Surat : વરાછામાં સાયન્સ કોલેજનું બિલ્ડીંગ નહીં બને ત્યાં સુધી સરકારી શાળામાં વિદ્યાર્થીઓ માટે હંગામી વ્યવસ્થા

|

Jun 22, 2022 | 10:03 AM

હવે સરકારી શાળામાં (School )હંગામી ધોરણે અભ્યાસ શરૂ કરાવવાના નિર્ણયથી વિદ્યાર્થીઓનું ભાવિ બગડશે નહીં, અને અલાયદી બિલ્ડીંગ ન બને ત્યાં સુધી વિદ્યાર્થીઓ આ બિલ્ડિંગમાં અભ્યાસ કરી શકશે. 

Surat : વરાછામાં સાયન્સ કોલેજનું બિલ્ડીંગ નહીં બને ત્યાં સુધી સરકારી શાળામાં વિદ્યાર્થીઓ માટે હંગામી વ્યવસ્થા
College in Surat (File Image )

Follow us on

વરાછામાં (Varachha ) સાયન્સ કોલેજનું બિલ્ડિંગ નહીં બને ત્યાં સુધી કોલેજના (College ) વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેઓને હંગામી ધોરણે સરકારી શાળામાં(School ) અભ્યાસ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની એલઆઇસી(લોકલ ઇન્કવાયરી કમિટી)એ નિર્ણય કર્યો છે કે વરાછામાં ચાલુ વર્ષથી શરૂ થનાર સાયન્સ કોલેજ માટે જ્યાં સુધી અલાયદી બિલ્ડીંગ નહિ બને ત્યાં સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 303માં કાર્યરત રહેશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની લોકલ કમિટીએ લીધેલો નિર્ણય :

લોકલ ઇન્કવાયરી કમિટીના સભ્ય દ્વારા જણાવ્યું હતું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભવનની મુલાકાત લેવામાં આવી હતી જ્યાં સાયન્સ કોલેજ ખાતે બેચલર ઓફ સાયન્સમાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બોટની, મેથ્સ જેવા મુખ્ય વિષયો ભણાવાશે. વિદ્યાર્થીઓની ઓછી ફીમાં ખૂબ જ સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે અને આ વિષયમાં ગ્રેજ્યુએટ થવાની ઉત્તમ તક પ્રાપ્ત થશે. હાલમાં જ્યાં સુધી કોલેજનું પોતાનું બિલ્ડીંગ તૈયાર નહીં થાય, ત્યાં સુધી આ કોલેજ સીમાડા ખાતે શાળા ક્રમામ 303 માં કાર્યરત રહેશે.

ઉલ્લેખનીય છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડીકેટે વરાછાની સરકારી વિજ્ઞાન સાથે લિંબાયત કોમર્સ, આર્ટસ અને સાયન્સની કોલેજ, તેમજ ડેડીયાપાડા, કાછલ અને ખેરગામમાં સરકારી વિજ્ઞાન કોલેજને પણ મંજૂરી આપી છે. આ સરકારી કોલેજમાં પ્રિન્સિપાલની નિમણૂંક થઈ ગઈ છે. પણ ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. પાંચેય સરકારી કોલેજોને એડમિશન સિસ્ટમમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓ અંડર ગ્રેજ્યુએટ ફોર્મ ભરતી વખતે સરકારી કોલેજોને પસંદ કરી શકશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વિદ્યાર્થીઓએ નિર્ણયને આવકાર્યો :

આમ, યુનિવર્સીટીના આ નિર્ણયને વિદ્યાર્થીઓએ પણ આવકાર્યો છે. કારણ કે કોલેજને મંજૂરી મળી ગઈ છે. પણ બિલ્ડીંગ નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓના ભણતર સામે પ્રશ્ન ઉભો થયો હતો, પણ હવે સરકારી શાળામાં હંગામી ધોરણે અભ્યાસ શરૂ કરાવવાના નિર્ણયથી વિદ્યાર્થીઓનું ભાવિ બગડશે નહીં, અને અલાયદી બિલ્ડીંગ ન બને ત્યાં સુધી વિદ્યાર્થીઓ આ બિલ્ડિંગમાં અભ્યાસ કરી શકશે.

Next Article