અષાઢસ્ય પ્રથમ દિવસે: સુરત જિલ્લામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ, મોડી રાત્રે સુરત શહેરમાં મેઘરાજાની બેટિંગ

|

Jul 01, 2022 | 9:24 AM

સુરત (Surat)શહેર - જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

અષાઢસ્ય પ્રથમ દિવસે: સુરત જિલ્લામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ, મોડી રાત્રે સુરત શહેરમાં મેઘરાજાની બેટિંગ
Surat:rains in the district at the beginning of Ashadh

Follow us on

સુરત (Surat)શહેર – જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘમહેર(Rain) યથાવત રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. એટલું જ નહીં મોડી રાત્રે પણ શહેરમાં સાર્વત્રિક જોરદાર વરસાદ પડી જતા મેઘો બરાબર જામ્યો હોય એવો અનુભવ શહેરીજનોએ કર્યો હતો. સુરતમાં સવારથી ખાબકેલા વરસાદને પગલે એક તરફ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું તો બીજી તરફ રાબેતા મુજબ મહાનગર પાલિકાના પ્રિ-મોન્સૂન કામગીરીની પણ પોલ ખૂલી જવા પામી હતી. કેટલાક નીચાણવાળા વિસ્તાર જેવા કે કાપોદ્રા અને વરાછામાં પાણી ભરાઈ ગયા હતા.

અષાઢના પ્રારંભ સાથે જ સુરત શહેર અને જિલ્લામાં બારે મેઘખાંગા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા હળવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાનું આગમન જોવા મળ્યું હતું.  સુરતના વરાછા ,  કતારગામ,  કાપોદ્રા સહિતના વિસ્તારોમાં તો ગણતરીનાં કલાકોમાં ભારે  વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂટણસમાણાં  પાણી ભરાઈ જવા પામ્યા હતા.

અષાઢ મહિનાના પ્રારંભ સાથે જ  સુરત જિલ્લા અને શહેરમાં  અનરાધાર વરસાદ

સુરત શહેરમાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાત્રે 11 વાગ્યા બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ છે. રાત્રે 6 કલાકમાં જ સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો  હતો.  સુરત શહેરની સાથે જિલ્લા અને તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાતા લોકોને જ્યાં ગરમી અને બફારાથી રાહત મળી છે. ત્યાં જ ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે. ગઈકાલે સૌથી વધારે વરસાદ કામરેજ તાલુકામાં પડ્યો હતો, જ્યાં રસ્તા પર નદીઓ વહેતી જોવા મળી હતી. જ્યારે મહુવામાં સૌથી ઓછો વરસાદ પડ્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જિલ્લા પ્રમાણે નોંધાયેલો વરસાદ (છેલ્લા 24 કલાકમાં)

  1. ઉમરપાડા – 7 ઇંચ
  2. ઓલપાડ- 1 ઇંચ
  3. કામરેજ-8 ઇંચ
  4. ચોર્યાસી-3 ઇંચ
  5. મહુવા-1 ઇંચ
  6. બારડોલી-1 ઇંચ
  7. માંગરોળ-6 ઇંચ
  8. પલસાણા-2 ઇંચ
  9. માંડવી-1 ઇંચ
  10. સુરત સીટી- 7 ઇંચ

ઉકાઈ ડેમની સપાટી 315.33 ફૂટ નોંધાઇ છે જ્યારે સુરતમાં કોઝ વેની સપાટી 4.95 મીટર પર પહોંચી છે. સુરત શહેરમાં ઝાડ પડવાના અને શોર્ટ સર્કિટના 11 કોલ ફાયર વિભાગને મળ્યા છે. એ જ પ્રમાણે સતત વરસી રહેલા વરસાદને લીધે ખાડીઓની સપાટી પણ વધી છે. કેટલીક ખાડીઓ ભયજનક સપાટી નજીક પહોંચતા તંત્ર પણ એલર્ટ સ્થિતિમાં આવી ગયું છે. ખાડીઓની લેટેસ્ટ સપાટી અને ભયજનક સપાટી પર પણ નજર કરીએ તો.

ખાડીઓની સપાટી

કાંકરા ખાડી–5.50 મીટર(ભયજનક-6.50)
ભેદવાડ ખાડી–6.00 મીટર(ભયજનક-6.75)
મીઠી ખાડી–7.60 મીટર(ભયજનલ-7.50)
ભાઠેના–6.95 મીટર(ભયજનક–7.70)
સીમાડા–2.50 મીટર(ભયજનક–4.50)

 

Next Article