Surat માં અનોખુ અભિયાન, ડ્રગ્સના સેવન થતાં નુકશાન અંગે જાગૃતિ રેલી યોજી

|

Jun 24, 2022 | 11:47 PM

સુરતમાં(Surat) ડ્રગ્સના સેવનથી થતાં નુકશાન અને તે અંગેની લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ રેલી થકી કરવામાં આવ્યા હતા. આ રેલી સુરતના સીટી લાઈટ સ્થિત અનુવ્રત દ્વાર ખાતેથી નીકળી હતી. આ રેલીમાં શહેર પોલીસ કમિશ્નર અજય તોમર સહિતના અધિકારીઓ અને કોલેજના યુવાઓ સહિત પ્રાધ્યાપકો પણ જોડાયા હતા

Surat માં અનોખુ અભિયાન, ડ્રગ્સના સેવન થતાં નુકશાન અંગે જાગૃતિ રેલી યોજી
Surat Say To No Drugs Rally

Follow us on

સુરતમાં(Surat) Say No To Drugs ના સંદેશા સાથે સુરત શહેર પોલીસ એનસીબી અને સુરતની ખાનગી કોલેજના સંયુક્ત ઉપક્રમે સીટી લાઈટ ખાતેથી વિશાળ રેલીનું(Rally) આયોજન કરાયું હતું.જેમાં શહેર પોલીસના અધિકારીઓ,પોલીસ સ્ટાફ એનસીબી અને કોલેજના પ્રાધ્યાપકો પણ રેલીમાં જોડાયા હતા.જ્યાં ડ્રગ્સના(Drugs)  સેવનથી થતાં નુકશાન અને તે અંગેની લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ રેલી થકી કરવામાં આવ્યા હતા. આ રેલી સુરતના સીટી લાઈટ સ્થિત અનુવ્રત દ્વાર ખાતેથી નીકળી હતી. આ રેલીમાં શહેર પોલીસ કમિશ્નર અજય તોમર સહિતના અધિકારીઓ અને કોલેજના યુવાઓ સહિત પ્રાધ્યાપકો પણ જોડાયા હતા.જ્યાં આજની યુવાપેઢીને એક અલગ સંદેશો રેલીના માધ્યમ થકી આપવામાં આવ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અજય તોમર પણ રેલીમાં જોડાયા

આ રેલી સુરતમાં સ્કૂલ અને કોલેજ ધરાવતા વિસ્તારમાં ફરી હતી. જેના લીધે વિધાર્થીઓમાં ડ્રગ્સ કેટલું હાનિકારક છે તે અંગેનો સંદેશો પણ જાય છે. આ રેલીની અંદર સુરત પોલીસ કમિશનર અજય તોમર અલગ-અલગ ઝોનના ચાર ડીસીપી ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અને સ્થાનિક અધિકારીઓ દ્વારા આ રેલીની અંદર જોડાયા અને એક સંદેશો આપવામાં આવ્યો હતો કે ડ્રગ્સ કેટલું નુકસાનકારક છે.

ડ્રગ્સ સપ્લાયર પર પોલીસની બાજ નજર

મહત્વની વાત પણ એ સામે આવી રહી છે સુરત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ અને નશીલા પદાર્થોની હેરાફેરી કરતા સામે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે ડ્રગ્સની હેરાફેરી કરતા સપ્લાયરોએ સામે પણ પોલીસે લાલ આંખ કરી છે.જેથી શહેરની અંદર ડ્રગ્સ સપ્લાય કરતા લોકો બે વાર વિચાર કરે. આ ઉપરાંત હજુ પણ ડ્રગ્સ સપ્લાયર પર પોલીસની બાજ નજર છે.ગુજરાતમાં છેલ્લા અનેક સમયથી અનેક વિસ્તારોમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. તેમજ અનેક ડ્રગ્સ પેડલરોની પોલીસે ધરપકડ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

Next Article