Surat: ટેકસ્ટાઈલ માર્કેટના વેપારીઓને ફળ્યો ઓનલાઇન બિઝનેસ, સુરતની કુર્તીઓ સૌથી વધારે ડિમાન્ડમાં

|

Jun 28, 2022 | 4:45 PM

ચોમાસાના સાડા ત્રણ મહિનાનો સમય સુરતમાં હીરા હોય કે ટેક્સ્ટાઇલ બંન્ને ઉદ્યોગકારો માટે મંદીનો સમય હોય છે. આગામી નવરાત્રિ સુધી સુરતના ટેક્સ્ટાઇલ માર્કેટમાં બજારનો માહોલ સુધરે તેવી સ્થિતિ દેખાતી નથી. ત્યારે અનેક ટેક્સ્ટાઇલ વેપારી પેઢીઓએ ઓનલાઇન સેલિંગ પ્લેટફોર્મ પર એક્ટિવ થઇને હવે ઓનલાઇન બિઝનેસમાં ઝંપલાવ્યું છે અને તેમને મોટા જથ્થામાં ઓર્ડર પણ મળતા થયા છે.

Surat: ટેકસ્ટાઈલ માર્કેટના વેપારીઓને ફળ્યો ઓનલાઇન બિઝનેસ, સુરતની કુર્તીઓ સૌથી વધારે ડિમાન્ડમાં
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Surat: ચોમાસાના સાડા ત્રણ મહિનાનો સમય સુરતમાં હીરા હોય કે ટેક્સ્ટાઇલ (Textile market) બંન્ને ઉદ્યોગકારો માટે મંદીનો સમય હોય છે. આગામી નવરાત્રિ સુધી સુરતના ટેક્સ્ટાઇલ માર્કેટમાં બજારનો માહોલ સુધરે તેવી સ્થિતિ દેખાતી નથી. ત્યારે અનેક ટેક્સ્ટાઇલ વેપારી પેઢીઓએ ઓનલાઇન સેલિંગ પ્લેટફોર્મ પર એક્ટિવ થઇને હવે ઓનલાઇન બિઝનેસમાં ઝંપલાવ્યું છે અને તેમને મોટા જથ્થામાં ઓર્ડર પણ મળતા થયા છે. તેવામાં અનેક ટેક્ષટાઇલ વેપારીઓ હવે પોતાની બ્રાન્ડને પણ જુદી જુદી શોપિંગ સાઇટ્સમાં સેલિંગ માટે મૂકી રહ્યા છે.

ટેક્સ્ટાઇલ માર્કેટમાં સાડીની મોટી બ્રાન્ડ ધરાવતા વેપારી કહે છે કે અત્યાર સુધી તેઓ ડાયરેક્ટ સેલિંગ એટલે કે, સીધા જ હોલસેલ કે રિટેલ વેપારીઓને પ્રત્યક્ષમાં સેમ્પલ બતાવીને સાડીઓનો કારોબાર કરી રહ્યા હતા. છેલ્લા બે મહિનાથી ધંધામાં મંદી હતી, તેમની સાથે તેમના બે પુત્રો પણ દુકાને બેસે છે. બન્ને પુત્રોએ એક મહિના અગાઉ નહીંવત કારોબાર જોતા તેમણે ઓનલાઇન સેલિંગમાં જવાનું નક્કી કર્યું હતું. અને એ સમયે તેમણે જુદી જુદી શોપિંગ સાઇટ્સ પર સેલર્સ, વેન્ડર્સ રજિસ્ટ્રેશન કરાવીને પોતાની બ્રાન્ડ્સ ડિસ્પ્લે કરવા માંડી હતી. એક જ અઠવાડીયામાં જુદી જુદી શોપિંગ સાઇટ્સ મારફતે તેમને સારા ઓર્ડરો મળ્યા છે.

સુરતથી દેશમાં સૌથી વધુ લેડિઝ કૂર્તીનું ઓનલાઇન વેચાણ

ઓનલાઇન શોપિંગ સાઇટ્સના જાણકાર અને હાલ ટેક્સ્ટાઇલ માર્કેટના વેપારીઓને ઓનલાઇન પ્લેટફોર્મ ડેવલપ કરવામાં, ડિજિટલ માર્કેટિંગ કરવાનું કામ પ્રોફેશનલ કહે છે કે, કદાચ સુરતના લોકોને નવાઇ લાગશે પરંતુ, એ વાત હકીકત છે કે, દેશમાં સૌથી વધુ લેડિઝ કુર્તીનો સપ્લાય સુરતથી થઇ રહ્યો છે અને સુરતમાં જ લેડિઝ કુર્તીઓ મોટા થ્થામાં ગારમેન્ટીંગ થઇ રહી છે અને તે જુદીજુદી શોપિંગ સાઇટ્સ મારફતે વેચાઇ રહી છે. ઘણાં લોકો કહે છે કે, સુરતમાં હજુ ગારમેન્ટનો ઉદ્યોગ વિકસ્યો નથી પરંતુ એ હકીકત એ છે કે સુરતથી સૌથી વધુ લેડીઝ કૂર્તીનું વેચાણ ઓનલાઇન થઇ રહ્યું છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

એવી જ રીતે લેડીઝ ડ્રેસીસનાં કારોબાર કરતા વેપારી કહે છે કે, તેમને પણ કોરોના કાળ અને એ પછી સતત ઓર્ડર ઓછા મળી રહ્યા હતા. તેમને મિત્ર વર્તુળમાંથી સલાહ મળી કે, તેમણે હવે ઓનલાઇન પ્લેટફોર્મ પર એક્ટીવ થઇને ત્યાં સેલ કરવું જોઇએ. તેમણે બે મોટી શોપિંગ સાઇટ્સમાં જઇને પોતાનું વેન્ડર રજિસ્ટ્રેશન કરાવ્યું અને ડ્રેસ મટિરિયલ ઉપરાંત રેડીમેડ લેડીઝ ડ્રેસનું પણ ડિસ્પ્લે શરુ કરાવ્યું હતું. જોત જોતામાં તેમની બ્રાંડ અનેક યુઝર્સને ગમી ગઇ એમ જણાવતા તેઓ કહે છે કે, એકલા ભારતમાંથી નહીં પણ ઓસ્ટ્રેલિયા અને અમેરીકાથી પણ તેમને રિટેલ અને હોલસેલમાં ઓર્ડર મળી રહ્યા છે. હવે વેપાર અનુસાર સપ્લાય ચેઇન વિકસાવવા માટે સ્ટાફ રાખવો પડી રહ્યો છે.

શહેરની મોટાભાગની ટેક્સ્ટાઇલ માર્કેટોમાં વેપારીઓએ હાલમાં મંદીના માહોલનો સદુપયોગ કરતા પોતાની સાડી અને ડ્રેસિસની રેન્જને જુદી જુદી શોપિંગ સાઇટ્સમાં ડિસ્પ્લે કરવા માંડી છે અને તેમને સારા ઓર્ડર પણ મળતા થયા હોઇ, હાલ મંદીનો માહોલ છતાં તેમનો કારોબાર ધમધમી રહ્યો છે.સાડી ઉપરાંત ડ્રેસ મટીરિયલ, રેડીમેઇડ ડ્રેસીસ, કૂર્તી વગેરેનાં ઓર્ડર મળતા થયા હોય ટ્રેડર્સને મોટી રાહત થઈ છે.

Next Article