Surat: ચાલુ ટ્રેને ચડવા જતી મહિલાનો જીવ માંડ માંડ બચ્યો, સીસીટીવી આવ્યા સામે

|

May 19, 2022 | 4:46 PM

આ મહિલા (Woman) મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને હાલમાં મુંબઈ ખાતે રહે છે. વેકેશન હોવાથી પરિવાર સાથે રાજસ્થાન થી મુંબઈ તરફ જઈ રહ્યા હતા અને આ ઘટના સુરત રેલવે સ્ટેશન પર બની હતી.

Surat: ચાલુ ટ્રેને ચડવા જતી મહિલાનો જીવ માંડ માંડ બચ્યો, સીસીટીવી આવ્યા સામે
CCTV of Train Accident (File Image )

Follow us on

સુરત (Surat) રેલવે સ્ટેશન પર એક મોટો અકસ્માત બનતા રહી ગયો હતો. એક મહિલા (Woman) ટ્રેનમાં ચડતી વેળા પગ લપસી જતા મહિલા ટ્રેનની (Train) નીચે ધકેલાઈ હતી. સદનસીબે મહિલાનો બચાવ થયો હતો. હાલમાં આ મહિલા હાલમાં સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે પણ મોટી વાત એ છે કે મહિલાનો બચાવ થયો અને એ કહેવત સાચી સાબિત થઈ કે રામ રાખે તેને કોણ ચાખે.

સુરત રેલ્વે સ્ટેશના ત્રણ નંબરના પ્લેટફોર્મ પર બાંદ્રા હિસાર ટ્રેન ઉભી રહી હતી. બાદમાં સમય થતાં ટ્રેન આગળની મુસાફરી માટે શરૂ થઈ, ત્યારે એક આશરે 40 વર્ષની મહિલા તેના બાળકો માટે પ્લેટફોર્મ પરથી નાસ્તાના પડીકા લઈ ટ્રેનમાં ચડવા જતા ટ્રેન ચાલું થઈ જતાં લપસી ગયા હતા. જેથી તેઓ પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેથી અંદર ધકેલાઈ ગયા હતા. અન્ય યાત્રીઓ ચાલુ ટ્રેન થોભાવવા માટે બુમરાણ કરવા લાગ્યા હતા.

ચારેક ડબ્બા પસાર થયા પછી ટ્રેન થોભી ગઈ. ટ્રેનની અંદર બેસેલા મુસાફરોએ ચેઈન પુલિંગ કરતા ટ્રેનને તાત્કાલિક થોભાવવામાં આવી હતી. સ્ટેશન પરના કુલીઓ તરત જ પાટા પાસે નીચે ઉતરી અને મહિલાને બહાર કાઢ્યા હતા. મહિલાના માથાના ભાગે થોડી ઈજા થયેલ હતી. સમય સૂચકતાથી એક મહિલા હાનિકારક અકસ્માતથી બચી જવા પામ્યા છે. હાલમાં આ મહિલા સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ લઈ જવામાં આવી હતી. બાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે આ મહિલા મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને હાલમાં મુંબઈ ખાતે રહે છે. વેકેશન હોવાથી પરિવાર સાથે રાજસ્થાનથી મુંબઈ તરફ જઈ રહ્યા હતા અને આ ઘટના સુરત રેલવે સ્ટેશન પર બની હતી. અવાર નવાર કોઈને કોઈ રેલવે સ્ટેશન પર આવી ઘટનાઓ સતત સામે આવતી હોય છે. ત્યાં કોઈને કોઈ બચાવવા માટે પ્રયાસો પણ કરવામાં આવે છે. આ અકસ્માતમાં મોટી વાત એ છે કે મહિલાને માત્ર સામાન્ય જ ઈજા પહોંચી છે.

Published On - 4:34 pm, Thu, 19 May 22

Next Article