Surat : વેડ-વરિયાવ બ્રિજ પરથી એક મહિલાએ લગાવી મોતની છલાંગ, પતિએ દ્વારકા આવવાની મનાઈ કરતા પગલુ ભર્યુ

|

May 26, 2023 | 10:14 AM

અંજલીબેન માતા સાથે પિયર ગયા બાદ ત્યાંથી મોપેડ લઈ નીકળ્યા હતા અને આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે.

Surat : વેડ-વરિયાવ બ્રિજ પરથી એક મહિલાએ લગાવી મોતની છલાંગ, પતિએ દ્વારકા આવવાની મનાઈ કરતા પગલુ ભર્યુ

Follow us on

સુરતમાં (Surat) અઠવાડિયા પહેલા ઓપનિંગ કરાયેલા વેડ-વરિયાવ બ્રિજ પરથી એક મહિલાએ મોતની છલાંગ (Suicide) લગાવી હતી. ડભોલી પંચશીલ રેસીડેન્સી ખાતે રહેતા બળવંતભાઈ લાઠીયા સિંગણપોર ચાર રસ્તા પાસે રેડીમેડ ગારમેન્ટની દુકાન ચલાવે છે. તેમની પત્ની અંજલી(41) મોપેડ લઈ ડભોલી વરીયાવ બ્રિજ પર પહોંચી હતી અને મોપેડ સાઈડમાં પાર્ક કરી બ્રિજ પર લગાવેલી જાળીની વચ્ચે ખાલી પડેલી જગ્યામાંથી તાપીમાં પડતું મુકી દીધું હતું. જે પછી તેનું મોત થયુ હતુ.

આ પણ વાંચો-Gujarati Video : અંબાજી નજીક તળાવમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવ્યા, તપાસ શરૂ

તાપી નદીમાં ઊંડા પાણીમાંથી મૃતદેહ મળ્યો

બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તાપીના ઉંડા પાણીમાં તેમની શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન અંજલીબેનનો મૃતદેહ મળી આવતા તેમને  108 એમ્બ્યુલન્સમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

પતિએ દ્વારકા આવવાની મનાઈ કરી હતી

બનાવની જાણ થતા સિંગણપોર પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યુ હતુ કે પતિ અને ભાઈ દ્વારકા દર્શન કરવા માટે જવાના હતા. અંજલીબેનને પણ દ્વારકા દર્શન કરવા માટે જવું હતું, પરંતુ ફક્ત પુરૂષો જતા હોવાથી બળવંતભાઈએ અંજલીબેનને ના પાડી હતી અને તેમની માતાને બોલાવી તેમની સાથે પિયર જવા માટે કહ્યું હતું.

મોપેડ બ્રિજ પર મૂકી આપઘાત કરી લીધો

પતિએ દ્વારકા આવવાની મનાઇ કરતા અંજલીબેનને માઠુ લાગી આવ્યું હતું. અંજલીબેન માતા સાથે પિયર ગયા બાદ ત્યાંથી મોપેડ લઈ નીકળ્યા હતા અને આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે. અંજલીબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

બીજી તરફ બનાસકાંઠાના કાંકરેજના રાજપુર ગામે ઘરકંકાસમાં પરિણીતાએ આપઘાત કરતા ચકચાર મચી છે. પતિ અને દિયર માર મારતા હોવાથી અને માનસિક ત્રાસ આપતા હોવાથી ધારા ગોસ્વામી નામની પરિણીતાએ ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. દીકરીના કમોતના સમાચાર સાંભળી પરિવાર ભાંગી પડ્યો છે. હાલ તો સમગ્ર મામલે પરિણીતાની માતાએ જમાઇ સહિત બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા થરા પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article