Surat : કોરોનાનું સંક્ર્મણ ઘટતા આવતા અઠવાડિયાથી આ પ્રોજેક્ટોને ખોલવામાં આવે તેવી શક્યતા

|

Jun 03, 2021 | 4:18 PM

Surat : સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા સુરતના વિવિધ ગાર્ડન સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સરથાણા નેચર પાર્ક, અને એકવેરિયમ જેવી જગ્યાઓ લોકો માટે સંભવતઃ આવતા અઠવાડિયાથી ધીમે ધીમે ખોલવામાં આવશે તેવી શક્યતા છે.

Surat : કોરોનાનું સંક્ર્મણ ઘટતા આવતા અઠવાડિયાથી આ પ્રોજેક્ટોને ખોલવામાં આવે તેવી શક્યતા
સુરતના વિવિધ ગાર્ડન સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખોલવામાં આવે તેવી શક્યતા

Follow us on

Surat: સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા સુરતના વિવિધ ગાર્ડન સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સરથાણા નેચર પાર્ક, અને એકવેરિયમ જેવી જગ્યાઓ લોકો માટે સંભવતઃ આવતા અઠવાડિયાથી ધીમે ધીમે ખોલવામાં આવે તેવી શક્યતા છે.

 

શહેરમાં સ્થિતિ નોર્મલ બની રહી છે અને મહાનગર પાલિકા તંત્ર દ્વારા પણ ધીરે ધીરે નોર્મલ સ્થિતિ ઉભી થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર મોટાભાગના લોકો પર બીઆરટીએસ બસો પણ પૂરતી તકેદારી સાથે શરૂ કરી દેવામાં આવી છે અને આવનારા દિવસોમાં સીટી બસ પણ અલગ-અલગ રૂટ પર ધીરે-ધીરે શરૂ કરવામાં આવશે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

 

હવે કોરોનાના કેસો કાબૂમાં આવી રહ્યા છે તેમજ શહેરીજનો પણ સંભવિત ત્રીજી લહેરની ભયના કારણે પૂરતી તકેદારી રાખી રહ્યા છે. ત્યારે કોરોનાની ગાઈડલાઈન સાથે અને સરકારના નોટીફીકેશનને ધ્યાનમાં રાખીને હવે મહાનગરપાલિકા દ્વારા પણ આવતા અઠવાડિયાથી ગાર્ડન, શાંતિકુંજ, નેચર પાર્ક સ્ટેડિયમ જેવા ઓપન પ્લોટ ખુલ્લા કરવામાં આવી શકે છે.

 

મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ ખુલ્લી જગ્યામાં કાર્યરત પ્રોજેક્ટ લોકો માટે ખોલવાના સંકેત આપ્યા છે. મનપાના વિવિધ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઓપન આઉટડોર એક્ટિવીટી માટે ખુલ્લા કરવામાં આવી શકે છે. જોકે લાઈબ્રેરી બાબતે હજી કોઈ સંકેત તંત્ર દ્વારા મળ્યા નથી.

 

પરંતુ માર્ચ મહિનાના અંત સુધી શહેરમાં જે નોર્મલ સ્થિતિ હતી તેવી નોર્મલ સ્થિતિ હવે આગામી અઠવાડિયાથી બની શકે છે. સરકાર દ્વારા પણ આગામી ચાર જૂનથી 06:00 વાગ્યા સુધી દુકાનો અને સંસ્થાઓ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. કોરોનાના કારણે આ પ્રોજેક્ટો બંધ રહેવાથી મનપાની તિજોરીને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.

 

કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટો મનપાને સારી આવક રળી આપતા હતા પણ કોરોનાના કેસો વધતા લાંબા સમયથી આ તમામ પ્રોજેક્ટો લોકોની મુલાકાત માટે બંધ રાખવામાં આવ્યા હતા પણ હવે જ્યારે કોરોનાના કેસો કંટ્રોલમાં આવી રહ્યા છે, ત્યારે મનપાએ પણ તબક્કાવાર આ પ્રોજેક્ટો લોકો માટે ખુલ્લા મુકવાનો નિર્ણય લીધો છે.

 

આ પણ વાંચો: Surat : કરોડના ખર્ચે બનેલી લાઈબ્રેરી વાંચકોના અભાવે ધૂળ ખાઈ રહી છે

Next Article