ગુજરાતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતમાં બાળક ફટાકડો ગળી જતાં મૃત્યુ થયું

|

Nov 03, 2021 | 5:57 PM

સુરતમાં રૂપિયા 10ના પોપ- પોપ ફટાડકાએ બાળકનો જીવ લીધો છે. જેમાં 3 વર્ષનું બાળક પોપ-પોપ ફટાકડો ગળી જતા મૃત્યુ થયું છે. આ બાળકને ભારે ઝાડા-ઊલટી બાદ હોસ્પિટલ ખસેડાયું હતું.

ગુજરાતમાં(Gujarat)દિવાળીનું(Diwali) પર્વ શરૂ થયું છે. તેમજ દિવાળીના તહેવારોમાં બાળકો માટે ફટાકડા ફોડવા આનંદની બાબત હોય છે. પરંતુ ફટાકડા ફોડતી(Fire Crackers)વખતે રાખવામાં આવેલી નિષ્કાળજીના લીધે અનેક જીવનું જોખમ પણ ઉભું થાય છે. જેમાં સુરતમાં એક આવી જ દુર્ઘટના સામે આવી છે જેમાં બાળકે જીવ ગુમાવ્યો છે.

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સુરતમાં રૂપિયા 10ના પોપ- પોપ ફટાડકાએ બાળકનો જીવ લીધો છે. જેમાં 3 વર્ષનું બાળક પોપ-પોપ ફટાકડો ગળી જતા મૃત્યુ થયું છે. આ બાળકને ભારે ઝાડા-ઊલટી બાદ હોસ્પિટલ ખસેડાયું હતું. જો કે 24 કલાકની સારાવાર બાદ બાળકનું મૃત્યુ થયું હતું. તેમજ એકનો એક દીકરો ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. જો કે પરિવારના કહેવા મુજબ પરિવારની જાણ બહાર બાળક પોપ-પોપ નામનો ફટાકડો ગળી ગયો હતો.

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આ રીતે કરશે નવા વર્ષની ઉજવણી, આવો છે સમગ્ર કાર્યક્રમ

આ પણ વાંચો : ગુજરાત પોલીસ ગ્રેડ પે મુદ્દાના ઉકેલ માટે બુધવારે સમિતિની પ્રથમ બેઠક મળશે

Published On - 5:52 pm, Wed, 3 November 21

Next Video