SURATનો વ્યાપ વિસ્તાર વધતા વરાછા બાદ હવે ઉધના ઝોનને પણ બે ભાગમાં વહેંચાશે

|

May 27, 2021 | 11:06 PM

સુરત શહેરનો વ્યાપ અને વિસ્તાર દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરતના આસપાસના ગામોનો પણ સુરત નગરપાલિકામાં સમાવેશ કરાયો છે. હાલમાં થયેલા હદ વિસ્તરણમાં સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) 27 ગામો અને બે નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

SURATનો વ્યાપ વિસ્તાર વધતા વરાછા બાદ હવે ઉધના ઝોનને પણ બે ભાગમાં વહેંચાશે
સુરતનો વ્યાપ વિસ્તાર વધતા વરાછા બાદ હવે ઉધના ઝોનને પણ બે ભાગમાં વહેંચાશે

Follow us on

SURAT: સુરત શહેરનો વ્યાપ અને વિસ્તાર દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરતના આસપાસના ગામોનો પણ સુરત નગરપાલિકામાં સમાવેશ કરાયો છે. હાલમાં થયેલા હદ વિસ્તરણમાં સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) 27 ગામો અને બે નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી હવે સુરત મહાનગરપાલિકા પર જનસંપર્ક કામગીરીનું ભારણ વધી ગયું છે.

 

સાથે સાથે લોકોને પ્રાથમિક સુવિધા તેમજ અન્ય મહાનગરપાલિકા સંબંધી કામો માટે દૂર સુધી જવું પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હવે વરાછા ઝોનની જેમ ઉધના ઝોનના પણ બે ભાગ પાડવામાં આવશે. સુરત શહેરનો કુલ વિસ્તાર 475 ચોરસ કિલોમીટર છે, જે પૈકી ઉધના ઝોને હાલમાં કુલ વિસ્તાર 90 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

ઉધનાના ઘણા વિસ્તારો સમાવાય છે. જેથી હવે તેમાંથી ઉધના ઝોન બી છૂટું કરીને તેમાં અમુક નવા અને જૂના વિસ્તારો સમાવવામાં આવ્યા છે. નવા ઝોનમાં અંદાજિત 40 ચોરસ કિલોમીટરનો હશે અને વસ્તી અંદાજે 9 લાખ જેટલી હશે.

 

ઉધના ઝોન બીમાં કયા કયા વિસ્તારો સમાવાશે?

ઉધના ઝોનના જુદા જુદા વિસ્તારો પૈકીના ઉન, જિયાવ, સોનેરી, બુડિયા તેમજ સુરત મહાનગરપાલિકામાં નવા વિસ્તારો સચિન, કનસાડ, કનકપુર, પારડી, કણદે, પાલી, તલંગપુર તથા ઉબેર તમામ વિસ્તારો સમાવીને નવો ઝોન બનાવ્યો છે.

 

તલંગપુર પાસે નવી ઓફિસ બનાવવા વિચારણા

તલંગપુર ગામની ગ્રામ પંચાયત ઓફિસ પાછળ ઉધના ઝોન બીની નવી ઓફિસ બનાવવા માટે શાસકો વિચાર કરી રહ્યા છે. ગ્રામ પંચાયતની ઓફિસના કેમ્પસમાં મોટી જગ્યા હોય આ જગ્યા માટે વિચારણા કરવામાં આવી રહી છે. તેમ જ અહીં આસપાસના ગામના લોકોને પણ કોઈ કામગીરી માટે આવવા-જવા માટે સગવડતા થઈ રહેશે.

 

સુરત મહાનગર પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો

નોંધનીય છે કે આ પહેલા ઝોનની કામગીરી પર ભારણ આવતું હતું અને વહીવટી કામ મુશ્કેલ બનતું હતું. એટલું જ નહીં, પરંતુ આ વિસ્તારના લોકોએ મહાનગરપાલિકાનું સેવાનું કામ લેવા માટે ઉધના ઝોન સુધી પહોંચવા 20થી 22 કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું. આ મુશ્કેલી દૂર કરવા માટે ઉધના ઝોનના બે ભાગ કરવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો : SURAT: ‘એ ભાઈ, જરા દેખ કે ચલો’, સુરત પોલીસ સાઈકલ સવારને પણ ફટકારે છે મેમો!

Next Article