AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : રેલવેમાં મનપસંદ ડ્યુટી આપવાનો ભાવ 25 હજાર રૂપિયા !!

ભ્રષ્ટાચાર દરેક ક્ષેત્રમાં અને સરકારી ઓફિસોમાં છે. હવે સુરત રેલવેમાં પણ મનપસંદ ડ્યુટી આપવા માટે 25 હજારનો ભાવ માંગવામાં આવ્યો હોવાનો કથિત ઓડિયો વાયરલ થયો છે. જેમાં એક અધિકારીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

Surat : રેલવેમાં મનપસંદ ડ્યુટી આપવાનો ભાવ 25 હજાર રૂપિયા !!
Surat: The price of giving favorite duty in railways is 25 thousand rupees !!
Parul Mahadik
| Edited By: | Updated on: Aug 02, 2021 | 11:49 PM
Share

સુરત રેલવે સ્ટેશન પર(surat railway station ) ટીટીઈને મનપસંદ ટ્રેનમાં ડ્યુટી આપવાના અને લિવ રિઝર્વ રાખવાનો ભાવ 25 હજાર રૂપિયા ચાલે છે. આવું એક વાયરલ ઓડિયો દ્વારા સામે આવી રહ્યું છે. તાજેતરમાં જ સીટીઇ સ્લીપર અને ટીટીઈ વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ(viral audio ) થયો છે. જેનાથી સુરત રેલવે સ્ટેશનના સ્ટાફથી લઈને રેલવે કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આજે પશ્ચિમ રેલવેના ડીઆરએમ સત્ય કુમાર સુરત હતા ત્યારે તેમણૅ  આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે સુરતમાં ભ્રષ્ટાચારની(corruption )કોઈ જગ્યા નથી. તેમના દ્વારા આ અંગે તપાસ કરીને ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ(suspend) કરવામાં આવ્યા છે.

કોરોનના કારણે ભારતીય રેલવેની નિયમિત ટ્રેનોની અવરજવર બંધ છે. મુસાફરોની જરુતિયાતને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામ આવી રહી છે. ત્યાં જ સુરતથી સાંસદ દર્શન જરદોશ રેલવે રાજય મંત્રી બનતા મુંબઈ ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓની સુરત અવરજવર વધી ગઈ છે.

શું છે કથિત ઓડિયોમાં ?

તાજેતરમાં સુરત ટીટીઈને ડ્યુટી આપવાની જવાબદારી સીટીઆઈ શૈલેન્દ્ર વર્માને આપવામાં આવી હતી. તેમના જ એક જુનિયરને ડીસીટીઆઈના પદ પર બેસાડવામાં આવે છે. આ બને કર્મચારીઓ હેડક્વાર્ટરની બહાર વલસાડ રહે છે. સીટીઆઈ અને સુરત હેડક્વાર્ટરના ટીટીઈ વચ્ચે હાલ ડ્યુટીને લઈને એક ઓડિયો વાયરલ થયો છે.

ઓડિયોમાં સામે આવેલ વાતચીતમાં ટીટીઈ સીટીટીઈને એસીમાં ડ્યુટી આપવાનું  કહે છે. જેમાં સીટીઈ કહે છે કે તે અપર ક્લાસ આપે છે. પછી સ્લીપર ક્લાસ આપશે નહિ. તે પછી તેને લિવ રિઝર્વ રાખવા માટેનો ભાવ 25 હજાર રૂપિયા જણાવ્યા છે. આ ઓડિયો કલીપ મુંબઈ સુધી વાયરલ થઇ ગયું છે. આ મામલે તપાસ કરીને બંનેની પૂછપરછ કરીને સીટીઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

શું છે ડ્યૂટીનો આખો ખેલ ?

ટીટીઈને ફરજ આપવા માટે એક પ્રોટોકોલ છે. સિનિયર ટીટીઈ એસી ક્લાસ, તેનાથી જુનિયર સ્લીપરમા અને સૌથી ઓછા અનુભવી જનરલ ક્લાસમાં ડ્યુટી આપવામાં આવે છે. આ ઉપરાંત સિસ્ટમમાં લિવ રિઝર્વની પણ ટિમ રાખવી પડે છે. જેમાં જુનિયર ટીટીઈને રાખવામાં આવે છે. જોકે સુરતમાં આ પ્રોટોકોલ કથિતરૂપે નહીં અનુસરવામાં આવતું હોવાનું ભાર આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અધિકારી પોતાના નજીકના લોકોને વધારે કમાણી કરી આપતી ટ્રેનમાં ડ્યુટી પર લગાવે છે. અને તેના ગમે તેટલા રૂપિયા પણ લે છે.

આ પણ વાંચો :

Surat : લો બોલો ! અંધશ્રદ્ધાને કારણે ડાયમંડ બુર્સમાં 13મો માળ જ ગાયબ

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">