Surat: યુવાનોને નશામુક્ત રાખવા ગણેશોત્સવ દ્વારા જનજાગૃતિ અભિયાન, નાટક ભજી લોકોને કરાઈ રહ્યા છે જાગૃત

|

Sep 23, 2023 | 6:17 PM

Surat: યુવાનોને નશામુક્ત રાખવા ગણેશોત્સવ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. શહેરના અલગ અલગ ગણેશ પંડાલોમાં યુવાનોને નશાથી થતા નુકસાન વિશે માહિતગાર કરી લોકોને નશાથી દૂર રહેવાની સલાહ અપાઈ રહી છે. ગણેશ પંડાલોમાં વિવિધ નશામુક્તિની થીમ પર નાટકો ભજવી નશા ન કરવા સમજાવવામાં આવે છે. જેમા નશો કરવાનારા કેવી રીતે બર્બાદીની ગર્તામાં ધકેલાઈ જાય છે સમજાવવામાં આવે છે.

Surat: યુવાનોને નશામુક્ત રાખવા ગણેશોત્સવ દ્વારા જનજાગૃતિ અભિયાન, નાટક ભજી લોકોને કરાઈ રહ્યા છે જાગૃત

Follow us on

Surat: હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે સુરત શહેરમાં અલગ અલગ થીમ પર પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે મોટી સંખ્યામાં લોકો શ્રીજીના દર્શને આવી રહ્યા છે ત્યારે સુરતમાં ભક્તિની સાથે જનજાગૃતિના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, એક તરફ સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે ત્યારે લોકો નશાથી દુર રહે તે માટે ગણેશોત્સવમાં નાટક ભજી યુવાનોને નશાથી દુર રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

શહેરના તમામ ગણેેશ પંડાલોમાં નાટક અને બેનર દ્વારા જનજાગૃતિ અભિયાન

સામાજિક કાર્યકર દિશાંક પુનમિયાએ જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસના નેજા હેઠળ, ટર્નિંગ પોઈન્ટ રીહેબ સેન્ટર સાથે નશા મુક્ત સુરતની ચળવળ શરૂ કરવામાં આવી છે. સુરત શહેરના તમામ ગણેશ પંડાલો અને સોસાયટીઓમાં સુરત શહેર પોલીસ સાથે મળીને ડ્રગ્સ અવેરનેસ માટે શેરી નાટક અને બેનરો દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.  દરરોજ 3 થી 5 અલગ અલગ ગણપતિ ઈવેન્ટમાં જઈને જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Video : સ્વામિનારાયણ અને સનાતનનો વિવાદ ફરી ગરમાયો, કવરેજ કરવા જતા મીડિયા કર્મી ઉપર 1000 મહિલા તેમજ પુરુષોના ટોળાઓ કર્યો હુમલો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ગણેશ પંડાલમાં 15 મિનિટના નાટક ભજવી નશામુક્તિ માટેની જાગૃતિનો પ્રયાસ

દરેક ગણેશ પંડાલમાં શેરી નાટક દ્વારા ડ્રગ્સના નુકસાન વિશે જણાવવા માટે 15 મિનિટનો સ્લોટ હોય છે. કાર્યક્રમની શરૂઆત સુરત પોલીસ દ્વારા નશામુક્ત સુરતની માહિતી સાથે કરવામાં આવે છે અને ત્યારબાદ કલાકારો દ્વારા નાટક રજૂ કરવામાં આવે છે. જેમાં યુવાનોને નશાથી થતા નુકશાન વિષેની માહિતી આપવામાં આવે છે યુવાવર્ગ કેવી રીતે ડ્રગ્સના બંધાણી થઈ રહ્યા છે અને તેમનું જીવન કેવી રીતે નર્ક સમાન બની રહ્યું છે તે વિષય આવરી લઈ નાટક તૈયાર કરવામાં આવ્યું છે. અમારો હેતુ છે કે યુવાનો નશાના રવાડે ચડીને પોતાનું જીવન બરબાદ ન કરે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article