Surat : કૌટુંબિક કાકો બન્યો કંસ, કિશોરીની છેડતી કરનારાને પોલીસે મુંબઈથી દબોચી લીધો

|

Jun 04, 2022 | 4:10 PM

છેડતીની ઘટના અંગે ઉધના પોલીસે(Surat Police) ગંભીરથી દાખવીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Surat : કૌટુંબિક કાકો બન્યો કંસ, કિશોરીની છેડતી કરનારાને પોલીસે મુંબઈથી દબોચી લીધો
Udha police (File Photo)

Follow us on

મધ્યપ્રદેશથી(Madhyapradesh)  એક કિશોરી માતા- પિતા સહીત પરિવાર સાથે સુરતના (surat)ઉધના વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં આવી હતી. તે દરમિયાન જયારે તે વોશરૂમમાં ગઈ હતી ત્યારે તેણીની એકલતાનો લાભ લઇ હવસખોર કૌટુંબિક કાકાએ તેની છેડતી કરી હતી. કિશોરી જેમતેમ પોતાની જાતને છોડાવી નરાધમ કાકાના ચૂંગાલમાંથી છૂટીને ત્યાંથી ભાગી હતી.જોકે બાદમાં કાકાની કરતૂતો અંગે માતા પિતાને જણાવતા મામલો ઉધના પોલીસ મથકમાં પહોંચ્યો હતો.પોલીસે (Surat Police) પણ ગંભીરતા દાખવી તરત જ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

બાળકીએ કાકાની કરતૂત અંગે જણાવતા પરિવાર ચોંકી ગયો

ઉધના પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના ભોપાલ (Bhopal) ખાતે રહેતી 15 વર્ષીય કિશોરી ગત તારીખ 26 મીએ માતા પિતા સહીત પરિવાર સાથે સુરતના ઉધના વિસ્તારના હરિનગરમાં યોજાયેલા લગ્ન સમારંભમાં આવી હતી. તેજ સમારંભમાં મુંબઈના ઉલ્લાસનગરથી તેનો કૌટુંબિક કાકા પણ આવેલો હતો. દરમિયાન આરતી જયારે વોશરૂમમાં ગઈ હતી ત્યારે નરાધમ કાકાએ તેણીનો એકલતાનો લાભ લઇ છેડતી કરીહતી.નરાધમ કાકાની કરતૂતથી કિશોરી બહુજ ડરી ગઈ હતી.

જોકે તેણીએ જેમતેમ પોતાની જાતને છોડાવી અને ત્યાંથી ભાગી છૂટી હતી.ઘટનાને પગલે તે ત્રણ-ચાર દિવસથી ગુમસુમ રહેવા લાગી હતી.જેથી તેણીના માતા- પિતાએ પૂછતા તેણીને કાકાની કરતૂત અંગે જણાવતા તેઓ ચોંકી ગયા હતા ત્યાર બાદ તેમને આ અંગે ઉધના પોલીસ મથકમાં (Udhna Police Station) ફરિયાદ નોંધાવી હતી.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

જોકે ઘટના બાદ આરોપી કાકા પોતાના ઘરે ચાલ્યો ગયો હતો. ઘટના અંગે ઉધના પોલીસે ગંભીરથી દાખવી હતી.પીએસઆઇ કે.એમ.પરમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ દિલીપ નાગજીભાઈ અને એએસઆઇ જયેશભાઈ મુંબઈના(Mumbai)  ઉલ્લાસનગર ખાતે આરોપીના ઘરે પહોંચી ગયા હતા,જ્યાં આરોપી પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો હતો ત્યારે જ પોલીસે તેને દબોચી લીધો હતો.એટલું જ નહીં આરોપીના પરિવારજનો તેમજ સ્થાનિકો વિરોધ કરવા લાગ્યા હતા છતાં પોલીસ તેને દબોચીને સુરત ખાતે લઈ આવી હતી.પોલીસે આરોપી વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Published On - 3:58 pm, Sat, 4 June 22

Next Article