કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ સુરત બાજીપૂરા ખાતે સહકાર સંમેલનમાં હાજરી આપશે

|

Feb 28, 2022 | 6:55 AM

સમગ્ર દક્ષિણ ગુજરાતની તમામ દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓના પ્રતિનિધિઓની હાજરીમાં સહકારીત સંમેલન યોજાશે. ગત 19 ફેબ્રુઆરીએ આ સંમેલન મોકૂફ રખાયું હતું. સુમુલ ડેરી દ્વારા સંમેલનનું આયોજન કરાયું છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ સુરત બાજીપૂરા ખાતે સહકાર સંમેલનમાં હાજરી આપશે
Amit shah (File Image)

Follow us on

આગામી 13 માર્ચે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ (Union Home and Co-operation Minister Amit Shah) સુરત આવશે. સુરત (Surat) જિલ્લાના બાજીપૂરા (Bajipura) ખાતે સહકાર સંમેલનમાં તેઓ હાજરી આપશે.કેન્દ્રીય સહકારી પ્રધાન અમિત શાહનું બાજીપુરાના કાર્યક્રમમાં સન્માન કરાશે. સમગ્ર દક્ષિણ ગુજરાતની તમામ દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓના પ્રતિનિધિઓની હાજરીમાં સહકારીત સંમેલન યોજાશે. સુમુલ ડેરી (Sumul Dairy) દ્વારા સંમેલનનું આયોજન કરાયું છે. અમિત શાહના ગુજરાત પ્રવાસને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે..

કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહનું કરાશે

સુરત અને તાપી જિલ્લામાં અંદાજિત 6 હજાર મંડળીઓ આવેલી છે, તેમજ તેના થકી વર્ષે 10 હજાર કરોડ ખેડૂતોને આવક મળી રહે છે. તેમાં પણ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના ખેડૂતો મંડળી થતી સમૃદ્ધ થઇ થયા છે. ત્યારે આ કાર્યક્રમમાં દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓના પ્રતિનિધિઓની હાજરી રહેશે. તેમના દ્વારા અમિત શાહનું સન્માન કરવામાં આવશે.

ત્રણ વખત કાર્યક્રમ મોકુફ રખાયા હતા

ત્યારે કેન્દ્ર સરકારમાં અલગથી સહકાર મંત્રાલયની જાહેરાત કરીને પ્રધાન પદે અમિત શાહની વરણી કરવામાં આવી હતી, જેથી સહકાર મંત્રીનું સન્માન કરવા બાજીપુરા ખાતે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અગાઉ ત્રણ વખત સહકાર પ્રધાન અમિત શાહે સમય આપ્યો હતો, પરંતુ કોરોના અને અન્ય કારણોને લીધે ત્રણ વખત કાર્યક્રમ મોકૂફ રાખવાની નોબત આવી હતી. પરંતુ હવે દેશભરમાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અમિત શાહનું સન્માન કરવા માટે ફરીથી 13 માર્ચેના રોજ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી

અમિત શાહનું સન્માન કરવા આતુરતા

આ કાર્યક્રમ બારડોલી તાલુકામાં આવેલા બાજીપુરા સ્થિત સુમુલ દાણ ફેક્ટરીમાં યોજાવાનો છે. કાર્યક્રમની રૂપરેખા હજુ તૈયાર થઇ રહી છે. પરંતુ 13 માર્ચે અમિત શાહ સુરત આવશે તે નક્કી થઇ ગયુ છે. સુમુલ ડેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અમિત શાહનું સ્વાગત અને સન્માન કરવા સૌ કોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

આ પણ વાંચો-

ગાંધીનગર : ભાજપમાં જોડાયા બાદ દિનેશ શર્માનું નિવેદન “હું જે પક્ષમાં જોડાયો તેના સારથી નરેન્દ્ર મોદી છે”

આ પણ વાંચો-

Vadodara : સાવલી તાલુકાના કોંગ્રેસ નેતાનો પુત્ર રહસ્યમય રીતે ગુમ, શોધખોળ શરૂ

 

Next Article