Surat: પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું, 159 આરોપીએ સામે કેસ કરાયા, 93 વાહનો, હથિયારો કબજે લીધાં

|

May 15, 2022 | 7:45 PM

સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેરની અંદર શાંતિ જળવાઈ રહે તે માટે અને ખાસ કરીને આવનારા દિવસોમાં તહેવારો સાથે હાલમાં ચાલી રહેલ વેકેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ કમિશનરદ્વારા શહેરના અલગ-અલગ ડીસીપીને કોમ્બિંગની સૂચના આપવામાં આવી હતી.

Surat: પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું, 159 આરોપીએ સામે કેસ કરાયા, 93 વાહનો, હથિયારો કબજે લીધાં
Surprise combing conducted by Surat police

Follow us on

સુરત (Surat) પોલીસ (Police) દ્વારા રાત્રી દરમિયાન સુરત શહેરની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર અને સેન્સીટીવ વિસ્તાર જેવા કે લિંબાયત ઉધના પાંડેસરા રાંદેર સચિન સચિન જીઆઇડીસી ડીંડોલી વિસ્તારની અંદર અલગ અલગ ડીસીપી ઝોન દ્વારા કોમ્બિંગ (combing) હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અનેક ઈસમોની અટકાયત કરી અને મોટા પ્રમાણમાં હથિયારો પણ કબજે કરવામાં આવ્યા હતા.

સુરત શહેર મીની ભારત તરીકે ઓળખાય છે. ગુજરાતની અંદર સુરત શહેરનું સ્થાન એક અલગ રીતે રહેલું જોવા મળી રહી છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેરની અંદર શાંતિ જળવાઈ રહે તે માટે અને ખાસ કરીને આવનારા દિવસોમાં તહેવારો સાથે હાલમાં ચાલી રહેલ વેકેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા શહેરના અલગ-અલગ ડીસીપીને સૂચના આપવામાં આવી કે પોતાના વિસ્તારની અંદર રાત્રી દરમિયાન સરપ્રાઈઝ કોમ્બિંગ કરવામાં આવે. આ સૂચનાને આધારે અલગ-અલગ વિસ્તારો પાંડેસરા રાંદેર લિંબાયત ઉધના જેવા વિસ્તારોમાં પોલીસ ફોર્સ સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વડોદ આવાસમાં 4થી 6 વાગ્યા સુધી નાયબ પોલીસ કમિશનર ઝોન-3 સાગર બાડમેર તથા મદદનીશ પોલીસ કમિશનર F ડિવીઝન આર.એલ. માવાણી, પાંડેસરા PI તથા ક્રાઇમ બ્રાંચનાં અધિકારીઓ સહિત 9 PSI તથા
68 પોલીસકર્મીઓ સાથે આવાસમાં આવેલા કુલ 84 બિલ્ડીંગનાં 1512 રૂમમાં તપાસ કરી હતી જેમાં જી.પી.એકટ- 135 હોઠળ 10 ગુના નોંધવામાં આવ્યા હતા, જ્યારે Crpc 107,151 હેઠળ 07 અને Crpc 110 E G હેઠળ 09 ગુના નોધ્યા હતા. આ ઉપરાંત પ્રોહીબીશન એટલે કે કેફી પીણું પીધેલાના 12 કેસ, એમ.વી.એકટ- 207 હેઠળ 10 કેસ નોધ્યા હતા જ્યારે 4 બિનવારસી વાહન કબ્જે લીધાં હતાં.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શહેરમાં બીજી બાજુ ડી.સી.પી. ઝોન-04 ના નેતૃત્વમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારના બાપુનગર અને સુભાષનગર વિસ્તારમાં વહેલી સવારના કલાક 5-00 થી ક. 9.00 સુધી કોમ્બિંગ કરવામાં આવેલ હતું. આ કોમ્બિંગ માં DCP હર્ષદ મહેતા ACP દિપ વકીલ તથા રાંદેર પોસ્ટે ના પી.આઇ આર.એલ.ચૌધરી સાથે કુલ 03 Pl , 15 PSI તથા 135 પોલીસ જવાનો તમામ મળીને 150 થી વધુ પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી, જેમાં પોલીસ ચોપડે ચડેલા કુલ 172થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને ચેક કરવામાં આવેલ હતા. જેમાં હિસ્ટ્રીશીટર, બૂટલેગર્સ, ચેઈન સ્નેચર્સ, તડીપાર, એમ.સી.આર.’ ટપોરી તથા શરીર સંબંધિત આરોપીઓ હતાં જેમાંથી કુલ 48 ઇસમો વિરૂદ્ધ અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી હતી.ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગમાં લઈ શકે તેવા શંકાસ્પદ તથા નંબર પ્લેટ વગરના 40 થી વધુ વાહન લાવી કાયદા મુજબની કામગીરી કરવામાં આવેલ હતી. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ અમરોલી વિસ્તારના કોસાડ વિસ્તારમાં 59 આરોપીઓ વિરૂદ્ધ તથા 49 શંકાસ્પદ અને નંબર પ્લેટ વગરના વાહનો પણ કબજે કરવામાં આવેલ હતા.

Next Article