Surat: મારણ ખાવા આવેલું અઢી વર્ષનું દીપડાનું બચ્ચું પાંજરે પુરાતા બારડોલીના ગ્રામજનોને હાશકારો

|

Jun 30, 2022 | 7:30 PM

સુરતના બારડોલી પંથકમાં દીપડાનો ડર યથાવત્ છે. થોડા દિવસો પહેલા જ આ વિસ્તારમાં એક દીપડી તેના બચ્ચાઓ સાથે લટાર મારી રહી હતી. તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

Surat: મારણ ખાવા આવેલું અઢી વર્ષનું દીપડાનું બચ્ચું પાંજરે પુરાતા બારડોલીના ગ્રામજનોને હાશકારો
Surat

Follow us on

Surat: સુરતના બારડોલી (Bardoli) પંથકમાં દીપડાનો (Leopard) ડર યથાવત્ છે. થોડા દિવસો પહેલા જ આ વિસ્તારમાં એક દીપડી તેના બચ્ચાઓ સાથે લટાર મારી રહી હતી. તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનો દ્વારા વનવિભાગને તેની જાણ પણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ દીપડા દ્વારા પાલતુ પશુઓ અને ખેતરમાં કામ કરતાં ખેત મજુરોને તેનો શિકાર બનાવવામાં આવ્યા હોવાના કિસ્સાઓ નોંધાઈ ચૂક્યા છે. જેથી ગ્રામજનોમાં દીપડાને લઈને હંમેશા ડર જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે, બારડોલી તાલુકામાં 15 દિવસ પહેલા જ કડોદના મિયાવાડી નજીક દીપડી તેના બે બચ્ચા સાથે જોવા મળી હતી. જેનો વિડીયો વાયરલ થયા બાદ ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા. અહીં જંગલ વિસ્તાર અને અંતરિયાળ ગામ હોવાથી દીપડો ગમે ત્યારે ત્રાટકે તેવો ભય ગ્રામજનોમાં સતત જોવા મળી રહ્યો હતો. જેથી ગામના સરપંચને ફરિયાદ કરતા તેમના દ્વારા પણ સામાજિક વનીકરણ વિભાગને આ માટેની લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. અને ગામમાં પાંજરૂ મૂકવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.

ગ્રામજનોની ફરિયાદના આધારે વન વિભાગના કર્મચારીઓએ મિયાવાડી ગામે મારણ સાથે દીપડાને પકડવા પાંજરું મૂક્યું હતું. ત્યારે આજે માણસ કે, મરઘા ખાવાની લાલચે આવેલા અઢી વર્ષના દીપડાના બચ્ચાને પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી છે. ગામના સરપંચે તેની જાણ વન વિભાગમાં કરી છે હાલ વન વિભાગના કર્મચારીઓએ દીપડાનો કબજો લઈને તેને વન વિભાગની ઓફિસે રાખવામાં આવ્યો છે. પરંતુ હજી પણ ગ્રામજનોમાં ડર છે કે દીપડી અને તેનો એક બચ્ચું ખુલ્લામાં ફરી રહ્યું છે. જેથી વધુ એક વખત પાંજરું મુકવાની આ દીપડાને પકડવા માટેના પણ પ્રયાસો કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો અને સરપંચ દ્વારા કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

(Input – Jignesh Mehta)

Next Article