SURAT : કાપડ ઉદ્યોગની હાલત કફોડી, કોરોનાના માર બાદ હવે કોલસા અને કેમિકલના ભાવ આસમાને

|

Sep 20, 2021 | 11:33 PM

કોલસા અને કેમિકલ સહિતની વસ્તુઓના ભાવ વધારાના કારણે મીલ માલિકોને મોટુ નુકસાન થઇ રહ્યું છે. કોલસાના ભાવ પહેલા આઠ હજાર હતાં તે હાલમાં 10,500 પ્રતિ ટન થઇ ગયા છે.

SURAT : સુરત શહેરનું નામ કાપડ ઉદ્યોગ (Textile industry)માટે જાણીતું છે. પરંતુ કોરોના બાદથી શરૂ થયેલા ઉદ્યોગોની હાલત કફોડી બની ગઈ છે. હજુ પણ ઉદ્યોગ પાટા પર નથી ચડ્યો, ત્યાં એક બાદ એક મુશ્કિલીઓનો સામનો કરવાનો વારો આવતો દેખાઈ રહ્યો છે. કોલસા અને કેમિકલ સહિતની વસ્તુઓના ભાવ વધારાના કારણે મીલ માલિકોને મોટુ નુકસાન થઇ રહ્યું છે. કોલસાના ભાવ પહેલા આઠ હજાર હતાં તે હાલમાં 10,500 પ્રતિ ટન થઇ ગયા છે. જ્યારે રો મટીરિયલ્સના ભાવમાં સતત વધારાના કારણે મિલ માલિકોને હાલ તો ભાવ વધારો કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે.

ચીનથી આયાત કરવામાં આવતા કેમિકલના ભાવમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. જેથી મીલ માલિકો જોબવર્કના ભાવમાં વધારો નહીં કરે તો મીલને કાયમી ધોરણે તાળા મારી દેવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.

આ પણ વાંચો : પ્રયાગરાજમાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરીએ આત્મહત્યા કરી, જાણો સ્યુસાઇડ નોટમાં શું લખ્યું

આ પણ વાંચો : આધુનિક સમાજમાં એકતા-સમાનતા માટે રામાનુજાચાર્યના વિચારો મહત્વપૂર્ણ: ત્રિદંડી ચિન્ના જીયાર સ્વામી

Next Video