Surat : સપ્ટેમ્બરના પ્રારંભ સાથે જ મેઘરાજાની રી એન્ટ્રી, શહેરીજનોને બફારા અને ઉકળાટથી મળી રાહત

|

Sep 01, 2022 | 2:53 PM

સપ્ટેમ્બર (September) મહિનામાં બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઉભું થયું છે. જેના કારણે આ મહિનાના પ્રારંભમાં હળવા વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે.

Surat : સપ્ટેમ્બરના પ્રારંભ સાથે જ મેઘરાજાની રી એન્ટ્રી, શહેરીજનોને બફારા અને ઉકળાટથી મળી રાહત
Rain in Surat (File Image )

Follow us on

હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજે સવારથી જ સુરત (Surat ) શહેર અને જિલ્લામાં વરસાદી (Rain )માહોલ છવાયો છે. બુધવારે સખ્ત ગરમી (Heat )અને બફારા બાદ મોડી રાતથી જ શહેર અને જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાની પધરામણી જોવા મળી હતી. જેના કારણે લોકોને બફારા અને ઉકળાટથી રાહત મળી હતી. સવારથી અત્યાર સુધી વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો માંડવીમાં સૌથી વધારે  38 મીલીમીટર વરસાદ પડ્યો છે.

ઉમરપાડામાં અને મહુવામાં સૌથી વધારે 32 મીલીમીટર વરસાદ નોંધાયો છે, તે પછી ચોર્યાસીમાં 10, પલસાણામાં 6, બારડોલીમાં 8, અને સુરત સિટીમાં 2 મીલીમીટર વરસાદ નોંધાયો છે. જયારે ઓલપાડ, કામરેજ અને માંગરોળમાં બિલકુલ વરસાદ નોંધાયો નથી. લાંબા વિરામ બાદ વરસાદે ફરી હેલી વરસાવતા જિલ્લામાં ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.

નોંધનીય છે કે આગામી થોડા દિવસ સુધી આ જ પ્રકારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગણપતિના આગમન સાથે જ વરસાદી માહોલ જામતા જ શહેરીજનોએ પણ રાહત અનુભવી છે. નોંધનીય છે કે છેલ્લા છ દિવસથી વરસાદના સદંતર વિરામને કારણે મહત્તમ તાપમાનનો પારો વધીને 33.8 ડિગ્રી સુધી જતો રહ્યો હતો. સાથે ઉકળાટ અને બફારો પણ વધ્યો હોય શહેરીજનો પરસેવે રેબઝેબ થઇ ગયા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સામાન્ય રીતે ચોમાસાની મોસમ 15 સપ્ટેમ્બર બાદ વિદાય લે છે અને હવે તેને પણ થોડા દિવસો બાકી છે ત્યારે સપ્ટેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઉભું થયું છે. જેના કારણે આ મહિનાના પ્રારંભમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જેમાં નવસારી, સુરત, વલસાડમાં આગાહી પ્રમાણે નો જ સામાન્યથી મધ્યમ વરસાદ આજે સવારથી જ વરસી રહ્યો છે.

Next Article