત્ર 45 દિવસની હતી જ્યારે 16 જાન્યુઆરી 2019ના દિવસેએ ગોઝારો બનાવ બન્યો. સુરતના વેલંજા વિસ્તારમાં રહેતા મૂળ અમરેલીના કોલડીયા પરિવાર ગેસ લિકેજથી થયેલા બ્લાસ્ટમાં ભડથું થઈ ગયો હતો. બચી હતી તો માત્ર 45 દિવસની હેની. પરિવારની છત્રછાયા ગુમાવનાર હેની માટે કોઈ બચ્યું ન હતું પણ તેની વ્હારે આવ્યા એવા પાલક મા-બાપ જેણે હેનીની જિંદગીમાં નવું અજવાળું પાથર્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
ભાવેશ કોલડીયા અને તેમના પત્ની દક્ષાબેન કોલડીયાના બીજા લગ્ન બાદ સંતાનમાં દીકરીના આવવાથી ખૂબ ખુશ હતા. દીકરીના જન્મ બાદ આ પરિવાર સંપૂર્ણ થયો હતો પણ તેમની આ ખુશી બહુ લાંબી ન ટકી.  16 જાન્યુઆરીએ ઘરમાં ગેસ સિલિન્ડર ન હોવાથી નજીકમાંથી ગેસ બોટલ લઈ આવ્યા હતા. સવારે ચા મુકવા દક્ષાબેન કિચનમાં ગયા ત્યારે ભાવેશભાઈ બજાર જવાની તૈયારી કરી રહ્યા હતા. તેમનો 5 વર્ષનો દીકરો નીરવ અને સાસુ કપિલાબેન પણ ઓરડામાં હતા અને 45 દિવસની હેની પલંગ પર સુઈ રહી હતી.
આ પણ વાંચો :  વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સારા સમાચાર! શિક્ષણ વિભાગે કરી મહત્વની જાહેરાત, જુઓ VIDEO
દીવાસળી ચાંપતા જ ગેસ લિકેજના કારણે ફ્લેશ ફાયરથી પ્રચંડ ધડાકા સાથે આગ પ્રસરી હતી. જેમાં તમામ સભ્યો આગની લપેટમાં આવી ગયા હતા. પિતા ભાવેશભાઈએ માસૂમ હેનીને બચાવવા ઢાળ બનીને સુઈ ગયા પણ આગની જ્વાળાના લીધે હેનીનો ચહેરો ગંભીર રીતે દાઝી ગયો હતો. તે બાદ હેનીએ ભાઈ,નાની અને માતાપિતાની છત્રછાયા ગુમાવી હતી. એ દિવસ પછી હેનીનો રખેવાળ કોઈ નહોતું.  હેનીના જીવનમાં અંધકાર છવાઈ ગયો હતો.  દુર્ઘટનામાં દાઝેલી હેનીનો ચહેરો એ હદે દાઝી ગયો હતો કે તે જીવશે કે નહીં તે કહેવું પણ મુશ્કેલ હતું.  એટલું જ નહિ પણ તેની સારવાર પણ ખૂબ ખર્ચાળ પુરવાર થશે તેવી વાત તબીબોએ કરી હતી.

જોકે આવા કપરા સમયમાં હેનીના જીવનમાં આવ્યા એવા પાલક માતા પિતા જેઓ પોતે 10 વર્ષથી સંતાનસુખથી વંચિત હતા. પારિવારિક મિત્ર એવા નિલેશ લીંબાચીયા અને કાજલબેને આજે આ દીકરીને મોટી કરી છે.  મોત નજીક દેખાતા હેનીને જન્મ આપનારી માતા દક્ષાબેનની અંતિમ ઈચ્છા હતી કે હેનીની દેખરેખ તેઓ રાખે. જેથી મિત્રધર્મ નિભાવી હેનીને આ ઘટના પછી દત્તક લીધી અને આજે તેઓ તેને સગા મા બાપ કરતા પણ વધુ પ્રેમ આપી રહ્યા છે.

હેનીની સારવાર માટે તેમણે ક્યારેય પીછેહઠ નહિ કરી.  સારવાર માટે તેમણે 8 મહિનાથી ધંધો બંધ કરી દીધો.  ઘરેણાં વેચી કાઢ્યા, ઘરવખરી વેચી નાંખી. આજે પણ હેનીની સારવાર અને દવા પાછળ 35 હજાર જેટલો ખર્ચો થાય છે પણ હેનીને સંપૂર્ણ સાજી કરવા આ દંપતિએ નિર્ધાર કર્યો છે. તે માટે તેઓ ગમે તે કરવા તૈયાર છે. હેનીના પાલક માતા કાજલબેનની આંખ હવે ખુશીના આંસુથી છલકાય છે.  જ્યારે ઘરમાં એક સંતાનની કમી હવે પુરી થઈ ગઈ છે. હેનીને રમકડાથી રમતી જોઈ બંને માતાપિતા સ્વર્ગનો અનુભવ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એકસમયે હેનીની પડખે કોઈ ન હતું પણ આજે હેની માટે લાગણીઓનો એવો ધોધ વહી રહ્યો છે જાણે તેને મોટો પરિવાર મળી ગયો છે. દેવું કરીને પણ દીકરીને જીવાડવા માટે આ પાલક માતાપિતાએ જે પ્રયત્નો કર્યા છે એ બાદ સહાય માટે પણ ઘણા લોકો આગળ આવ્યા છે. આખરે એક દીકરીને તેના માતાપિતા અને નિઃસંતાન દંપતીને દીકરી મળવાથી પરિવારનો માળો ફરી એક થયો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Next Article