Watch : સુરતમાં માથાભારે લાલુ જાલીમ ગેંગને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, લોકોમાંથી ખૌફ દૂર કરવા કઢાયું સરઘસ, જુઓ Video
સુરતમાં માથાભારે લાલુ જાલીમ ગેંગના સભ્યોનું સરઘસ કઢાયું. બે દિવસ પહેલા સોસાયટીના પ્રમુખ બનવા બાબતે ઝઘડો થયો હતો. અસામાજિક તત્વોએ બે લોકો પર હથિયાર વડે હુમલો કર્યો હતો.
સુરતમાં અમરોલી વિસ્તારમાં માથાભારે લાલુ જાલીમ ગેંગના સાગરીતોનું પોલીસે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું. થોડા દિવસો અગાઉ ગુજસીટોકના ગુનામાં બહાર આવેલા નિકુંજ ચૌહાણે સોસાયટીમાં ઘૂસી આંતક મચાવ્યો હતો જેને લઈને રહીશોએ સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે રજૂઆત પણ કરી હતી.
સુરતના અમરોલી વિસ્તારમાં માથાભારે લાલુ જાલીમ ગેંગના સાગરિત નિકુંજ ચૌહાણ અને તેના સાગરીતોનું પોલીસે સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું છે. આરોપી નિકુંજ ચૌહાણની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તે ગુનામાં તે જામીન પર છૂટ્યો છે દરમ્યાન અમરોલી વિસ્તારમાં તેણે સોસાયટીમાં જઈને આંતક મચાવ્યો હતો, તેના આતંકને લઈને રહીશો એ સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે જઈને રજૂઆત પણ કરી હતી.
આ પણ વાંચો : ડ્રગ્સનું દુષણ ડામવા અનોખી પહેલ, સુરતમાં ‘નો ડ્રગ્સ અને સ્ટોપ ડ્રગ્સ’ લખેલી રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની, જુઓ Video
આજે અમરોલી પોલીસે આરોપીઓનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું, લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધ સુરત પોલીસે ગુજ્સીટોક હેઠળ ગુનો નોંધ્યો છે જેમાં આરોપી નિકુંજની પણ ધરપકડ કરવામાં આવી હતી. દરમ્યાન તે હાલ જામીન પર છૂટ્યો હતો અને સોસાયટીમાં જઈને આતંક મચાવ્યો હતો ત્યારે હવે ફરીથી પોલીસે તેની સામે કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે.