જુનિયર કલાર્કની પરીક્ષા આપવા સુરત ગયેલી યુવતી ખાધો ફાંસો, અનેક તર્કવિતર્ક, જુઓ Video

બારડોલી તાલુકાના મોરી ગામે ગૌચરમાં આવેલ બાવળના ઝાડ સાથે યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાસ મળી હતી. જેને લઈ બારડોલી પોલીસે કડોદ બસ સ્ટેન્ડ નજીક જ્યાં ઉતરી હતી ત્યાં આવેલી દુકાનના CCTV ની તપાસ હાથ ધરી છે.

જુનિયર કલાર્કની પરીક્ષા આપવા સુરત ગયેલી યુવતી ખાધો ફાંસો, અનેક તર્કવિતર્ક, જુઓ Video
| Edited By: | Updated on: Apr 10, 2023 | 1:36 PM

બારડોલી તાલુકાના મોરી ગામે ગૌચરમાં આવેલ બાવળના ઝાડ સાથે યુવતી ફાસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. જે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાનું કહીને ઘરેથી નીકળી હતી. મહત્વનુ છે કે, આ યુવતી પરીક્ષા આપવા પણ નહી પહોચી હોવાની વાત સામે આવી છે.

બાવળના ઝાડ સાથે ગળે ફાંસો ખાધો

માંડવી તાલુકાના પુના ગામે રહેતી ઉર્વશી નવીનભાઈ ચૌધરી, જે રવિવારે યોજાયેલ જુનિયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે સુરત જવા માટે તેનો ભાઈ માંડવી બસ સ્ટોપ પર મૂકી આવ્યો હતો. મહત્વની વાત છે કે, સાંજે 6 વાગ્યાના અરસામાં બારડોલી તાલુકાના મોરી ગામે આવેલ ગૌચરની જમીનમાં બાવળના ઝાડ સાથે પોતાની ઓઢણી વડે ફાંસી ખાધેલી હાલતમાં આ યુવતી મળી આવી હતી.

પોલીસ દ્વારા પીએમ માટેની કાર્યવાહી કરાઇ

આ ઘટના ક્રમને લઈ યુવતીની સ્થિતિ જોતા અનેક પ્રશ્ન ઉભા થાય તેમ છે. હાલ પોલીસ દ્વારા પીએમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીના મૃતદેહ પાસેથી, તે બીએડ કરતી હોવાના પુરાવા મળ્યા હતા અને તેનો ફોન ફ્લાઇટ મોડ પર હતો. યુવતીના મોબાઈલ પર 80 થી 85 મિસ્કોલ આવ્યા હતા.

મહુવાના પૂણા ગામની હતી યુવતી

યુવતીએ ગળે ફાસો ખાધો હોવાનું તો જણાયું પરંતુ બોડીની સ્થિતિ જોતાં મોતનું રહસ્ય શંકાના દાયરામાં હોય તેમ લાગી રહ્યું છે. મહુવાના પૂણા ગામની આ યુવતી હોવાનું સામે આવ્યું હતું. પરંતુ તેણે બારડોલીના મોરી ગામે શા માટે ગૌચરની જમીનમાં જઈને ફાસો ખાધો તે તપાસનો વિષય છે.

ઘટનાનું કારણ જાણવા પોલીસની ક્વાયત

આસપાસ પડેલા નિશાન અને પુરાવાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ યુવતીએ ગળેફાંસો ખાધો છે કે તેની હત્યા કરાઈ છે તે અંગે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : અડાજણમાં ગ્રાહકના સ્વાંગમાં આવી આરોપી 12 લાખના દાગીનાની ચોરી કરી ફરાર, જુઓ Video

હાલ બારડોલી પોલીસે કડોદ બસ સ્ટેન્ડ નજીક જ્યાં યુવતી ઉતરી હતી ત્યાં આવેલી એક દુકાનના CCTV ની તપાસ હાથ ધરી છે તેમજ યુવતીના મૃતદેહને સુરત ખાતે પેનલ પી એમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પી એમ રિપોર્ટ બાદ યુવતીના મોતનું સાચું કારણ બહાર આવે તેવી શકયતા છે.