Surat : હનીટ્રેપ દ્વારા રૂપિયા પડાવનાર ગેંગને પોલીસે પકડી પાડી, જાણો કેવી રીતે કરતા હતા આ કામ ?

|

Sep 24, 2022 | 4:54 PM

લોકો બદનામીના કારણે પોલીસ સામે આવતા નથી તેથી કોઈ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતી નથી. પણ પોલીસ ફરિયાદ નોંધાવતા સાથે જ પોલીસ તાત્કાલિક આવી ગેંગોને ઝડપી પાડી જેલ હવાલે કરતી હોય છે.

Surat : હનીટ્રેપ દ્વારા રૂપિયા પડાવનાર ગેંગને પોલીસે પકડી પાડી, જાણો કેવી રીતે કરતા હતા આ કામ ?
Honey Trap Case in Surat (File Image )

Follow us on

સુરત(Surat ) શહેરમાં હનીટ્રેપની (Honey Trap )ઘટનાઓ સતત બની રહી છે. લોકોને ભોળવી લાખો રૂપિયા (Money ) પડાવી લેવામાં આવે છે. સુરતમાં આવી જ એક ઘટના બની છે, જેમાં એક વૃદ્ધ પાસે લિફ્ટ માંગી, તેને ચપ્પુ બતાવી અશ્લિલ ફોટા પાડી લાખો રૂપિયા પડાવ્યા હતાં. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ફરિયાદ થતાં પોલીસે મહિલા સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા છે. સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, એક વૃદ્ધ કાર ચાલક પાસે એલ પી સવાણી રોડ પાસે લીફ્ટ માંગી આરોપીઓએ જણાવ્યું હતું કે અમારે હોસ્પીટલના કામ અર્થે જલ્દી જવાનુ છે જેથી અમને લીફ્ટ આપશો.

દરમિયાન આરોપીએ કાર ચાલક વૃદ્ધને ચપ્પુ બતાવી તેને અડાજણ મધુવન સર્કલ પાસે કોઈ અજાણ્યા ફ્લેટમાં લઈ ગયા હતાં, ત્યાં અન્ય બે મહિલા તથા બે પુરૂષ પહેલેથી જ હાજર હોય તે પૈકીના એક પુરૂષ સાગરીતે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી કહ્યું હતું કે તુ આ બંન્ને મહિલા વચ્ચે ઉભો રહી જા. બાદમાં કાર ચાલકને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી. આ બંન્ને મહિલાઓ વચ્ચે ઉભા રાખી તેના ફોટા પાડી લીધેલા હતાં અને ત્યારબાદ આ ફોટાઓને વાયરલ કરવાની ધમકી આપી હતી.

આ ફોટાઓ વાયરલ ન કરવા 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને જો પૈસા ન આપે તો કાર ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપતા આ વૃદ્ધ ચાલકે પોતાના સમાજ તથા સોસાયટીમાં પોતાનુ નામ ખરાબ ન થાય તે માટે તાત્કાલીક પોતાના ઓળખીતાઓ પાસેથી પૈસાની વ્યવસ્થા કરી. આરોપીના સંકજામાંથી છુટવા માટે 50 હજાર રૂપિયા આપ્યા હતાં. આરોપીઓને રૂપિયા મળી જતા તેઓએ કાર ચાલકને પોતાની કારમાં મોટી ટોકીઝ પાસે છોડી દીધો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સમગ્ર ઘટના અંગે અન્ય લોકોની સાથે ચર્ચા બાદ વૃદ્ધ વ્યક્તિએ પોલીસ ફરિયાદ કરી હતી મામલાની ગંભીરતાને જોતા પોલીસ કમિશનરે તમામ આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ટીમ બનાવી હતી. પોલીસે બાકીના આધારે લાલ શિવરાજભાઇ લખધીરભાઇ, અલ્પેશકુમાર ઉર્ફે જીજુ જગદીશભાઇ પટેલ, લલીતભાઇ ખીમજીભાઇ ચૌહાણ અને રૂકીયાબેન ઉર્ફે ફાતીમાબેન ઉર્ફે રીનાની ધરપકડ કરી હતી.

સુરત શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી હની ટ્રેપ કરતી ગેંગ અલગ અલગ વિસ્તારોમાં ફરતી હોય છે અને લોકોને ટાર્ગેટ કરી રૂપિયા પડાવતી હોય છે. લોકો બદનામીના કારણે પોલીસ સામે આવતા નથી તેથી કોઈ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતી નથી. પણ પોલીસ ફરિયાદ નોંધાવતા સાથે જ પોલીસ તાત્કાલિક આવી ગેંગોને ઝડપી પાડી જેલ હવાલે કરતી હોય છે. જેથી સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે આ રીતની કોઈ ગેંગ કોઈને બ્લેકમેલિંગ કરતી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે અને પોલીસ દ્વારા તેમના નામ અને તેમની કોઈ બદનામી ન થાય તે માટેની કાળજી રાખવામાં આવશે. જેથી આ રીતે ગેંગ બીજા લોકોને ટાર્ગેટ કરે તે પહેલા ઝડપી પાડવામાં આવે.

Next Article