Surat : દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ 90 ટકા ભરાયો, વહીવટીતંત્રની ચાંપતી નજર

|

Sep 15, 2022 | 12:57 PM

તાપી નદી માં પાણી છોડાતા કાંઠા વિસ્તાર નાં ગામો ને કરાયા એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને બારડોલી નો હરિપુરા કોઝવે સીઝન માં આઠમી વખત પાણી માં ગરક થઇ ગયો છે.

Surat : દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ 90 ટકા ભરાયો, વહીવટીતંત્રની ચાંપતી નજર
Ukai Dam (File Image )

Follow us on

દક્ષિણ (South ) ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો ઉકાઈ (Ukai ) ડેમ ચોમાસુ પૂરું થાય એ પહેલા જ 80 ટકા સુધી ભરાઇ ગયો છે. સુરતને બે વર્ષ સુધી ચાલે એટલું પાણી હાલ ડેમમાં આવી ગયું છે. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક 2 લાખ ક્યુસેક સુધી પહોંચી છે. રુલ લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી 1.38 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી ફક્ત 4 ફૂટ જેટલો જ દૂર છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.

આ સાથે જ સુરતમાં 56.69 જેટલો આ મોસમમાં વરસાદ વરસી ગયો છે. જેના કારણે શહેરનો મોસમનો 100 ટકા જેટલો વરસાદ પણ પૂર્ણ થઇ ચુક્યો છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે સત્તાધીશો પણ એલર્ટ થઇ ગયા છે. નોંધનીય છે કે સુરત શહેર અને જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને આખા વર્ષ માટે સિંચાઈ તેમજ પીવાના પાણી માટે સરેરાશ 3 હજાર એમસીએમ પાણીની જરૂરિયાત હોય છે, જેની સામે ઉકાઈ ડેમમાં બે વર્ષ ચાલે એટલું એટલે કે 6675 એમસીએમ જેટલું પાણી આવી ગયું છે.

સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલ વરસાદના આંકડા પર નજર કરીએ તો

  • બારડોલી : 1.25 ઇંચ
  • ચોર્યાસી : 1 ઇંચ
  • કામરેજ : 1 ઇંચ
  • પલસાણા : 1.25 ઇંચ
  • મહુવા :2.25 ઇંચ
  • માંગરોળ : 0.5 ઇંચ
  • માંડવી : 0.75 ઇંચ
  • ઉમરપાડા : 1.20 ઇંચ
  • સુરત સીટી : 1.20 ઇંચ

આજે શહેર જિલ્લામાં વરસાદની સ્થિતિ :

ઓરેન્જ એલર્ટ વચ્ચે સુરત જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા બારડોલી ના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બારડોલી પંથકમાં આવેલા શામળિયા મોરા,ભરવાડ વસાહત અને સુગર ફેક્ટરી ના આવેલા અંડરપાસમાં પાણી ભરાયા છે.  વહેલી સવારથી વરસતા વરસાદના પગલે જનજીવન પણ માઠી અસર જોવા મળી રહી છે.  સુરત શહેરમાં પણ સવારથી છુટા છવાયા વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હરિપુરા કોઝવે સીઝનમાં 8મી વખત પાણીમાં ગરક :

તાપી નદી માં પાણી છોડાતા કાંઠા વિસ્તાર નાં ગામો ને કરાયા એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને બારડોલી નો હરિપુરા કોઝવે સીઝન માં આઠમી વખત પાણી માં ગરક થઇ ગયો છે. હરિપુરા કૉઝવે ને સામે પાર આવેલ 10 ગામો બારડોલી નાં મુખ્ય મથક થી સંપર્ક વિહોણા થઇ ગયા છે અને ઇમરજન્સી સહિત ની અવર જવર માટે સ્થાનિકો એ 25 કિલોમીટર નો ચકરાવો ફરવો પડશે તેવી સ્થિતિ આવીને ઉભી થઇ છે.

Next Article