સુરત(Surat)શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલો છે તેના શિક્ષકો(Teachers)પોતાના ગ્રેડ પે(Grade Pay) લઈને આજે સરકાર સામે જ અને સુરત મહાનગર પાલિકા સામે ઉગ્ર વિરોધ દેખાવો કરી અને સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા મોટી સંખ્યાની અંદર પાલિકાના શિક્ષકો રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ આવ્યા હતા હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર કર્યા હતા કે પોતાનો જે ગ્રેડ પે છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષકોને આપવામાં આવે. ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી ગ્રેડ પે તેને લઇને અલગ-અલગ વિભાગો દ્વારા પોતાના જ વિભાગો સામે બાંયો ચઢાવતા અથવા તો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે પોલીસ વિભાગ રા પણ સતત પેન લઈને છેલ્લા ઘણા સમયથી ઉગ્ર આંદોલન ચલાવવામાં આવી રહી છે છતાં પણ સરકાર દ્વારા કોઈ જાને ન લેતા આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલો છે તેની અંદર અભ્યાસ કરાવતા જે શિક્ષકો છે પણ તે આજે સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને મોટી સંખ્યા ની અંદર આ શિક્ષકો દ્વારા વિરોધ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
સુરત શહેરની વાત કરીએ તો સુરતની અંદર સુરત મહાનગરપાલિકા સંચાલિત અલગ-અલગ સ્કૂલોમાંથી આવેલા સ્કૂલના શિક્ષકો અઠવા ગેટ ખાતે ભેગા થયા હતા અને રેલી સ્વરૂપે સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાના સેક્રેટરીને માંગ છે તેને લઈને ઉગ્ર વિરોધ દેખાવો પણ કર્યો હતો શિક્ષકોનું માનીએ તો શિક્ષકો જે રીતે રજૂઆત કરી રહ્યા છે.
જેમાં અલગ અલગ જિલ્લાઓમાં જે શિક્ષકો છે તેમને ગ્રેડ પે આપવામાં આવ્યો છે અને સાથે મહત્વનું એ છે કે સુરત સિવાય એટલે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પાલિકાના જ શિક્ષકો છે તેમને એ ગ્રેડ પે આપવામાં આવે છે તો સુરત સારી એવી પાલિકા છે તો તેમને કેમ નથી આપવામાં આવતું તે મોટો સવાલ છે જેથી સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો છે તેમની સામે બાંયો ચઢાવી હતી અને આ શિક્ષકો દ્વારા ઉગ્ર વિરોધ કર્યો હતો.
ગુજરાતી વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર અલગ અલગ વિભાગો દ્વારા સરકાર સામે અથવા સ્થાનિક તંત્ર સામે જે અલગ-અલગ વિભાગો છે તે વિરોધ કરી રહ્યા છે તે જ દર્શાવે છે કે આવનારા સમયની અંદર જે વિધાનસભા ઇલેક્શન આવેલી છે તેને ધ્યાનમાં લઇને આ તમામ જે હલચલ શરૂ થઇ હોય તેવું હાલમાં આજે ચર્ચા ચાલી રહી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલો છે તેની અંદર 4500 શિક્ષકો વિરોધમાં જોડાયા હતા અને જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ નોંધાવી રહ્યા છે
આ પણ વાંચો : સુરતની SBI બેકમાં ધોળા દિવસે લોકોની વચ્ચે એક ઈસમે કરી રોકડની ચોરી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 6:17 pm, Fri, 8 April 22