Surat: સલાબતપુરા પોલીસ સ્ટાફના બદલાવાથી ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓ કેમ છે ખુશ?

|

Jan 18, 2022 | 5:17 PM

ફેડરેશન ઓફ સુરત ટેક્સ્ટાઈલ માર્કેટના પ્રમુખના જણાવ્યા પ્રમાણે નવી પોલીસને પ્રામાણિકતાથી કામ કરવા માટે અમે દબાણ કરીશું. જેથી માર્કેટના વેપારીઓમાં એક વિશ્વસનીય વાતાવરણ પણ ઉભું થાય.

Surat: સલાબતપુરા પોલીસ સ્ટાફના બદલાવાથી ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓ કેમ છે ખુશ?

Follow us on

સુરતના સલાબતપુરા (Salabatpura) પોલીસ મથકના પીઆઈથી લઈને કોન્સ્ટેબલ સુધી તમામ 104 પોલીસ (Surat Police) કર્મચારીઓના બદલી થવાની ઘટના ગુજરાતમાં પહેલી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પહેલી જ વાર પોતાના જ શહેરમાં આ આદેશ કરીને સૌને ચોંકાવી દીધા હતા. જોકે તે પાછળ કારણ ભલે ગમે તે હોય, આ નિર્ણયથી સુરતના ટેક્સ્ટાઈલ માર્કેટના વેપારીઓ ખુબ ખુશ જણાઈ રહ્યા છે.

સુરતની રીંગરોડની ટેક્ષટાઈલ માર્કેટોમાં આ ગરમાગરમ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, અહીં સવાસો જેટલી ટેક્ષટાઈલ માર્કેટો સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવે છે અને ટેક્ષટાઈલ માર્કેટોમાં ધંધામાં પડેલા ચીટરોની ટોળકી સામે અત્યાર સુધી કડકાઈપૂર્વક કાર્યવાહી થઈ ન હોય વર્ષે દહાડે  800 કરોડથી વધુ રકમના ચીટીંગના કેસો ટેક્ષટાઈલ માર્કેટોમાં બની રહ્યા છે.

સુરતની 80 ટકા માર્કેટ જ્યારે સલાબતપુરા પોલીસ મથકમાં આવેલી છે અને કાપડને લઈને અહીં 138 જેટલી ફરિયાદો પણ થઈ છે. છતાં વેપારીઓનું ફરિયાદોનું સંતોષકારક નિવારણ હજી સુધી આવતું ના હતું. પોલીસ અન્ય રાજ્યોમાં ચીટિંગની તપાસ માટે જતી ત્યારે પણ ફરિયાદીના ખર્ચે જતી હતી. તેમજ જ્યારે આરોપીને પકડતી ત્યારે રિકવરી ઓછી આવતી હોવાની ફરિયાદ પણ હતી.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

છેલ્લા બે દિવસોથી ટેક્ષટાઈલ વેપારીઓના જુદા જુદા સોશ્યલ મીડિયા ગ્રુપ્સમાં એ જ મુદ્દો છવાયેલો રહ્યો હતો કે ટેક્ષટાઈલ માર્કેટોમાં પેંધા પડેલા ચીટરો સામે હવે સલાબતપુરા પોલીસ કડકાઈથી કામ લેશે અને શંકાસ્પદ કામગીરી નહીં કરે. અનેક ટેક્ષટાઈલ માર્કેટોના વેપારીઓમાં આજે એવી વ્યાપક ચર્ચાઓ હતી કે સંખ્યાબંધ કેસોમાં જે વેપારીઓ સાથે ચીટરોએ લાખો રૂપિયાનું ચીટીંગ પોલીસ કડક હાથે કામ લે તો 800 કરોડના ઉઠમણાંઓ ટાળી શકાય.

કેટલાક વેપારીઓનું કહેવું હતું કે કેટલાક એવા કેસોમાં સલાબતપુરા પોલીસના કેટલાક પોલીસવાળાઓ ઉલ્ટાનું ફરીયાદીને જ ધમકાવી, ડરાવીને મામલાઓ રફેદફે કરી દીધા હતા. અનેક કિસ્સામાં તો ફરીયાદીને જ આરોપીના પીંજરામાં મૂકી દેવાયા હતા, આ સમગ્ર મામલો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલથી લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી અનેક વખત લઈ જવાયો હતો.

પરંતુ દરેક વખતે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસવાળાઓની કામગીરી શંકાસ્પદ અને કેટલાક કિસ્સાઓમાં ચીટરો સાથે પોલીસવાળાઓની સાંઠગાંઠ હોવાના પુરાવાઓ પણ મળ્યા હતા. આવી સ્થિતિમાં સલાબતપુરા પોલીસ મથકના તમામ સ્ટાફની બદલી કરી દેવામાં આવી હતી અને એ સમાચાર ટેક્ષટાઇલ વેપારીઓ , વીવીંગ કારખાનેદારો , એમ્બ્રોઇડરીના કારખાનેદારોમાં પ્રસર્યા બાદ માર્કેટના વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે.

ફેડરેશન ઓફ સુરત ટેક્સ્ટાઇલ માર્કેટના પ્રમુખના જણાવ્યા પ્રમાણે નવી પોલીસને પ્રામાણિકતાથી કામ કરવા માટે અમે દબાણ કરીશું. જેથી માર્કેટના વેપારીઓમાં એક વિશ્વસનીય વાતાવરણ પણ ઉભું થાય. સાથે જ માર્કેટમાં ગુનાખોરી રોકવા માટે અમે ટેક્સ્ટાઇલ માર્કેટ માટે અલાયદા પોલીસ સ્ટેશનની પણ માંગણી કરી છે.

આ પણ વાંચો : Surat : આવતા મહિને સિવિલમાં આવશે 150 રેસિડન્ટ ડોક્ટર્સ, મેન પાવરમાં થશે વધારો

આ પણ વાંચો : Surat Development : શહેરમાં વિકાસ કામોમાં મંદ ગતિ, 10 મહિનામાં માત્ર 28 ટકા જ કામગીરી

Next Article