Surat: સુરતમાં વટ સાવિત્રી નિમિત્તે પૂજા કરનાર મહિલાઓને અપાયા તુલસીના રોપા

|

Jun 24, 2021 | 4:28 PM

કોરોના સમયમાં લોકોને પર્યાવરણ અને ઓક્સિજનનું મહત્વ સમજાયું છે. આપણા શાસ્ત્રોમાં પણ વનસ્પતિ અને વૃક્ષોનું મૂલ્ય સમજીને તેને પૂજવામાં આવે છે. વટ સાવિત્રીનો તહેવાર પણ તેનું જ પ્રતીક છે.

Surat: સુરતમાં વટ સાવિત્રી નિમિત્તે પૂજા કરનાર મહિલાઓને અપાયા તુલસીના રોપા
વટ સાવિત્રી નિમિત્તે પૂજા કરનાર મહિલાઓને અપાયા તુલસીના રોપા

Follow us on

આજે સુરત સહિત રાજ્યભરમાં મહિલાઓ દ્વારા વટ સાવિત્રીની (Vat Savitri) પૂજા કરવામાં આવી હતી. આ દિવસે મહિલાઓ વડની પૂજા કરી પતિના દીર્ઘાયુ માટે કામના કરતી હોય છે. ત્યારે સુરતની હોપ ચેરીટેબલ સંસ્થા દ્વારા પૂજા કરનાર મહિલાઓને તુલસીના રોપા આપવામાં આવ્યા હતા.

કોરોના સમયમાં લોકોને પર્યાવરણ અને ઓક્સિજનનું મહત્વ સમજાયું છે. આપણા શાસ્ત્રોમાં પણ વનસ્પતિ અને વૃક્ષોનું મૂલ્ય સમજીને તેને પૂજવામાં આવે છે. વટ સાવિત્રીનો (Vat Savitri) તહેવાર પણ તેનું જ પ્રતીક છે. ત્યારે આજે સુરતની હોપ ચેરીટેબલ સંસ્થા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વટ સાવિત્રીની પૂજા કરનાર મહિલાઓને તુલસીના રોપા વિતરિત કરવામાં આવ્યા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ સંસ્થા Say No To Plastic થીમ સાથે અવેરનેસના કાર્યક્રમો કરી રહી છે. ત્યારે તુલસીના રોપા પ્લાસ્ટિક બેગમાં આપવાના બદલે તેમના દ્વારા તુલસીના રોપા નારિયેળના વધેલા ખાલી તરોફામાં માટી ભરીને વિતરિત કરવામાં આવ્યા છે.

છેલ્લા સાત વર્ષથી આ સંસ્થા દ્વારા પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ અને પર્યાવરણ માટે જાગૃતિ આવે તે ઉદ્દેશ્ય સાથે આ કામગીરી કરવામાં આવે છે. આજે પણ વટ સાવિત્રી નિમિતે તેમના દ્વારા વડની પૂજા કરનાર મહિલાઓને તરોફામાં તુલસીના રોપા વિતરિત કરવામાં આવ્યા હતા.

Next Article