Surat : આઝાદીના 75 વર્ષ નિમિત્તે, સુરતની આ હોસ્પિટલમાં 750 બાળકોની સર્જરી વિનામૂલ્યે કરાશે

|

Aug 12, 2022 | 3:15 PM

દેશના કોઈ પણ રાજ્ય કે શહેરના 10 વર્ષ સુધીના બાળકને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સર્જરી ઉપરાંત જો કોઈ જન્મજાત જટિલ બીમારી હોય તો તેવા બાળકની સર્જરી વિનામૂલ્યે કરાશે.

Surat : આઝાદીના 75 વર્ષ નિમિત્તે,  સુરતની આ હોસ્પિટલમાં 750 બાળકોની સર્જરી વિનામૂલ્યે કરાશે
This hospital in Surat has decided to perform free surgery for 750 children on the occasion of Azadi Ka Amrit Mahotsav.

Follow us on

દેશમાં (India )આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતની (Surat )કિરણ હોસ્પિટલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે 750 જેટલા બાળકોની (Children )સર્જરી એક પણ રૂપિયો લીધા વગર કરવાનો નિર્ણય કરાયો છે.  ભારત દેશ સ્વતંત્ર થયો 75 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરતની કિરણ હોસ્પિટલ પણ આ મહોત્સવનો એક ભાગ બની છે. સુરતની કિરણ હોસ્પિટલ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે જટિલ બીમારીથી પીડાતા બાળકોને બીમારીથી મુક્તિ આપવા માટે એક વર્ષ દરમિયાન 10 વર્ષની ઉંમર સુધીના 750 જેટલા બાળકોની સર્જરી કરવામાં આવશે.

જટિલમાં જટિલ બીમારીની કરાશે સર્જરી :

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સર્જરી ઉપરાંત જો બાળકને જન્મજાત કોઈ જટિલ બીમારી હોય તો પણ બાળકની સર્જરી સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવશે અને જે 750 બાળકોની સર્જરી વિનામૂલ્ય કરવાનો નિર્ણય કિરણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યો છે. તે બાળક દેશના કોઈપણ રાજ્યનું કે કોઈપણ શહેરનું હોઈ શકે છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

એકપણ રૂપિયો લીધા વિના કરવામાં આવશે સર્જરી :

આ સર્જરી માટે 25 લાખ જેટલો ખર્ચો થતો હોય છે.પરંતુ કિરણ હોસ્પિટલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત 750 જેટલા બાળકોની સારવાર અને સર્જરી એક વર્ષ દરમિયાન એક પણ રૂપિયો લીધા વગર કરવામાં આવશે.મહત્વની વાત છે કે સુરતની કિરણ હોસ્પિટલમાં 43 જેટલા વિભાગોમાં અતિ આધુનિક સાધનોથી દરેક બીમારીનો ઈલાજ કરવામાં આવે છે તો દર વર્ષે વિભાગોમાં ચાર લાખ કરતા વધારે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે

Next Article