Surat : દક્ષિણના વિવર્સે સાડીનું ઉત્પાદન બંધ કરતા જરી ઉદ્યોગે 50 ટકાનો કાપ મુક્યો

|

Feb 19, 2022 | 8:10 PM

જરીના ઉત્પાદન પર કાપ મૂકવા માટે સુરત જરી મેન્યુફૅક્ચરિંગ એસો.ના નેજા હેઠળ સુરત આંધ્ર-કર્ણાટક જરી વેપારી મંડળ, સુરત સાઉથ જરી મંડળ અને સુરત વારાણસી જરી વેપારી મંડળના સભ્યોએ ચર્ચા વિચારણા કરી હતી અને હેતુથી એસો.ના સભ્યોએ નિર્ણયો લીધાં હતાં.

Surat : દક્ષિણના વિવર્સે સાડીનું ઉત્પાદન બંધ કરતા જરી ઉદ્યોગે 50 ટકાનો કાપ મુક્યો
Jari Industry in Surat (File Image )

Follow us on

રેશમના ભાવોમાં(Rate ) અસહ્ય વધારો થવાના કારણે સાઉથના માર્કેટમાં વિવર્સે સાડીનું(Saree ) ઉત્પાદન સદંતર બંધ કરતાં સુરતના જરી ઉદ્યોગ (Jari )ભીંસમાં મુકાયો છે. જરીના ઉત્પાદનમાં 50 ટકા કાપ કરવાનો નિર્ણય વિવિધ એસો.એ લીધો છે. રેશમના ભાવોમાં થયેલ અસહ્ય વધારાના કારણે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ , કર્ણાટક અને તામિલનાડુના સાડીના વિવર્સે રેશમના ભાવોમાં થયેલ અસહ્ય વધારાના કારણે સાડીના પોષણક્ષમ ભાવો નહી મળતાં સાડીનું ઉત્પાદન બંધ કરી દેતાં જરીની માંગ એકદમ ઘટી ગઈ છે. જેને પગલે જરી ઉદ્યોગ ભીસમાં મુકાય ગયો છે.

દક્ષિણ ભારતમાં દોઢ બે માસ અગાઉ કમોસમી વરસાદ થયો હતો , તેના કારણે મલબરી રેશમનો પાક નાશ પામ્યો છે. જેથી રેશમની માગ સામે પુરવઠો ઓછો થઈ જતાં રેશમના ભાવો આસમાને પહોચી ગયા છે. રેશમના ભાવોમાં અચાનક રૂપિયા 3 હજારથી 4 હજારનો વધારો થતાં સાડીની પડતરમાં ખુબ મોટો વધારો થયો છે.

બીજી તરફ તૈયાર સાડીના ભાવોમાં કોઈ વધારો નહી  મળતાં સાઉથ દક્ષિણના વિવર્સે સાડીનું ઉત્પાદન સદંતર બંધ કરી દેતાં જરીની માગ એકદમ ઘટી ગઈ છે. જરીનો માલ કોઈ માંગતુ નહિ હોવાથી જરીના ઉત્પાદકોને યુનિટો ચલાવવા માટે ફાંફા પડી રહ્યાં છે . જેના કારણે કારીગરોની રોજીરોટીનો પશ્ન પણ ઉભો થયો છે. કારીગરોની રોજીરોટી પણ સચવાઈ રહે અને આ કપરા સમયમાંથી ઉદ્યોગ પણ બહાર આવી શકે તે હેતુથી એસો.ના સભ્યોએ નિર્ણયો લીધાં હતાં.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

જરીના માલનો ભરાવો એટલો છે કે જરીનું ઉત્પાદન એક બે મહિના માટે સદંતર બંધ કરવામાં આવે તો પણ ફરક પડે તેમ નથી. હોળીનો તહેવાર નજીકમાં છે અને બીજીબાજું માર્ચ એંડીંગ હોવાથી અને જુના પેમેન્ટો આવતાં નહિ હોવાથી નાંણા ભીડ પણ રહેશે.

જરીના ઉત્પાદન પર કાપ મૂકવા માટે સુરત જરી મેન્યુફૅક્ચરિંગ એસો.ના નેજા હેઠળ સુરત આંધ્ર-કર્ણાટક જરી વેપારી મંડળ, સુરત સાઉથ જરી મંડળ અને સુરત વારાણસી જરી વેપારી મંડળના સભ્યોએ ચર્ચા વિચારણા કરી હતી અને હેતુથી એસો.ના સભ્યોએ નિર્ણયો લીધાં હતાં. સર્વાનુમતે ઉત્પાદન કાપ માટેનો મહત્વનો નિર્ણય લીધો હતો.

જરી એસોસીએશને આ નિર્ણય લીધો

–દક્ષિણના રાજયોમાં પરિસ્થિતિ સામાન્ય નહિ થાય ત્યાં સુધી જરીના ઉત્પાદનમાં 50 ટકાનો કાપ મુકવો.
–જરી કસબના મશીનો સિંગલ ડેક ચલાવી ઉત્પાદન 50 ટકા કરવું . કેમકે , ઉત્પાદનમાં કાપ મુકવાથી કામના કલાક ઘટતાં મશીન વહેલાં બંધ થવાથી જરીનો માલ કાળો પડવાની સંભાવના રહે છે.
–હોળીના તહેવારને કારણે કારીગરો વતન જતાં હોય તો , તેવા મશીન સદંતર બંધ કરી ઉત્પાદનમાં કાપ કરવો.
–ઓર્ડર વગર માલ મોકલવો નહી અને જુના પેમેન્ટોની ઉઘરાણીની સામે જ માલની ડિલીવરી કરવી.

આ પણ વાંચો :

Surat : યુનિવર્સીટીની ઓનલાઇન પરીક્ષામાં વોટર આઈડી કાર્ડ ફરજીયાત કરાતા વિરોધ

Surat: લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર પકડાયો

Next Article