આજે World Cat Day : સુરતમાં મોંઘી બિલાડીઓ ખરીદવાનો ટ્રેન્ડ

|

Aug 08, 2021 | 3:21 PM

8 ઑગષ્ટને વર્લ્ડ કેટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સુરતમાં પણ હવે શ્વાન કરતા બિલાડીઓને ખરીદવાનો અને તેને ઉછેર કરવાનો ટ્રેન્ડ પાછળ વર્ષોમાં સૌથી વધારે વધ્યો છે. સુરતમાં મોંઘામાં મોંઘી બિલાડી ખરીદવામાં પણ લોકો પાછળ હટતા નથી.

આજે World Cat Day : સુરતમાં મોંઘી બિલાડીઓ ખરીદવાનો ટ્રેન્ડ
Today is World Cat Day: The trend of buying expensive cats in Surat

Follow us on

Surat દુનિયાભરમાં 8 ઓગષ્ટ ને  વિશ્વ બિલાડી દિવસ એટલે કે world cat day તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2002થી દુનિયાભરમાં આ દિવસને ઉજવવાની શરૂઆત થઇ હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાણીઓ માટે ફંડ એકત્રિત કરવાનો હતો. આ ઉપરાંત બિલાડીઓને પાળવા માટે અને તેમના ઉછેરની જાગૃતિ લાવવાનો પણ એક ઉદ્દેશ્ય આ દિવસ ઉજવવા પાછળ રહેલો છે.

સુરતમાં પણ મોટી સંખ્યામાં લોકો પાલતુ પ્રાણીઓ રાખે છે. સુરતમાં પ્રતિ વર્ષ અંદાજે 3 હજાર જેટલી બિલાડીઓ લોકો પાળવાં માટે ખરીદે છે.

એનિમલ બ્રીડર અને પેટ્સના જાણકાર અકબર સલિમ પઠાણે જણાવ્યું હતું કે સુરતમાં 15 હજારથી લઈને 20 હજાર સુધીની બિલાડીઓની ડિમાન્ડ રહે છે. લોકોને પાલતુ પ્રાણીઓ પ્રત્યે લગાવ હંમેશા રહ્યો છે. પહેલા લોકો શ્વાન વધારે પાળતા હતા પરંતુ છેલ્લા વર્ષોમાં હવે બિલાડીઓને પાલતુ પ્રાણી તરીકે રાખવાનો ટ્રેન્ડ પણ સૌથી વધારે જોવા મળ્યો છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

બિલાડીઓમાં પર્શિયન ડોલ્ફે નામની બિલાડી મોંઘી આવે છે. જોકે અમુક લોકો પર્શિયન એકટરિસ પંચ નામની બિલાડીની પણ વધારે ડિમાન્ડ કરે છે. જેની કિંમત 60 હજાર રૂપિયા સુધીની હોય છે. આ બિલાડીની ખાસ વાત એ છે કે તેની એક આંખ ભૂરી અને બીજી આંખ પીળા રંગની હોય છે. જેને જોનાર પણ આશ્ચર્યચકિત રહી જાય છે.

આ બિલાડીની મૂળ પ્રજાતિ ગલ્ફ દેશોની છે. અહીં લાવીને તેમની સાથે ઇન્ડિયન બ્રીડ કરાવવામાં આવે છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે અત્યાર સુધી લોકો પાલતુ પ્રાણી તરીકે શ્વાનને પાળવાનું વધુ પસંદ કરતા હતા. જોકે કૂતરાનું રહન સહન અને તેના ઉછેરનો ખર્ચ વધારે હોય છે. તેમજ તેને રાખવા માટે પણ અલગ જગ્યાની જરૂર હોય છે. જે બધા માટે શક્ય નથી હોતું. તેના કારણે પણ બિલાડીઓને પાળનારા લોકોની સંખ્યા વધી છે. સુરતમાં આટલી મોંઘી બિલાડી હોવા છતાં લોકો તેને ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો :

Surat : હવામાંથી પ્રતિ મીનિટે 500 લિટર ઓક્સિજન ઉત્પાદન કરતા ત્રણ પ્લાન્ટ કાર્યરત કરાયા

Next Article