Surat: વરાછાના કે પ્રકાશ જ્વેલર્સના ધાણક બંધુનું ઉઠમણું, ચાર ગ્રાહકોના 12 લાખથી વધુ રુપિયા લઇ થયા ફરાર

|

Aug 28, 2023 | 2:23 PM

સુરતના વરાછા એફિલ ટાવરમાં કે. પ્રકાશ જવેલર્સ નામથી દુકાન ધરાવતાં ધાનક બંધુઓએ એક વર્ષ માટે જુનું સોનુ જમા રાખનાર ગ્રાહકને સસ્તા ભાવે ઘડામણ કરી આપવાની સ્કીમ આપવામાં આવી હતી. જે અંતર્ગત ધાનકબંધુઓ વરાછાનાં નોકરિયાત આધેડ સહિતનાં ચાર ગ્રાહકોનું કુલ રૂપિયા 12.18 લાખનું સોનું કે તેની કિમંત પરત નહીં કરી દુકાન બંધ કરી ઉઠમણું કરી રફુચક્કર થઈ ગયા હતા.

Surat: વરાછાના કે પ્રકાશ જ્વેલર્સના ધાણક બંધુનું ઉઠમણું, ચાર ગ્રાહકોના 12 લાખથી વધુ રુપિયા લઇ થયા ફરાર

Follow us on

Surat :  સુરતના વરાછામાં જાણીતા કે પ્રકાશ જ્વેલર્સ (K Prakash jewellers) સામે છેતરપિંડીની (Fraud) ફરિયાદ નોંધાઈ છે. જ્વેલર્સની દુકાનને તાળા મારીને માલિક પ્રકાશ ધાનક અને તેનો પુત્ર પલાયન થઈ ગયા છે. આરોપી પિતા-પુત્રએ લોભામણી સ્કીમો આપીને ગ્રાહકો પાસેથી જૂના ઘરેણા પડાવી લીધા હોવાનો આરોપ છે. 4 વેપારીઓનું 12.18 લાખનું સોનું અને રોકડ, 15 જ્વેલર્સનો મુદ્દામાલ અને ગ્રાહકોના ઘરેણા લઈને પિતા-પુત્ર રફુચક્કર થઈ જતાં ગ્રાહકોને રોવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો- Monsoon 2023 : હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કરી આગાહી, સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી સામાન્ય વરસાદ વરસશે

કુલ રૂપિયા 12.18 લાખનું ઉઠમણું

સુરતના વરાછા એફિલ ટાવરમાં કે. પ્રકાશ જવેલર્સ નામથી દુકાન ધરાવતાં ધાનક બંધુઓએ એક વર્ષ માટે જુનું સોનુ જમા રાખનાર ગ્રાહકને સસ્તા ભાવે ઘડામણ કરી આપવાની સ્કીમ આપવામાં આવી હતી. જે અંતર્ગત ધાનકબંધુઓ વરાછાના નોકરિયાત આધેડ સહિતના ચાર ગ્રાહકોનું કુલ રૂપિયા 12.18 લાખનું સોનું કે તેની કિમંત પરત નહીં કરી દુકાન બંધ કરી ઉઠમણું કરી રફુચક્કર થઈ ગયા હતા.

લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો
Kidney Stone : ઘોડો દૂર કરશે તમારા શરીરની પથરી, જાણીને ચોંકી જશો આ ટ્રીક
Dry Coconut benefits : શિયાળામાં સૂકું નાળિયેર ખાવાના ફાયદા, હિમોગ્લોબિન વધશે ફટાફટ

ગ્રાહકોને આપી લોભામણી જાહેરાત

વરાછા લંબે હનુમાન રોડ સ્થિત SMC કોમ્યુનિટી હોલ પાસે આવેલી સાગર સોસાયટીમાં રહેતાં 50 વર્ષીય હસમુખભાઈ મોહનભાઈ ધેવરીયાની લસકાણા ડાયમંડ નગર ખાતે સીતારામ પોલીફેબ કાપડની મિલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. વરાછા એફિલ ટાવર ખાતે દુકાન નંબર 20 થી 26માં કે. પ્રકાશ જ્વેલર્સ નામથી દુકાન ચલાવતાં પ્રકાશભાઈ ધાનક અને તેના ભાઈ કેવલ દ્વારા હસમુખભાઈને એક વર્ષ સુધી જૂનું સોનું જમા રાખશો તો એક વર્ષ બાદ પ્રતિગ્રામ રૂપિયા 51 નાં ભાવથી દાગીના બનાવી આપવામાં આવશે તેવી સ્કીમ રાખવામાં આવી હતી.પ્રકાશ ભાઈ ધાનકને ત્યાંથી 10 વર્ષથી દાગીના ખરીદતા કે બનાવતાં હોવાથી હસમુખભાઈ ઘેવરીયાએ તારીખ 29 સપ્ટેમ્બર 2021નાં રોજ રૂપિયા 5,52,600ની કિમંતનાં 119.800 ગ્રામ દાગીના આપવામાં આવ્યા હતાં.

એજ રીતે અન્ય ત્રણ ગ્રાહકો પૈકીનાં શાંતિલાલ વાઘેલાએ રૂ.2,76,721ની કિમંતનું 56.880 ગ્રામ સોનુ તથા તુષારભાઈ નાનજીભાઈ ક્યાડાએ રૂપિયા 1,29,136ની કિમંતનું 28 ગ્રામ સોનુ ઉપરાંત અનિલ અશોકભાઈ રાઠોડે પણ સોનાની બંગડી ખરીદવાની હોવાથી ટુકડે ટુકડે રૂપિયા 2.60 લાખનું સોનું જમા કરાવ્યું હતું.

ધાનકબંધુ દ્વારા બહાના કાઢીને ચારેય ગ્રાહકોને ખોટા વાયદાઓ કરવામાં આવતા હતા. આ દરમિયાન ધાનકબંધુ પોતાની દુકાન બંધ કરી રફુચક્કર થઈ ગયા હતાં. મોબાઈલ પણ સતત બંધ આવતાં ચારેય ગ્રાહકો દ્વારા કુલ રૂ.12,18,457 નું સોનુ લઇ ઉઠમણું કરનારાં ધાનકબંધુ વિરૂદ્ધ વરાછા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. જે અંતર્ગત વરાછા પોલીસે ચારેય ગ્રાહકો વતી હસમુખભાઈ ઘેવરીયાની ફરિયાદ લઈ ગઇકાલે કે. પ્રકાશ જ્વેલર્સનાં ધાનકબંધુઓ વિરુદ્ધ IPC કલમ 409,420 તથા 114 અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કેસની તપાસ PSI એ એચ રાઠોડને સોંપવામાં આવી છે.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article