સુરતથી ધારાસભ્ય કિશોર કાનાણીનો વધુ એક લેટરબોંબ, ટ્રાફિક પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતો કમિશનરને લખ્યો પત્ર

સુરતના વરાછાથી ધારાસભ્ય કિશોર કાનાણી ટ્રાફિક પોલીસની કામગીરી સામે રોષે ભરાયા છે અને તેમણે સુરત પોલીસ કમિશનરને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી છે.

| Edited By: | Updated on: Oct 01, 2026 | 7:25 PM

સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અવારનવાર સરકારી તંત્ર સામે લેટર બોમ્બ ફોડતા હોય છે. ત્યારે તેમણે વધુ એક પત્ર દ્વારા શહેરની સમસ્યાને ઉજાગર કરી છે. ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા સુરત પોલીસ કમિશનરને એક પત્ર લખવામાં આવ્યો છે.જેને લઈને રાજકીય અને પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.આ પત્રમાં ધારાસભ્યએ ટ્રાફિક વ્યવસ્થા અને પોલીસ વિભાગની કામગીરી સામે આકરા સવાલો ઉઠાવતા કુલ 8 મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા છે.

ટ્રાફિક પોલીસના ઉઘરાણા સામે કુમાર કાનાણી ઉકળ્યા

સુરત ટ્રાફિક પોલીસની કામગીરી સામે કિશોર કાનાણી એ નારાજગી વ્યક્ત કરતા કમિશનરને પત્ર લખ્યો છે. કુમારા કાનાણીએ જણાવ્યુ કે ટ્રાફિક પોલીસ માત્ર ટુ-વ્હીલર ચાલકો પાસેથી જ દંડ કેમ વસુલે છે. શહેરમાં 800 થી વધુ CCTV કેમેરા લાંબા સમયથી બંધ હાલતમાં છે. પોલીસના ટોળા ઉભા રહી માત્ર ઉઘરાણા કરતા હોવાનો આરોપ લગાવ્યો. ટ્રાફિક સમસ્યાને નિવારવા સિગ્નલનું યોગ્ય સંચાલન અને અમલીકરણ થવુ જોઈએ. જનસુરક્ષા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે છતા મેઈન્ટેનન્સ પર ધ્યાન કેમ અપાતુ નથી તેવો સવાલ કુમારા કાનાણીએ કર્યો છે.

વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણી તેમના આકરા વલણ અને પત્રવ્યવહારને કારણે ચર્ચામાં રહે છે. અગાઉ તેમણે ટેક્સ્ટાઈલ અને એમ્બ્રોઈડરી ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના વેપારીઓના પ્રશ્નોને લઈને ધારાસભ્યે સુરત મનપા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી હતી.

પોલીસ કામગીરીની પારદર્શક્તા સામે સવાલ

કુમાર કાનાણીએ જણાવ્યુ કે 5- 7 ટ્રાફિક પોલીસના ટોળા રસ્તા પર ઉભા રહી માત્ર ટુવ્હીલર ચાલકોને પકડી ઉઘરાણા કરતા હોય છે. પ્રતિંબંધિત સમયમાં શહેરમાં બેરોકટોક ભારે વાહનો દોડી રહ્યા હોય છે. રિક્ષાઓ અવારનવાર રોંગમાં જતી જોવા મળે છે. 18,19 વર્ષના છોકરા બેફામ ડમ્પરો ચલાવી નિયમભંગ કરતા હોય છે. છતા તેમની સામે કેમ કોઈ પોલીસ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેવો સીધો સવાલ તેમણે કમિશનરને પત્રમાં કર્યો છે. ફક્તને ફક્ત ટુવ્હીલર ચાલકોને પાવતી પકડાવી હજારો રૂપિયાનો દંડ વસુલવામાં આવે છે. ત્યારે પોલીસની કામગીરીની પારદર્શક્તા સામે ધારાસભ્ય સવાલ ગંભીર ઉઠાવ્યા છે અને ટ્રાફિકના નિયમોનું અને સિગ્નલ્સનું યોગ્ય સંચાલન થાય તેવી રજૂઆત કરી છે.

Input Credit- Baldev Suthar- Surat

 

પતિ-પત્ની બંનેની મળીને ₹300 કરોડથી વધુની સંપત્તિ, જાણો કેટલા અમીર છે સપાના ઉમેદવાર ધનરાજ નથવાણી

Published On - 7:24 pm, Thu, 1 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.