Surat : હવામાંથી પ્રતિ મીનિટે 500 લિટર ઓક્સિજન ઉત્પાદન કરતા ત્રણ પ્લાન્ટ કાર્યરત કરાયા

ઓક્સિજનની અછત ન સર્જાય અને ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા 3 અલગ અલગ સ્થળે ઓકિસજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે જ 109 જેટલા કોરોના વોરિયર્સને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

Surat : હવામાંથી પ્રતિ મીનિટે 500 લિટર ઓક્સિજન ઉત્પાદન કરતા ત્રણ પ્લાન્ટ કાર્યરત કરાયા
Surat: Municipal Corporation inaugurated Oxygen Plant at 3 places in Surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 1:10 PM

Surat રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસર પર વિકાસ દિવસની ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ ત્રણ ઓક્સિજન પ્લાન્ટનું(Oxygen Plant ) લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ PSA પ્લાન્ટનું ઉદ્ઘાટન મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ તે કોરોના વોરિયર્સને પણ સન્માનિત કરવાં આવ્યા હતા. જેમને કોરોના મહામારી દરમ્યાન સતત પોતાની સેવા આપી છે. ભાઠેના સ્થિત શહેરી આરોગ્ય કેન્દ્રમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

કોરોનાની બીજી લ્હેરમાં સુરત સહિત સમગ્ર દેશમાં દર્દીઓ માટે ઓક્સિજનની ભારે અછત જોવા મળી હતી. ઓક્સિજનની અછતને દૂર કરવા માટે એક પછી એક ઓક્સિજન પ્લાન્ટ બનાવવાની યોજનાઓ પણ કરવામાં આવી હતી. PSA ઓક્સિજન પ્લાન્ટ સુરતમાં ત્રણ જગ્યાએ શરૂ કરવામાં આવ્યા હતા. આ ત્રણેય પ્લાન્ટ હવામાંથી પ્રતિ મિનિટ 500 લીટર ઓક્સીજનનું ઉત્પાદન કરે છે. હાલમાં સુરત શહેરમાં આવા 8 PSA plant ચાલી રહ્યા છે. નોંધનીય છે કે 850 લીટર પ્રતિ મિનિટ હવામાંથી ઓક્સિજન પેદા કરનારા મશીનનું 3 મહિના પહેલા સ્મીમેર હોસ્પિટલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ભાથેના અર્બન હેલ્થ સેન્ટર ખાતે આયોજિત આ કાર્યક્રમ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, વિકાસની સાથે સાથે આરોગ્ય સેવાનો સમન્વય થયો છે. વૈશ્વિક રોગચાળાના મુશ્કેલ સમયમાં, લોકોની સેવા કરવા  બદલ કોરોના વોરિયર્સની પણ મહત્વની ભૂમિકા છે.  18 લાખના ખર્ચે ભાથેના અને કોસાડ અર્બન હેલ્થ સેન્ટરમાં દાતાઓના  સહયોગથી અને ટોરેન્ટ પાવરના સહયોગથી 2 મેટ્રિક ટન ક્ષમતાના પીએસએ પ્લાન્ટનું ઉદ્ઘાટન ડીઆરડીઓ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. કોરોનાની બીજી લહેરના મુશ્કેલ સમયમાં ઓક્સિજનનો ઉપયોગ વધુ વધ્યો હતો.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

હજીરાના ઐધોગિક એકમોમાં ઓક્સિજનની વ્યવસ્થા કરીને સુરત શહેર તેમજ અન્ય રાજ્યોમાં ઓક્સિજનનું વ્યવસ્થિત વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન, પીએસએ પ્લાન્ટ દ્વારા હવામાં ઓક્સિજનની પ્રક્રિયા કરીને 93 થી 96 ટકા શુદ્ધ ઓક્સિજન ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે હવામાં ઓક્સિજનનું પ્રમાણ 21 ટકા હોય છે. ભાથેના અને કોસાડ આરોગ્ય કેન્દ્રોમાં 500-500 મેટ્રિક ટન એટલે કે પ્લાન્ટ દીઠ એક દિવસમાં 34 ઓક્સિજન સિલિન્ડર જેટલો ઓક્સિજન પેદા કરશે. હવામાંથી મળતો ઓક્સિજન આરોગ્ય કેન્દ્રમાં જરૂરિયાતના સમયે દર્દીઓને ઓક્સિજન પુરો પાડવામાં મદદરૂપ સાબિત થશે અને તબીબી ઓક્સિજનનું અવલંબન ઓછું થશે.

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">