Surat: સુંવાલી બીચ પર આજે વધુ બે યુવકોના મૃતદેહ મળ્યા, પરિવારજનો ભારે આક્રંદ કરતાં નજરે પડ્યા

|

May 30, 2022 | 8:17 PM

ફાયર (Fire) વિભાગ દ્વારા સવારે આઠ વાગ્યાથી દરિયામાં અલગ -અલગ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેને પગલે સચિન અને અકબર નામના 22 વર્ષીય યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા.

Surat: સુંવાલી બીચ પર આજે વધુ બે યુવકોના મૃતદેહ મળ્યા, પરિવારજનો ભારે આક્રંદ કરતાં નજરે પડ્યા
The bodies of two more youths drowned in the sea were found

Follow us on

સુંવાલી (Suvali ) ખાતે દરિયાના(Sea)  પાણીમાં ગરકાવ થઈ ગયેલા પાંચ યુવકો પૈકી આજે વધુ બેના મૃતદેહ મળી આવ્યા છે. ફાયર(Fire ) વિભાગ દ્વારા આજે પણ વહેલી સવારથી દરિયામાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેને પગલે અકબર અને સચીન નામના યુવકના મૃતદેહ મળી આવ્યા હતા. ગઈકાલે રવિવારની રજાના દિવસે સુંવાલી બીચ ખાતે પહોંચેલા શહેરના પાંચ યુવકો દરિયાના પાણીમાં ન્હાવા જતાં તણાઈ જવા પામ્યા હતા. જે પૈકી ગઈકાલે એક યુવકનો મૃતદેહ મળી આવ્યા હતો, જ્યારે એક અન્ય યુવકને ગંભીર હાલતમાં રેસક્યુ કર્યા બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આજે વહેલી સવારથી સુંવાલીના દરિયામાં અલગ – અલગ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન ઈચ્છાપોરના ક્રિષ્ણા નગર સોસાયટી ખાતે રહેતા 22 વર્ષીય સચીન રામકુમાર જાતવ અને ભટારના આઝાદ નગર ખાતે રહેતા 22 વર્ષીય અકબર યુસુફ શેખના મૃતદેહ મળી આવ્યા હતા. ફાયર વિભાગના જવાનોએ બન્ને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ આ બન્ને યુવકોના મૃતદેહ મળી આવતાં પરિવારજનોના માથે આભ તુટી પડ્યું હતું. આ સિવાય દરિયાના પાણીમાં ગરકાવ થયેલા 22 વર્ષીય શ્યામસંજય સાઉદકરની ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ સફળતા સાંપડી નથી.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે રવિવારની રજા હોવાને કારણે ભટાર અને ઈચ્છાપોર ખાતે રહેતા પાંચ યુવકો સુંવાલીના દરિયા કિનારે ન્હાવા માટે પહોંચ્યા હતા. જ્યાં એક પછી એક તમામે તમામ યુવકો દરિયાના પાણીમાં તણાઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ દરમ્યાન ગઈકાલે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે એક યુવકને બચાવવામાં સફળતા મળી હતી. જો કે, તેને ગંભીર હાલતમાં સિવિલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. આ સિવાય આજે વધુ બે યુવકના મૃતદેહ મળી આવતાં બન્નેના પરિવારજનો સુંવાલી ખાતે ભારે આક્રંદ કરતાં નજરે પડ્યા હતા.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

વ્હાલસોયાની રાહ જોતા પરિવારજનો સુંવાલી પહોંચ્યા

ગઈકાલે સુંવાલી બીચ ખાતે ન્હાવા માટે પહોંચેલા પાંચ યુવકોના દરિયામાં તણાઈ જવાની ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. છાશવારે કાળમુખો સાબિત થઈ રહેલા સુંવાલી બીચ પર વધુ એક હોનારતને પગલે આજે વહેલી સવારથી દરિયામાં લાપતા ત્રણેય યુવકોના પરિવારજનો ભીની આંખે પોતાના વ્હાલસોયાની રાહ જોતા નજરે પડ્યા હતા. ફાયર વિભાગ દ્વારા સવારે આઠ વાગ્યાથી દરિયામાં અલગ -અલગ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેને પગલે સચિન અને અકબર નામના 22 વર્ષીય યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ બન્ને મૃતક યુવકોના પરિવારજનોને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓના આક્રંદથી સમગ્ર વિસ્તાર ગમગીન બની જવા પામ્યું હતું.

Next Article