Surat: મહિલાઓનું મહોલ્લામાં જ પિયરીયું અને મહોલ્લામાં જ સાસરિયું

|

May 29, 2021 | 1:20 PM

ગામમાં પિયરિયું અને ગામમાં સાસરિયું આવું તો તમે સાંભળ્યું હશે પરંતુ ક્યારેય મહોલ્લામાં જ પિયરીયું અને મહોલ્લામાં જ સાસરિયું એવું ક્યારેય જોયું છે ખરું?

Surat: મહિલાઓનું મહોલ્લામાં જ પિયરીયું અને મહોલ્લામાં જ સાસરિયું
સુરત

Follow us on

Surat : ગામમાં પિયરિયું અને ગામમાં સાસરિયું આવું તો તમે સાંભળ્યું હશે પરંતુ ક્યારેય મહોલ્લામાં જ પિયરીયું અને મહોલ્લામાં જ સાસરિયું એવું ક્યારેય જોયું છે ખરું ? સુરતના નાનપુરા(nanpur) વિસ્તારમાં આવું જ કઈક જોવા મળે છે.

સુરતના નાનપુરા(Nanpur) વિસ્તારમાં આવેલા ખારવાવાડ મોહલ્લામાંનો રિવાજ માનો, કે લોકોની પસંદગી માનો, પણ આ વિસ્તારના મોટાભાગના લગ્ન એક જ મહોલ્લામાં થયા છે. અહીંના રહીશોનું માનીએ તો લગભગ 350 જેટલા ઘરોમાંથી આંગળીના વેઢે ગણાય તેટલા લગ્ન આ મહોલ્લા સિવાય બહાર થયા છે.

નવાઇની વાત તો એ છે કે સાસુ પણ ત્યાંના, વહુ પણ ત્યાંની, દીકરી પણ ત્યાંની અને દીકરીની મમ્મીએ પણ ત્યાં લગ્ન કર્યા એવા તો ઘણા ઘરો છે. એટલે કે એક જ ઘરમાં ત્રણથી ચાર લગ્ન તો મોહલ્લામાં જ થયા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ખારવા મહોલ્લાના લોકોનું માનવું છે કે, એક મહોલ્લામાં લગ્ન કરે તો જે તે મહોલ્લાના લોકો વિશેની પૂરી જાણકારી હોય છે. દીકરીને જે ઘરમાં મોકલે તે ઘર કેવું છે? માણસો કેવા છે ? છોકરાની ટેવ કુટેવ તેની સંગત વિસંગત દરેક વસ્તુની જાણકારી સાથે રહેતા હોય, તે તેનો પ્લસ પોઇન્ટ રહે છે. દીકરી પણ નજરની સામે જ રહે છે. જેથી તેના સુખ-દુઃખ અને મુસીબતોમાં તેની પડખે ઉભા રહી શકાય છે. જેથી તેને સપોર્ટ મળે.

મોટાભાગની મહિલાઓ ખાસ નાની નાની વાતો પોતાની માતાને ફોન દ્વારા કહેતી હોય છે. પણ અહીંની મહિલાઓને પિયરમાં ફોન કરવાની જરૂર નથી પડતી એમ કહીએ તો પણ ખોટું નથી. કારણ કે ફોન લગાવે અને તેઓ રિસિવ કરે એટલા સમયમાં તેઓ પિયરનું ઉંબરો ચડી ગયા હોય છે.

જ્યારે પણ કોઈના મોહલ્લામાં લગ્ન થાય તો આપણને સહજ રીતે એવું લાગે કે તેમના લવ મેરેજ થયા હોઈ શકે. પણ ખારવા મોહલ્લામાં લવ મેરેજ પણ થયા છે અને અરેન્જ મેરેજ પણ થયા છે.

અહીં મોટા ભાગના લગ્ન મોહલ્લામાં જ કરવાને લીધે મોહલ્લામાં સગાસંબંધીઓ હોય છે. જેથી તહેવારની ઉજવણીમાં દરેક લોકો સાથે મળીને ઉજવે છે, તે પછી ગણપતિનો પ્રસંગ હોય, ગોકુળ આઠમ હોય કે હનુમાન જયંતી. દરેક ઉત્સવ અહીં રહીશો સાથે મળીને ઉજવે છે.

એક જ મહોલ્લામાં લગ્ન કરનાર અલ્પા પટેલ કહે છે કે, એક જ મહોલ્લામાં મેરેજ કરવા માટે તેમને ગેરલાભ કરતા લાભ થયા છે. સવાર પડે એટલે મમ્મી જોવા મળે. ઘણા લોકોને નવાઇ લાગે અને તેને પૂછે પણ છે કે વારંવાર પિયર આવવા-જવાથી માન જળવાઇ રહે ખરું ? પણ તેમનો જવાબ હોય છે કે તેના કારણે તેમના પારિવારિક સંબંધો વધુ ગાઢ બન્યા છે.

Next Article