Surat : કોરોનામાં મોંઘા સાબિત થયા પાલિકાના વિવિધ પ્રોજેક્ટ, આવકમાં થયો ઘટાડો

|

May 31, 2021 | 2:26 PM

છેલ્લા 14 મહિનાથી સુરત (Surat) સહિત આખા દેશને કોરોનાએ પોતાના અજગરી ભરડામાં લીધો છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની તિજોરી પર કોરોના મહામારીની અસર જોવા મળી છે.

Surat : કોરોનામાં મોંઘા સાબિત થયા પાલિકાના વિવિધ પ્રોજેક્ટ, આવકમાં થયો ઘટાડો
સુરત

Follow us on

Surat : છેલ્લા 14 મહિનાથી સુરત (Surat) સહિત આખા દેશને કોરોનાએ પોતાના અજગરી ભરડામાં લીધો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) ની તિજોરી પર કોરોના મહામારીની અસર જોવા મળી છે. આ વિષમ પરિસ્થિતિ વચ્ચે મહાનગરપાલિકાની તિજોરી પણ તળિયા ઝાટક થઇ ગઈ છે.

બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટો પણ હવે ધૂળ ખાઈ રહ્યા છે. સતત ઘટી રહેલી આવક વચ્ચે આ પ્રોજેક્ટના ખર્ચને પહોંચી વળવા માટે આગામી દિવસોમાં મનપાના વિકાસ કાર્યો પર તેની પ્રતિકૂળ અસર થાય તો નવાઇ નહીં.

હરવા ફરવાના શોખીન સુરતીઓ માટે મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રાણીસંગ્રહાલય (Zoo), એક્વેરિયમ (Aquarium) અને સાયન્સ સેન્ટર (Science Center) જેવા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. પણ કોરોનાની અસરને કારણે હાલ આ પ્રોજેક્ટ બંધ રાખવામાં આવ્યા છે. જેના કારણે આ પ્રોજેક્ટ હાલ ધુળ ખાઈ રહયા છે.

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

14 મહિનામાં ગણ્યાગાંઠ્યા દિવસો પૂરતા જ આ પ્રોજેક્ટ ખુલ્યા હતા. જેના કારણે તેની સીધી અસર મહાનગર પાલિકાની આવક પર પણ જોવા મળી છે. કોરોના પહેલા દર વર્ષે કરોડો રૂપિયા રળી આપતા આ પ્રોજેક્ટ હવે મુલાકાતીઓના અભાવે પાલિકાને આવક રળી આપવામાં નિષ્ફળ નીવડયા છે. તો બીજી બાજુ તેનો ખર્ચ પણ પાલિકાના માથે પડ્યો છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં છ ઓડિટોરિયમ બનાવવામાં આવ્યા હતા. જે નાગરીકો અને સંસ્થાઓને ખાનગી ઉપયોગ માટે ભાડે આપીને મનપા દર વર્ષે 4 થી 5 કરોડ રૂપિયાની આવક રળતું હતું. પરંતુ કોરોનાની (Corona) મહામારીમાં તમામ ઓડિટોરિયમ (Auditorium) પણ શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે.

આખા વર્ષ દરમિયાન આ તમામ પ્રોજેક્ટ થકી મહાનગરપાલિકાને માત્ર પાંચ લાખ જેટલી આવક થઈ છે. જેની સામે સિક્યુરીટી સ્ટાફ અને મેઇન્ટેનન્સ પાછળ જ લાખોનો ખર્ચ મહાનગરપાલિકાને પડ્યો છે.

Next Article